________________
શ્રી ર
ત્નસૂત્ર માપાંત૨ - મારા રૂ
परिशिष्ट - ४
ધાત્રીપિંડ. ધાત્રીપણું કરવા-કરાવવા દ્વારા જે પિંડ પ્રાપ્ત કરાય તે ધાત્રીપિંડ. એ પ્રમાણે દૂતિ વગેરે પિંડમાં પણ વિચારવું.
આની વિચારણા આ પ્રમાણે છે – કોઈક સાધુ ગોચરી માટે પૂર્વ પરિચિત ઘરે ગયા, ત્યાં રડતા છોકરાને જોઈ તેની માતાને કહ્યું કે “હજુ આ બાળક દૂધ પીતો (ધાવણો) છે માટે દૂધ વગર ભૂખ્યો થયેલ, તે રડે છે. તેથી મને જલ્દી ગોચરી વહોરાવ પછી આ બાળકને ધવડાવ. અથવા પહેલા આ બાળકને ધવડાવ પછી મને વહોરાવ. અથવા તો હમણા મારે ગોચરી જોઈતી નથી, બાળકને જ ધવડાવ. હું બીજા ધરોએ જઈને પાછો અહીં આવીશ. તું શાંતિથી બેસ, હું જ કોઈ જગ્યાએથી દૂધ લાવી પીવડાવું. આ પ્રમાણે ધાત્રીપણું કરે
એમ કહે કે બાળકને ધવડાવવાથી બાળક બુદ્ધિશાળી, દીઘાયું અને નિરોગી થાય અને અપમાનિત કરવાથી આનાથી વિપરીત થાય છે. લોકમાં પુત્ર દર્શન દુર્લભ છે. માટે બીજા બધા કામ છોડી આ બાળકને ધવડાવ.
આ પ્રમાણે કરવાથી ઘણા દોષો થાય છે. બાળકની મા જો ભદ્રિક હોય તો આકર્ષિત થઈને આધાકર્મ વગેરે કરે. તથા સાધુને ચા કરતા જોઈ બાળકના સગા અને આડોશી-પાડોશીઓ બાળકની માતા સાથે સાધુના સંબંધની સંભાવના કરે. જૉ બાળકની માતા અધર્મી હોય તો દ્વેષ કરે કે, “અહો જુઓ આ સાધુની પારકી પંચાત! તથા વેદનીય કર્મના વશથી કદાચ બાળકને તાવ વગેરે માંદગી થાય, તો બાળકની માતા સાધુ સાથે ઝઘડો કરે કે ‘તમે મારા બાળકને માંદો પડ્યો' આથી શાસનની હીલના થાય.
કોઈક શેઠના ઘરે બાળકને ધવડાવનારી ધાત્રીને પોતાની બુદ્ધિના પ્રપંચ વડે દૂર કરાવી, બીજીને સ્થાપન કરવા માટે ધાત્રીપણાના લક્ષણ અને દોષ કહે છે. તે આ પ્રમાણે –
ગોચરી ગયેલ કોઈક સાધુ કોઈક ઘરમાં, કોઈક બાઈને શોક કરતી જોઈને પૂછે, “કેમ આજે તમને ઉદાસીનતા દેખાય છે?” તે બાઈ કહે કે “હે સાધુ મહારાજ! દુઃખ.તો દુઃખમાં સહાયક થનારને જ કહેવાય’ સાધુ કહે, “સહાયક કોને કહેવાય?” તે બાઈ કહે કે, “જે કહેવાયેલા દુઃખને દૂર કરે, તે દુઃખ સહાયક કહેવાય” સાધુ કહે કે, “મારા સિવાય બીજો કોણ તેવો છે?” તે કહે કે, “હે ભગવંત! અમુક ઘરમાં બીજી ધાત્રીએ મને ધાત્રીપણાથી દૂર કરાવી, તેથી હું દુઃખી છું ત્યારે સાધુ અભિમાનમાં આવી એમ કહે કે, “જ્યાં સુધી તને ત્યાં આગળ રખાવું નહીં ત્યાં - સુધી તારી ભિક્ષા હું લઈશ નહીં.'
આ પ્રમાણે કહી જેને દૂર કરવાની છે તે ધાત્રીને ન જોઈ હોવાથી તેના સ્વરૂપને ન જાણતો, તે તેના સ્વરૂપને પૂછે કે “તે યુવાન છે, પ્રૌઢા છે કે ઘરડી છે? નાના સ્તનવાળી છે કે મોટા સ્તનવાળી છે. અણીદાર સ્તનવાળી છે? માંસ ભરપૂર છે કે પતલી છે? કાળી છે કે ગોરી છે?” વગેરે પૂછીને તે શેઠને ત્યાં જઈ તે બાળકને જોઈ શેઠની આગળ ધાત્રીના દોષો બોલે કે ઘરડી ધાત્રીના સ્તન નબળા હોય છે, તેને ધાવનારો બાળક પણ નિર્બળ થાય. પતલી ધાત્રીના સ્તન નાના હોય, તેને ધાવનારો બાળક પણ પૂરૂં ધાવણ ન મળવાના કારણે દુઃખી થવાથી પતલો જ રહે. મોટા સ્તનવાળી ધાત્રીને ધાવવાથી બાળક કોમળ અંગવાળો હોવાથી સ્તન દ્વારા નાક દબાવવાના કારણે ચિબડા નાકવાળો થાય છે. કૂપરાકાર સ્તનવાળી ધાત્રીને ધાવવાથી બાળકને હમેશાં સ્તન તરફ મોઢું લંબાવવું પડતું હોવાથી સૂચી (સોય) ના જેવા મોઢાવાળો થાય.
કહ્યું છે કે ઘરડીને ધાવવાથી નિર્બળ, કૂપર સ્તન ધાવવાથી સૂચી મુખ, મોટા સ્તનવાળીને ધાવવાથી ચપટા નાકવાળો અને પાતળીને ધાવવાથી પતલો થાય. જાડીને ધાવવાથી જડ થાય અને પતલીને ધાવવાથી નિર્બળ થાય માટે મધ્યમ બળવાળી ધાત્રીનું ધાવણ પુષ્ટિકર થાય છે.
૧૩૮