SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ परिशिष्ट -४ દરરોજ ન વાપરવા યોગ્ય ખાંડ, ઘી, ગોળ વગેરેથી ભરેલા ઘડા, મશક, કતપ, કાલ વગેરેના મોઢાને ઢાંકેલ હોય. તેને સાધુના દાન માટે ખોલીને ખાંડ વગેરે સાધુને આપે, તે પિરિતોભિન્ન કહેવાય છે. (૨) કપાટોભિન્ન : જે ખાંડ, ઘી, ગોળ વગેરેને ઓરડા વગેરે તેમજ મજબૂત અને નિશ્ચલ એવા કબાટના, રોજ નહીં ખોલાતા બારણાને સાધુને દાન આપવા માટે ખોલીને, ગોળ, ખાંડ વગેરે સાધુને આપવા, તે કપાટોભિન્ન. અહીં આગળ છ જવનિકાયની વિરાધના વગેરે દોષો છે. તે આ પ્રમાણે :- કુતપ વગેરેના મોઢાથી સાધુને ઘી વગેરે આપી શેષ રહેલ પદાર્થની રક્ષા માટે ફરીવાર કુતપ વગેરેના મોઢાને સચિત્ત પૃથ્વીકાયને પાણીથી ભીંજાવી ઉપર લેપ કરે તેથી પૃથ્વીકાય અને અપકાયની વિરાધના થાય. પૃથ્વીકાયમાં મગ વગેરે અને કીડી વગેરે હોવાની સંભાવના હોવાથી ત્રસકાયની પણ વિરાધના થાય. કોઈક નિશાની માટે લાખ તપાવીને કતપ વગેરેના મોઢ લાખની મુદ્રા મારે, તો તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાય પણ હોય છે માટે વાયકાયની પણ વિરાધના. તથા કતપ વગેરે પર લેપ કરવા માટે માટી વગેરેને શોધતા દાતાને કોઈક વખત વીંછી વગેરે કરડે અને પીડાય તો લોકો બોલે કે “અહો! આ સાધુઓ મહાપ્રભાવિક છે. જેમને દાન કરવા માત્રથી તરત જ આ ફળ મળ્યું એમ લોકમાં મશ્કરી થાય. જો પહેલેથી કુતપ વગેરેનું મોટું સાધુ માટે ખુલ્લું કરી રાખે, તો છોકરા વગેરેને ઘી વગેરે આપવાથી તેમજ ખરીદવા વેચવા દ્વારા પાપ પ્રવૃત્તિ થાય. તે કુતપ વગેરેના મોઢાને ઢાંકવાનું ભૂલી જાય તો અંદર ઉંદર વગેરે જીવો પડે તો મરી જાય. કપોટોભિન્નમાં પણ આ જ દોષો જેમકે કબાટની આગળ કોઈપણ કારણથી પૃથ્વીકાય કે પાણી ભરેલ કરવક એટલે (લોટો) અથવા બીજોરૂ વગેરે મૂક્યા હોય, તો તે બારણાને ઉઘાડવાથી તેની વિરાધના થાય. પાણી ભરેલ કરવક (લોટ) વગેરે ઢળી જતા કે ફૂટી જતા પાણી પસરતું નજીકના ચૂલા વગેરેમાં પણ જાય. ત્યાં અગ્નિ હોય તો તેની વિરાધના થાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ એટલે વાયુકાયની વિરાધના. ઉંદર વગેરેના દરમાં પેસે તો કીડી-ગરોળી વગેરે જીવોની વિરાધનાથી ત્રસકાયની વિરાધના તથા દાન કરવું, લે, વેચાણ કરવું વગેરે દ્વારા અધિકરણની પ્રવૃત્તિ થાય, માટે બંને પ્રકારનું ઉભિન્ન ગ્રહણ ન કરવું. જો કતપ વગેરેના મુખબંધ દરરોજ બંધાતા અને છોડાતા હોય અને તે લાખની મુદ્રા વગર ફકત કપડાંની - ' ગાંઠ બાંધતા હોય અને સચિત્ત પૃથ્વીકાય વગેરેનો લેપ કરતા ન હોય, તો સાધુ માટે ખોલીને પણ જો આપે તો સાધુ ગ્રહણ કરે. કપોટોભિન્નમાં પણ જો બારણું રોજ ખોલાતું હોય અને એનો આગળ જમીન સાથે ઘસાય તેવો ન હોય (આગળ પાછળ ખેંચવાના સ્પીંગવાળાવાળા કબાટ હોય તો ન લેવાય), તેવા કબાટ કે ઓરડા વગેરેમાં રહેલ અશન વગેરે ખપે છે. ૧૩. માલાપહત : માળ એટલે શિકા વગેરે. તેના ઉપરથી સાધુ માટે જે ભોજન વગેરે લેવાય તે માલાપહત છે. તે ચાર પ્રકારે છે. ૧. ઉર્વેમાલાપહત, ૨. અધોમાલાપહૃત, ૩. ઉભયમાલાપહૃત, ૪. તિર્યગૂમાલાપહૃત (૧) ઉર્વેમાલાપહત – જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે. (અ) ઊંચે ટીંગાડેલ શિકા વગેરે પરથી ન લઈ શકવાથી પગની પાની ઉંચી કરી પગના અંગુઠા પર ઉભા રહી આંખથી જે ન દેખાતા હોય તેવા અશન વગેરેને જમીન પર રહીને લેવું. પાની થોડી ઊંચી કરી ગ્રહણ થતું હોવાથી જઘન્યઉર્ધ્વમાલાપહત છે. (બ) નીસરણી વગેરે પર ચઢી, મકાન પર જઈ દાતાર બેન જે આપે તે લેવું તે. નીસરણી વગેરે પર ચડવું વગેરે ૧૩૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy