________________
પ્રતાવના કલિકાલસર્વજ્ઞ, કરોડો શ્લોકોના રચયિતા ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજાના આ શબ્દો ઉપર કદી ? ધ્યાન દીધું છે ખરું? કે “વીસીઈમિપ્રવૃત્તિમતુરં” (પરમાત્મા મહાવીરદેવ દ્વારા આ અતુલ=અજોડ= કોઈની સાથે તુલના ન કરી શકાય એવું શાસન તીર્થ પ્રવર્તેલું છે.)
કદી મહોપાધ્યાય, પરમશાસનભક્ત યશોવિજયજી મહારાજાના આ શબ્દો શ્રવણે સાંભળ્યાછે ખરા? કે “શાસન તાહરું, અતિ ભલું. જગ નહિ કોઈ તસ સરખું રે.તિમ તિમ રાગ ઘણો વધે, જેમ જેમ જુગતિ શું પરખું છે રે.”હેવીર ! તારું શાસન ખૂબ ખૂબ ભલું છે. આ ચૌદરાજ લોકમાં તારા શાસન જેવું કોઈ શાસન નથી. જેમ જેમ છે ૪ યુક્તિઓ પૂર્વક તારા શાસનની પરીક્ષા કરું છું. તેમ તેમ મારો તારા શાસન પરનો રાગ વધતો જ જાય છે.
જરાક એ મહામહોપાધ્યાયજીના નીચેના વચનો પણ ધ્યાનથી સાંભળજો . (૧) તુજ વચનરાગ સુખસાગર હું ગણું, સકલ સુર-મનુજ-સુખ એક બિંદુ
અર્થ : હે વીર ! તારા વચનો ઉપરનો, તારા શાસન ઉપરનો જે મારા હૃદયમાં રાગ પડ્યો છે, એનું જ સુખ હું સાગર જેટલું ગણું છું. એની સામે તમામ માનવીય સુખો અને તમામ દૈવિક સુખો મારા માટે બિંદુ ? ૪ સમાન છે. ૪ (૨) સર્વ દરિસણ તણું મૂલ તુજ શાસન, તેણે તે એક સુવિવેક થુણિએ. છે. આ સાંખ્યો, બૌદ્ધો, વેદાંતીઓ, નૈયાયિકો વગેરે તમામ દર્શનોનું મૂલ તો હે પરમાત્મન્ ! તારું જ શાસન છે. માટે જ તારા એ શાસનની અમે અત્યંત વિવેકપૂર્વક સ્તુતિ કરીએ છીએ.
(૩) તે ગુણ વીરનો હું કદિ ન વિસારું, સંભારું દિન-રાત.
પશુ ટાળી સુરરૂપ કરે જે, સમક્તિને અવદાત.
હે વીર! તારા તો અનંતા ગુણો છે. કેટલા યાદ કરું? પણ મને ઉપયોગી થનારો તારો આ ગુણ, તારો છે જે ઉપકાર હું કદિ ભુલી શકતો નથી. દિવસ-રાત હું એને યાદ કરું છું. તે મને સમ્યગ્દર્શનની ભેટ આપી મારી છે જ પશુતાને દૂર કરી. મને માનવ નહિ પણ દેવ બનાવી દીધો. એ તારો ઉપકાર હું કદિ ભુલી ન શકું.
(૪) આણા તાહરી જો મેં શિર ધારી, તો શું કુમતિનું જોર.
તિહાં નહિ પ્રસરે રે બલ વિષધર તણું, કિંગારે જિહાં મોર. તારું શાસન, તારી આજ્ઞા મેં મસ્તકે ધારી છે. હવે કુમતિઓનું જોર શી રીતે હોઈ શકે? ભલા, જ્યાં ? મોરલો ટહુકાર કરતો હોય ત્યાં ભયંક સાપોનું બળ પ્રસરે જ શી રીતે ? જ જિનશાસન, જિનાજ્ઞા, ભગવાન મહાવીર દેવ પ્રત્યેની ઉંચા આભને આંબતી આવી બેનમૂન સેંકડો ૪ કડીઓ એ મહોપાધ્યાયજીના અંતરનો-નાભિનાં વણથંભ્યો નાદ છે.
તો શાસનપ્રભાવક સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાનો ધ્વનિ પણ જુઓ. यदीयसम्यक्त्वबलात्प्रतीमः भवादृशानां परमाप्तभावम् । कुवासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै जिनशासनाय ।