SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ પાંચમું અધ્યયન એટલે તેમાં પ્રકાશ ન પડે; તથા न तेण भिक्खू गच्छेउजा, दिट्ठो तत्य असंजमो । गंभीरं झुसिर येव, सबिंदियसमाहिए ॥६६॥ ત્યાં સાધુ તેના ઉપર યુગ મૂકીને ન જાય કારણ કે ત્યાં પ્રભુએ જ્ઞાનથી અસંયમ જોયો છે તથા ગંભીર તેમાં પ્રકાશ ન પડે. તથા પોલું હોય તેથી સર્વ ઇન્દ્રિયોને સમાધિમાં રાખીને રાગદ્વેષ ત્યાગીને બીજે રસ્તે ઉતરે અને સારો રસ્તો બીજો ન હોય તો પાણીમાં પગ મૂકી ઉતરે (જો તેમ ન કરે તો પોતાનો પગ ખસતાં હાડકાં ભાગે, તથા પથરા નીચે સૂક્ષ્મ જંત હોય તે દબાવાથી પીડા પામે.) II૬૬ निस्सेणिं फलग पीढं, उस्सवित्ताणमारुहे । मंच कील य पासाय, समणबाएव दावए ॥६॥ ચઢવાના માટે નિસરણી અથવા પાટિઉં (ખોખું) ગોઠવીને બાઈ મેડા ઊપર ચઢે અથવા માંચા ઊપર, ખીલા ઊપર, પગ મૂકીને કોઈ વસ્તુ લાવીને બાઈ આપે. II૬૭ll दुसहमाणी पवडेज्जा, हत्थं पायं व लूसए । पुढविजीवे विहिंसेज्जा, जे य तन्निस्सिया जगा ॥६८॥ તો ચઢનારી બાઈ અથવા ભાઈ પડી જાય તેનો હાથ પગ ભાંગી જાય અથવા નીચે પૃથ્વીકાય તથા ત્યાં રહેલા જીવોને પીડા થાય. ૬૮ एयारिसे महादोसे, जाणिऊण महेसिणो । तम्हा मालोहडं भिक्ख, न पडिगिण्हति संज्या ॥६९॥ આ પ્રમાણે.ઊપર કહેલા મહાન દોષોને જાણીને ઉત્તમ સાધુઓ મેડા ઊપરથી લાવેલી ગોચરી લેતા નથી. જો નિસરણી પગથીયાં જેવી (મજબુત જડેલી હોય તો સાધુ ઊપર જઈને તે પણ ખસી જાય તેવી હોય તો સાધુએ પણ ઊપર જઈને ન લેવું) મૂળ સૂત્રમાં હિંદી માલોહડ પાઠાન્તર છે ત્યાં એવો અર્થ લેવો કે આવી ગોચરી લેવી ન કલ્પે. ll૬૯ો कंद मूलं पलंब वा, आम छिन्नं च (व) सन्निरं । तुबाग सिंगवरं च, आमगं परिवज्जए ॥७०॥ ગોચરીમાં કંદ સુરણ વિગેરે મૂળ, વિદારીકા (ભાયસીંગ) વિગેરે લુમ (ફળનું ઝુમખું) કાચું અથવા છેદેલું હોય તેવું શાક પાંદડાં તથા તુંબડું આદુ જો સચિત્ત હોય તો સાધુને લેવું ન કલો. I૭૦ तहेव सतुयुग्णाई, कोलयुग्णाई आवणे । सक्कुलिं फाणियं पूर्य, अन्न वा वि तहाविहं ॥१॥ विक्कायमाणं पसढ, रएण परिफासियं । देंतिय पडियाइक्खे, न मे कप्पड़ तारिस ॥७२॥ સત્તચરણ (જવ ચણાને શેકીને બનાવેલો આટો) તથા બોરનો આટો (બોરકુટ) તથા તલપાપડી ગોળરાબડી (પેંત) અથવા શીરો પય (આટાની બાટી) તથા લાડ વિગેરે દુકાનમાં વેચવાને માટે રાખેલા હોય તે ઘણા દિવસ પડી રહેવાથી વાસી હોય તથા રેતી ઉડવાથી ધૂળવાળા હોય આવી ચીજ કોઈ વહોરાવે તો સાધુએ લેવી નહિ, અને કહેવું કે અમોને કહ્યું નહિ. I૭૧-૭૨ા .बहुअद्वियं पोग्गल, अणिमिस वा बहुकटयं । अच्छिय तेंदुयं विल्लं, उच्छुखड व सिंबलिं ॥३॥ ઘણા ઠળીયાવાળું સીતાફળ હોય અથવા કાંટાવાળું અનાનસ ફળ હોય અથવા અસ્થિક અથવા ટીમરૂનું (ટીમરવા) ફળ બીલીનું ફળ હોય અથવા શેરડીનો કટકો હોય અથવા વાલની પાપડી હોય, ૭all अप्पे सिया भोषणज्जाए, बहुउज्झियथम्मिए । देतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिस ॥४॥ જો આ કાચાં ોય તો સચિત્તનો દોષ લાગે તથા અચિત્ત હોય તો પણ ખાવા કરતાં ફેંકી દેવાનું ઘણું હોય તથા પછવાડે માખીઓ, કીડીઓને પીડાકારક હોવાથી લેવું ન કલ્પ. આપનારને સમજાવવું કે અમને આ લેવું યોગ્ય નથી. I૭૪. ૧ શલિગ્રામ નિવટુ પૃ. ૮૯૦ ૧૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy