________________
પડશે’ એવો ભય સતાવે. આ નિયમમાં કંઈ જ છોડવાનું નથી. કંઈ જ દુઃખ વેઠવાનું નથી. માત્ર પાસે જ ૨હેલી મુહપત્તીને મોઢે લગાડવાની છે. શું એટલું પણ આપણે ન કરી શકીએ ?
છેવટે મુહપત્તીને બદલે પાંગરણીનો છેડો, કપડાનો છેડો, પસીનાનો ટુકડો પણ બરાબર મોઢા પાસે ઢાંકી દઈને બોલીએ તો પણ એ આ બાધામાં ગણાશે.
ગોચરીમાં બે ય હાથમાં ત૨૫ણી વગેરે હોવાને લીધે મુહપત્તીનો ઉપયોગ રાખીને બોલવું શક્ય ન હોય તો એટલા પુરતી આ નિયમમાં છૂટ લઈ શકાય. એમ પ્રતિક્રમણમાં વાંદણા વખતે મુહપત્તિનો ઉપયોગ ન રાખીએ તો પણ એ શાસ્ત્રીયવિધિ જ હોવાથી એમાં કોઈ દોષ નથી. કાઉસ્સગ્ગ પારતી વખતે હાથ સીધા રાખીને જ મો અરિહંતાણં' બોલવાનું છે અને પછી જ હાથ ઉંચા કરવાના છે. એટલે એ વખતે એ ‘મો અરિહંતાĪ' પદ પણ મુહપત્તીના ઉપયોગ વિના બોલવાની શાસ્ત્રીય વિધિ જ હોવાથી એમાં પણ કોઈ દોષ ન સમજવો.
આ બાધા હોય તો વગર કામના બોલાતા ઘણા શબ્દો ઓછા થઇ જાય. મન ઉપર સતત ભાર હોય કે ‘મુહપત્તી વિનાં બોલવાનું નથી.' એટલે પછી જ્યારે મુહપત્તી હાથમાં ન હોય ત્યારે બોલવાનું
અટકી જ જાય.
વળી સંયમીઓ જરાક ધ્યાન આપશે તો એમને ખ્યાલ આવશે કે જ્યારે કોઈપણ સંયમી ઠઠ્ઠામશ્કરી, હસી-મજાક કરતો હોય છે. ત્યારે એના મુખ પાસે પ્રાયઃ મુહપત્તી હોતી નથી. અર્થાત મુહપત્તીના ઉપયોગપૂર્વક ઠઠ્ઠા-મશ્કરી વગેરે ક૨વા લગભગ અશક્ય છે. એમ કોઈ સંયમી ક્રોધમાં હોય, ગમે તેમ બોલતો હોય તો એ વખતે પણ પ્રાયઃ મુહપત્તીનો ઉપયોગ હોતો નથી.’ એટલે કે મુહપત્તીના ઉપયોગપૂર્વક બોલવાની ક્રિયા જ એવી છે કે એ આત્માના ક્રોધ-કષાય-અતિહાસ્યાદિ પરિણામોને વધતા અટકાવે છે.
એટલે આ નિયમને કડકાઇથી પાળનારાઓમાંથી અતિહાસ્ય-અતિક્રોધ વગેરે દોષો ઘણા ઓછા
થઈ જશે.
૩૩. જ્યારે કારણસર આધાકર્મી ગોચરી વાપરવી પડે, ત્યારે એમાં મીઠાઈ-તળેલું વગેરે વિશિષ્ટ વસ્તુઓ નહિ વાપરું :
ગોચરીના ૪૨ દોષોમાંથી સૌથી મોટી કક્ષાના દોષોમાં ગણાતો એક દોષ એટલે આધાકર્મી ગોચરી. (મૂલદોષ એનાથી પણ મોટો છે. પણ એ દોષ સેવન પ્રાયઃ નહિવત હોય છે.) પિંડનિર્યુક્તિમાં એનો અર્થ કર્યો છે કે (૨)‘સાધુને વહોરાવવા માટે જ જે વસ્તુઓ બનાવવામાં આવે તે બધી વસ્તુઓ આધાકર્મી કહેવાય.’
સંયમીએ પોતાના માટે રસોઈ વગેરે બનાવવાનું ન કહ્યું હોય છતાં કોઈક શ્રાવક ભક્તિભાવથી સંયમીનો લાભ લેવા માટે શીરો-રોટલી-શાક વગેરે કંઇપણ બનાવે તો પણ એ આધાકર્મી જ કહેવાય. કેટલાંક સંયમીઓના મનમાં એવી ભ્રમણા છે કે,“અમે જ્યારે સામે ચાલીને કોઈપણ વસ્તુ ગૃહસ્થો પાસે બનાવડાવીએ, ત્યારે જ તે જ વસ્તુ આધાકર્મી કહેવાય. અને એટલે ગૃહસ્થો પોતાની મેળે
જ સંયમીઓ પ્રત્યેના ભક્તિભાવથી કંઈક બનાવે તો એ આધાકર્મી ન કહેવાય.”
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૫૫)