SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ક્રિયા નય બતાવે છે. હવે ક્રિયાવાદી કહે છે કે ક્રિયાજ પ્રધાન છે. આ લોક પરલોકના હિત માટે યુકિતઓ કરીને તેજ યુકત છે. આ લક્ષણવાળી ગાથાને જ પોતાના પક્ષની સિદ્ધિ માટે કહે છે કે ૧૪૯ णायम्मि गिहियचे अगिण्हियव्बंमि चेव अत्थंमि । जइयब्वमेव इइ जो उवएसो सो नओ नामं १४९। ટીકાનો અર્થ- ક્રિયા નય દર્શન અનુસારે વ્યાખ્યા એટલે જણાયેલી વાતમાં લેવા છોડવા યોગ્ય વસ્તુમાં આ લોક પરલોકના હિત માટે વર્તવું એજ શ્રેયસ્કર છે. કારણકે પ્રવૃત્તિ કર્યા વિના એકલા જ્ઞાનીને ફળ સિદ્ધિ દેખાતી નથી. તેમ અન્યોએ કહ્યું છે કે क्रियैव फलदा पुंसां, ज्ञानं फलदं मतम् । यतःस्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात्सुखितो भवेत् ॥१॥ ક્રિયાજ માણસોને હિતકારી છે પણ જ્ઞાન નહિ, કારણકે સ્ત્રી ભોજન અને ભોગના જાણનારા એકલા જ્ઞાનથી સુખી થતા નથી. તથા સિદ્ધાંત પણ એમજ કહે છે કે ક્રિયા કરવી. તેથી કહ્યું છે કે – चेइयकुलगणसंघे आयरियाणं च पवयणसुए य । सब्बेसुवि तेण कयं तव संजममुज्जमतेणं ॥१॥ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, સૂત્ર બધાંને પણ તે તપને સંયમ કરનારે કર્યું. તેથી આ પણ માની લો કે તીર્થકર ગણધરોએ ક્રિયા રહિત પુરુષોનું જ્ઞાન નકામું કહ્યું છે. જેમકે સિદ્ધાંત કહે છે કે सुबहुंपि सुयमहीयं किं काही चरणविप्पमुक्कस्स ? । अंधस्स जह पलित्ता दीवसय सहस्स कोडीवि १] ઘણું એ શ્રત ભણ્યો પણ ચારિત્ર રહિતને શું લાભ? જેમ આંધળાને હજારો દીવા કર્યા હોય તો શું ફાયદો? એટલે કે જોયા વિના હજારો દીવા નકામા છે. અહીં તે એમજ સિદ્ધ કરે છે કે બધું ક્રિયામ આ તો ક્ષાયોપથમિક ચારિત્ર આશ્રયીને કહ્યું. અહીં ક્રિયા તે ચારિત્ર લેવું તે ક્ષાયિકને આશ્રયી પણ તેનુંજ ઉત્તમ ફળનું સાધકપણું જાણવું. જેથી અરિહંત ભગવાનને પણ કેવળ જ્ઞાન થયા પછી પણ બધા કર્મનો નાશ કરનાર પાંચ હસ્વ અક્ષરઉચ્ચારણ માત્ર કાલની સર્વ સંવરરૂ૫ કિયા તે ચારિત્ર ક્રિયા જ્યાં સુધી તેને ન મળે ત્યાં સુધી મોક્ષ નથી. તેથી આ લોકપરલોકના હિત માટે ક્રિયા મુખ્ય થઈ. આ ક્રિયાવાદીનો ઉપદેશ છે. તે નય બતાવ્યો એટલે આ નય વાળો જ્ઞાન વચન ક્રિયારૂપ અધ્યયનમાં ક્રિયાનેજ ઈચ્છે છે. કારણકે તેનું સ્વરૂપ તેવું છે. પણ તે જ્ઞાન વચનને ગૌણ માની ઈચ્છતો નથી. એટલે ઉપાદીય માનને ન ઈચ્છતાં ગુણ ભૂતને ઈચ્છે છે. અહીં આ બે નયની યુકિતઓ વડે શિષ્યને શંકા થાય કે આમાં બન્નેમાં યુકિતઓ છે તો સાચું શું? આચાર્યનો ઉત્તર-જ્ઞાન ક્રિયા નય જુદા બતાવી હવે પોતાનો પક્ષ બતાવે છે. જે ૧૫૦ सव्वेसिपि नयाणं बहूविहवत्तव्वयं निसामेत्ता । तं सब्बनयविसुद्धं जं चरणगुणट्टिओ साहू १५० ટીકાનો અર્થ- મુળ નય તથા તેના ભેદો દ્રવ્યાસ્તિક વિગેરે તે સામાન્ય વિશેષ સાથે અપેક્ષા રહિત બન્ને વર્ણન કરાય; અથવા નામાદિનય- કોણ શું યોગ્ય વસ્તુ ઈચ્છે છે તે સાંભળીને સર્વ નયથી સંમત એવું વચન ચારિત્ર ગુણમાં રહેલો સાધુ તે બધા નયોને અપેક્ષા પૂર્વક ભાવ વિષયરૂપ નિક્ષેપાને ઈચ્છે છે. તે ૧૫૧ છે (અર્થાત્ જ્ઞાનના સ્થાને જ્ઞાન અને ક્રિયાના સ્થાને ક્રિયા એમ બન્નેનયને સ્વીકારીને આત્મશ્રેય કરવું.) . दुमपुफिय निज्जुत्ती समासओ वण्णिया विभासाए । जिणचउद्दसपुब्बी वित्थरेण कहयंति से अट्ठ १५१] दुमपुफिय निज्जुत्ती समत्ता। દ્રમ પબ્લિક નિર્યકિત. ટુંકાણમાં જિનેશ્વર તથા ચૌદ પૂર્વીઓએ વર્ણવેલી તે વિસ્તારથી અહીં કહી. આવું હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. પહેલું અધ્યયન સમાપ્ત. છેવટે કહે છે કે આ અધ્યયનનું વ્યાખ્યાન કરતાં મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું તે સદ્ધર્મ છે. તેનો બધો લાભ ભવ્ય જીવોને મળો. ૧૫૧ પ્રથમ અધ્યયનનું વિવેચન પૂર્ણ ૮૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy