SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ નિર્વિષયપણાથી અને અસંભવ પણાથી ફળ નિબંધન નિવૃત્તિ નિમિતપણાવડે પ્રવૃત્તિ પણ અદૃષ્ટજ છે. અહીં કહીએ છીએ. અહીં નિવૃત્તિનું જે મહા ફળ બતાવ્યું તે દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ નિરૂપણ માટે ? અથવા અદુષ્ટ પ્રવૃત્તિ પરિહાર રૂપપણે ? જો વાદી પહેલો પક્ષ પકડે કે દુષ્ટ પ્રવૃત્તિનો પરિહાર, તો કેવી રીતે પ્રવૃત્તિનું અદુષ્ટપણું છે ? પ્રવૃત્તિ તો દોષવાળી છે, બીજો પક્ષ લે કે અદુષ્ટ પ્રવૃત્તિનો પરિહાર છે, તો નિવૃત્તિનું પણ અદુષ્ટપણું થવાથી તેની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપે મહાફળ આપવાનો પ્રસંગ આવશે. તે પ્રમાણે માનતાં પહેલાં અને પછીનો વિરોધ આવે છે. (વાદીનું ખંડન એવી રીતે કર્યું કે તું નિવૃત્તિને મહાફલદાયી બતાવે છે તો તારી પ્રવૃત્તિ તું પ્રથમથી નિર્દોષ બતાવે છે અને ત્યારે એનાથી ઉલટી દોષિત નિવૃત્તિ સિદ્ધ થશે, અને જો તું નિવૃત્તિને નિર્દોષ માનીશ તો તારી પૂર્વની પ્રવૃતિ અદોષિત નહિ થાય દોષિતજ થશે. માટે તારૂં વચન ખોટું થશે) હવે દ્રવ્યાનુયોગના અધિકારથી કહે છે. જો કોઈ એમ કહે કે જીવ એકાંત નિત્ય છે કારણ કે તે આકાશની માફક અમૂર્ત છે તો તેણે તેજ અમૂર્તત્વ આશ્રયી તેનાજ ઉત્કેપન વિગેરેમાં અનિત્ય કર્મમાં તે સિદ્ધ કરવું. કર્મ અમૂર્ત અને અનિત્ય છે. (જેમ કોઈ વાદી જીવને એકાંત નિત્ય માની આકાશની માફક અમૂર્તપણાનો હેતુ લાવી સિદ્ધ કરે તો તેના ખંડન માટે ઊંચે ફેંકવું વિગેરે અનિત્ય કર્મમાં પણ સિદ્ધ કરવું કે કર્મ પણ અમૂર્ત અને અનિત્ય છે). આમાં વૃદ્ધ મતવડે ઉદાહરણ દોષજ છે. જેમકે નૈયાયિકમાં અન્ય વસ્તુ સાધર્મ્સ સમ જાતિ છે. ઉપનીતિ દ્વાર સમાપ્ત. ઉપન્યાસ દ્વાર કહે છે. તવઞન્નવત્યુમાિંિવ ગન્નત્તે હોફ પત્તું ॥ ૮૪ ૫ ટીકાનો અર્થ– અન્ય વસ્તુના ઉદાહરણમાં અન્ય પણામાં એક પણું થાય છે. તેનો ભાવાર્થ કહે છે. કોઈ કહે છે જીવ અન્ય છે, શરીર અન્ય છે. આ બન્નેના અન્ય શબ્દમાં વિશેષપણું ન હોવાથી તેના વાચ્ય પદાર્થમાં પણ અવિશિષ્ટપણે એક પણાનો પ્રસંગ આવશે તે જીવની શરીરની અપેક્ષા તે અન્ય વસ્તુઓના ઉપન્યાસ વડે પરિહાર કરવો. કેવી રીતે કરવો? તે કહે છે. આ પ્રમાણે માનીયે તો બધા પદાર્થ, પરમાણુંઓ બે પરમાણુના સ્કંધ, તથા ઘટ પટ વગેરેનું એકપણું આવશે. અન્ય પરમાણુંઓ અને બે પ્રદેશવાળા પણ બીજા. એમ બધે અન્ય શબ્દ અવિશિષ્ટ પણે છે તેથી તેના વાચકપણાથી અવિશિષ્ટ પણું હોવાથી તમને પણ તેજ દોષ આવશે. માટે અન્ય જીવ અને અન્ય શરીર એજ શોભાયમાન છે. આ દ્રવ્યાનુયોગનો વિષય છે. એના વડેજ બીજાનો પણ આક્ષેપ છે. તેમાં ચરણકરણાનુયોગમાં પૂર્વે કહેલ માંસ ભક્ષણનો દોષ નથી. વિગેરે વાદીના કદાગ્રહમાં અન્ય વસ્તુના ઉપન્યાસ વડે ખંડન કરવું. કેવી રીતે ખંડન થાય તે કહે છે. કોઈપણ જીવની હિંસા ન કરો એ વચન વડે જીવ હિંસકોનું ખંડન થયું. લૌકિકમાં તેજ ઉદાહરણમાં અન્ય વસ્તુના ઉપન્યાસ વડેજ ખંડન થાય છે. જેમકે જે પાડીને ખાય અથવા એકઠાં કરે તેઓને શું કહેવાય ? હવે પ્રતિનિભનું દૃષ્ટાંત કહે છે.૫૮૪૫ तुझ पिया मह पिउणो धारेइ अणूणयं पडिनिभंमि । અર્ધી ગાથાનો અર્થ– તારા બાપને મારા બાપના એક લાખ રૂપીયા દેવાના છે, એનો ભાવાર્થ કથાથી જાણવો. એક નગરમાં એક પરિવ્રાજક તાપસ યોગ્ય સોનાનું વાસણ લઈ ચાલતો હતો. તે કહેતો હતો 'મને કોઈ નવી વાત સંભળાવે તો તેને આ આપી દઉં ત્યારે ત્યાં ઉભેલો એક શ્રાવક બોલ્યો; तुज्झ पिया मम पिउणो धारेइ अणूणयं सय सहस्सं । जइ सुयपुव्वं दिज्जउ अह न सुयं खोरयं देहि ॥१॥ 'તારા બાપ પાસે મારો બાપ એક લાખ રૂપીઆ માંગે છે. તેં એ વાત સાંભળી હોય તો લાખ રૂપીઆ આપ, અને ન સાંભળી હોય તો તારૂં વાસણ આપી દે, આ લૌક઼િક દૃષ્ટાન્તથી લોકોત્તર પણ સમજી લેવું. તેમાં ચરણકરણાનુયોગમાં જેઓ સર્વથા હિંસામાં અધર્મ માને છે તેઓએ વિધિ વડે અનશન કરતાં તે સંબંધી અંતકાલે ૬૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy