________________
यी दशवकालिकसूत्र भाषांतर - भाग ३
परिशिष्ट - ४
એમની ઇચ્છા વગર ગૃહનાયક ઝૂંટવીને સાધુને આપે તો તે પ્રભુવિષયક આચ્છ.
૩. કેટલાક ચોરો સાધુ તરફ ભક્તિવાળા હેય છે. તેથી તેઓ રસ્તે આવતા કોઈક વખત સાર્થ સાથે આવેલા અને ભોજન માટે સાર્થના માણસોમાં ગોચરી ફરવા છતાં પણ પૂરી ભિક્ષા ન મળેલ, એવા સાધુઓને જોઈ, તેમના માટે પોતાના કે સાર્થના માણસો પાસેથી બળાત્કારે ઝૂંટવી ભાથુ વગેરે આપે, તે તેનવિષયક આચ્છેદ્ય.
આ ત્રણે પ્રકરનું આચ્છેદ્ય સાધુઓને ખપે નહીં. કારણ કે અપ્રીતિ, કલહ, આપઘાત, અંતરાય ઢેષ વગેરે અનેક દોષોનો સંભવ છે. ફક્ત તેનાછેદ્યમાં આટલી વિશેષતા છે કે જેમનું ભોજન વગેરે ઝૂંટવીને ચોરો સાધુને આપતા હોય, ચોરો દ્વારા આપતી વખતે તે જ સાર્થિકો જો આ પ્રમાણે બોલે કે “ચોરો અમારું જરૂર લેવાના છે. તો પછી ચોરો જો તમને અપાવે તો અમને મોટો સંતોષ છે' આ પ્રમાણે સાર્થના માણસોની રજા મળવાથી, સાધુ ગોચરી લઈ શકે. ચોરની બીકથી જો લીધું હોય તો ચોરોના ગયા પછી ફરી લીધેલું તે પાછું તેમને આપી દે અને કહે કે ચોરના ભયથી અમે લીધું હતું. હવે તે જતા રહ્યા છે તેથી આ તમારૂં દ્રવ્ય તમે લઈ લો. આ પ્રમાણે કહ્યા પછી જો તેઓ રજા આપે કે “અમે પણ તમને આપ્યું છે' તો ખપે એવું હોવાથી, વાપરી શકે. ૧૫. અનિકૃષ્ટ ઃ બધા માલિકોએ જે વસ્તુને સાધુના દાન માટે રજા ન આપી હોય તે અનિસૃષ્ટ. ૧. સાધારણઅનિસૃષ્ટ, ૨. ચોલ્લકઅનિસૃષ્ટ, ૩. અનિકૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે.
૧. ઘણા જણા વચ્ચેની જે વસ્તુ હોય તે સાધારણ.
૨. શેઠે ખેતરમાં રહેલા નોકરને આપેલ કે સેનાપતિ (રાજા)એ સૈનિકોને આપેલ, જે દેશી ભાષામાં | ભક્ત (ભાથુ) કહેવાય છે, તે ચોલ્લક.
૩. જ8 એટલે હાથી તેને માટેનું ભોજન, તેઓની રજા વગર સાધુઓને લેવું ખપે નહીં.
૧. સાધારણ અનિવૃષ્ટ – યંત્ર, દુકાન, ઘર વગેરેમાં રહેલ તલકુટ્ટી તેલ, વસ્ત્ર, લાડુ, દહીં વગેરે આપવા યોગ્ય વસ્તુ અનેક પ્રકારની હોય છે. ઘણી વગેરે યંત્રમાં તલકટ્ટી અને તેલ, દુકાનમાં વસ્ત્ર વગેરે, ઘરમાં અશનાદિ જે સર્વજન સાધારણ હોય, તેને સર્વ સ્વામી રજા ન આપે અને કોઈક એક જણ સાધુને આપે, તો તે સાધારણ અનિષ્ટ.
૨. ચોલ્લક – છિન્ન અને અછિન્ન એમ બે પ્રકારે છે. તેમાં કોઈક-કુટુંબી ખેતરમાં હળ ખેડનારાઓને કોઈના દ્વારા ભોજન મોકલે. તે જો દરેક હળ ખેડનારને જુદા જુદા વાસણમાં અલગ કરીને મોકલાવ્યું હોય તો છિન્ન ચોલ્લક કહેવાય અને બધા હળ ખેડનારના માટે એક જ વાસણમાં ભેગું કરીને મોકલે તો અછિન્ન.
તેમાં જે ચોલ્લક જેના નિમિત્તનો જે ભાગ હોય તે-તે ચોલ્લક દ્વારા મૂળ સ્વામિના જોતા કે ન જોતા આપે - તો સાધુને ખપે. કેમકે ભાગ પડવાથી પોતાની માલિકી કરી આપ્યું છે માટે ખપે.
અછિન્ન પણ કૌટુંબિક વડે જે હળ ખેડનારાઓને યોગ્ય મોકલાવેલ ભાગ, તે બધાયે હળ ખેડનારા વડે - દાન માટે રજા અપાયી હોય, મૂળ માલિક જોતો હોય કે ન જોતો હોય, તો પણ ખપે. તે બધાએ રજા ન આપી હોય અને મૂળ માલિકની રજા હોય તો ન ખપે. કેમકે દ્વેષ, અંતરાય, પરસ્પર ક્લેશ થવાના કારણે દોષ લાગે છે.
૩. જાનિસુખ - એટલે હાથી અને રાજાએ રજા ન આપી હોવાથી મહાવત દ્વારા અપાયેલ ભોજન ન ખપે. કેમકે હાથીનું ભોજન રાજાની માલિકીનું છે. તેથી રાજાની રજા વગર લેવાથી પકડવા, બાંધવા, વધ પડાવી લેવા વગેરે દોષો થાય. અથવા મારી રજા આજ્ઞા વગર આ સાધુને ભિક્ષા આપે છે એમ વિચારી ગુસ્સે થઈ રાજા મહાવતને નોકરીમાંથી છૂટો કરે. આથી તેની આજીવિકા સાધુના નિમિત્તે નાશ પામી એટલે સાધુને અંતરાય દોષ ૧૩૬.