SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ટ્રીતિસૂત્ર માપાંતર - ભાગ ૨ છઠું અધ્યયન દુઃખ ભોગવવું પડશે.)IEદા खति अप्पाणममोहदसिणो, तवे रया संजम अज्जवे गुणे। धुणति पावाई पुरेकडाई, नवाई पावाई न ते करेंति ॥६॥ આ પ્રમાણે મૂળ ગુણ તે છ વ્રત અને છ કાયની રક્ષા તે બાર છે. અને ઉત્તર ગુણમાં અકલધ્ય ગૃહસ્થનું વાસણ, પલંગ, નીસજ્જા (એટલે ગૃહસ્થના ઘરે નિષ્કારણ બેસવું) સ્નાન અને શોભા એ છ ત્યાગવાથી છ ઉત્તર ગુણ છે, ઉત્તર ગુણ એટલે જેના વડે મૂળ ગુણ જે મહાવ્રત રૂપ છે તેને ટેકો આપે તે અઢાર સ્થાન થયાં. તે પૂરાં પાળે તો શું થાય તે બતાવે છે. ૬૭ી सओवसंता अममा अकिंचणा, सविज्जविणाणुगया जसंसिणो । उउप्पसन्ने विमले व दिमा, सिद्धिं विमाणाई उर्वेति ताइणो ॥६८॥ . तिबेमि ॥ छटुं धम्मत्थकामज्जयण समत्त ॥६॥ મોહ રહિત દર્શનવાળા અર્થાત્ બરોબર દેખનારા તેઓ અણસણ વિગેરે તપમાં રક્ત, તથા સંયમ, તથા સરળતાના ગુણો ધરનારા તેઓ પ્રથમનાં કર્મ દૂર કરે છે, અને અપ્રમત્તપણાથી નવાં પાપ બાંધતા નથી. સદા મોહની શાંતિ છે. તથા મમતાથી રહિત છે. જેઓ કોઈપણ જાતનો પરિગ્રહ રાખતા નથી. તથા આત્મજ્ઞાનની વિદ્યામાં રક્ત છે. જે આ લોક અને પરલોકમાં ઉપકારી છે. તે શ્રતજ્ઞાનમાં નિરંતર મન રાખનારા છે તેઓ આ લોકમાં કીર્તિ મેળવે છે. અને શરદ વ્રતના ચંદ્રમાની ચાંદરણી જેવા નિર્મળભાવ વાળા, સાધુ પોતાના ઉત્તમ કત્યથી કાંતો આઠે કર્મ ત્યાગીને મોક્ષમાં જાય છે અથવા ઊપર કહેલા નિર્મળ વિમાન તે વૈમાનિક દેવલોક તે સૌધર્મ અવતંસક વિગેરે ઉત્તમ વિમાનમાં ઉત્પન્ન થાય છે. તે પોતે અહીંયાં પણ સાધુ ધર્મમાં રહીને સ્વપરનું રક્ષણ કરવાથી ત્રાતા (રક્ષક) છે. સૂત્ર અનુગમ કહ્યો નયોનું વર્ણન પૂર્વ માફક જાણવું, અને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેને યથાયોગ્ય બતાવનારું આ છઠું અધ્યયન સમાપ્ત થયું. ૬૮ આવા વ્યક્તિ દીક્ષાનાં માટે અયોગ્ય છે. (૧) બાલક (જેનાં આઠ વર્ષ પૂરાં ન થયાં હોય) આ વિષયમાં પણ ત્રણ મત છે, કોઈ અષ્ટપૂર્ણ (આઠ વર્ષ પૂરા), કોઈ ગર્માષ્ટમ્ (ગર્ભથી આઠ વર્ષ), જન્માષ્ટમ્ (જન્મથી આઠ વર્ષ) માને છે. (૨) વૃદ્ધ (સાઈઠ વર્ષ પછી) (અશક્ત હોય ત્યારે) (૩) નપુંસક (જન્મથી જ) (સ્ત્રી-પુરુષ બંનેનો ઈક) (૪) જડ (ભાષા જડ, કાયા જડ વિગેરે) (૫) ક્લીબ – સ્ત્રી વિગેરેની ચેષ્ટાથી કામોત્તેજક થનારો (૬) વ્યાધિગ્રસ્ત – બિમાર, ભગંદર, અતિસાર જેવા ભયંકર રોગોવાળો (૭) ચોર (2) રાજદ્રોહી (૯) ઉન્મત્ત - યક્ષાદિથી ગ્રસિત (૧૦) દાસ (૧૧) કષાય દુષ્ટ (૧૨) વિષય-દુષ્ટ (૧૩) મુઢ, સ્નેહ તથા અજ્ઞાનતાથી યુક્ત) (૧૪) અવબદ્ધક આટલાં સમય સુધી હું તમારો છું એવો કરાર કરનાર (૧૫) ઋણાત (કર્જદાર) (૧૬) જુગિત (જાતિ હીન), કર્મજુંગિત, શરીર જુગિત, કુબડો વિગેરે (૧૭) ભૂતક (નોકર) (૧૮) શિષ્ય – નિષ્ફટિકા વગર આજ્ઞાએ દીક્ષા આપવી. અને દીક્ષા માટે અયોગ્ય સ્ત્રી, ઊપરના વર્ણન (પ્રવચન સારોદ્ધાર-૧૦૭) મુજબ તથા ગર્ભવતી અને સબાલવત્સા (ખોળામાં બાળકવાળી) આમ ૨૦ પ્રકારેથી સ્ત્રી દીક્ષા માટે અયોગ્ય છે. અ અં! •મા દરે ૮ - : રાજ " ૨.૪ ડો. ન! કેરે.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy