________________
“એનો વપરાશ બંધ કરાવ્યો હતો.
કાજુ તો કોઈપણ ભોગે ન જ વપરાય એ સારું છે, કેમકે “એ ખરાબ વિચારોના ઉત્પાદક છે” એમ મહાપુરુષો કહી ગયા છે. કાજુકતરીમાં એ નિવીયાતું બની જવાથી કાજુની વિકારતા ઘણી ઘટી જાય છે. ૪૮. હું કાચો ગોળ, કાજુ અને અડદની વસ્તુઓ નહિ વાપરીશ :
યોગી પુરુષ ભદ્રંકર વિજય પંન્યાસજી મ. સાહેબ કહેતા હતા કે “આ ત્રણ વસ્તુઓ અત્યંત ખરાબ છે. આ વસ્તુઓ ન જ વાપરવી જોઈએ.”
કેટલાંક સંયમીઓને ગોચરીમાં ગોળ વાપરવાની ટેવ હોય છે. શિયાળામાં કેટલાંક સંયમીઓ કાજુ વાપરતા હોય છે. અને આંબિલો કરનારા કેટલાક સંયમીઓને આંબિલની અડદની દાળ ખૂબ જ ભાવતી હોય છે. એ ઉપરાંત અડદના ઢોકળા, અડદીયાપાક વગે૨ે અડદની વસ્તુઓ પણ વાપરતા હોય છે. યોગીપુરુષ તો કહેતા કે આટલી વસ્તુઓનો બધાએ સદંતર ત્યાગ કરવો જોઈએ.
અહીં બાધાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે ગોળનું પાણી, ગોળની બનેલી વસ્તુઓનો નિષેધ નથી. પણ કાચા ગોળનો નિષેધ છે. અને એ પણ રોજીંદા વપરાશમાં, જૈનોની વસતિવાળા સ્થાનોમાં વાપરવાનો નિષેધ છે. ગામડાઓમાં અજૈનોની ગોચરી વા૫૨વાનો પ્રસંગ આવે ત્યારે દાળ-શાકાદિ ન મળવાથી ગોળ-રોટલી, ગોળ-રોટલાથી જ ચલાવવું પડે. એ વખતે નિર્દોષ ગોળ પ્રમાણસર વાપરવાનો નિષેધ નથી. ટુંકમાં નિર્દોષ ગોચરી માટે ગોળ વાપરવો આવશ્યક હોય તો એની ના નથી. પણ એ સિવાય ગોળ વાપરવાની નિષેધ છે.
એમ ચોખ્ખા કાજુની જ અ બાધા સમજવી. કાજુની બનેલી વસ્તુઓનો આમાં નિષેધ નથી. અડદની દાળ ક્યારેક વાપરવાનો નિષેધ નથી. મોટા રસોડામાં ક્યારેક અડદની દાળ જ બનાવેલી હોય તો એ જ વાપરવી પડે. એટલે એની ના નથી. પણ મોટી ઓળી કરનારાઓ રોજેરોજ આંબિલ ખાતાની અડદની દાળ જ વાપરે એ યોગ્ય નથી. માટે એની બાધા સમજવી. એ જ વાત અડદના ઢોકળા વગેરે માટે સમજવી.
છતાં સંયમીઓ પોત-પોતાની વિવક્ષા પ્રમાણે છૂટ રાખી-ન રાખીને બાધાઓ લઈ શકે છે. ૪૯. હું વાપર્યા પછી પાત્રાઓ-તરપણીઓ ત્રણવાર પાણીથી ધોઈશ. એક-બે વાર નહિ :
ગચ્છાચારમાં કહ્યું છે કે ⟩લુખા ખાખરા, લુખા ચણા જેવી અલેપકૃત વસ્તુઓ વા૫૨ી હોય તો એ પાત્રા ત્રણ પાણીથી ધોવા. અલ્પલેપવાળી વસ્તુઓ વાપરી હોય. (આંબિલની દાળ વગેરે) તો એ પાત્રા પાંચ વાર ધોવાના. અને દૂધ-ઘી, તેલ વગેરે વિગઈઓ કે વિગઈઓવાળા પદાર્થો વાપર્યા હોય તો એ પાત્રા સાતવાર ધોવા. (ઘી ચોપડેલી રોટલી, ઘી કે તેલના વઘારવાળું શાક વગેરે બધું આમાં સમજી લેવું.)
આજે મોટાભાગે આપણી ગોચરી અલ્પલેપકૃત કે બહુલેપકૃત હોય છે. એકાસણા-બેસણાદિ કરનારાઓએ તો વિગઈનો વપરાશ હોવાથી સાત પાણીથી પાત્રા ધોવા પડે.
જો પાત્રાઓ બરાબર ન ધોવાય તો એ ખોરાકની ગંધ એમાં રહી જાય. એ ગંધને કારણે ઉનાળા વગેરેમાં તથા એ સિવાય પણ કીડી વગેરે જીવો ખેંચાય, એમાં ચોંટે. આમા પાત્રાઓ જીવોથી વ્યાપ્ત સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૭૫)