________________
છે જ ત્યાં કાગળો પરઠવી શકાય ત્યાં સુધી કદાચ એ માટી સચિત્ત હોય. ૭૨ કલાકમાં એ માટી અચિત્ત છે જ થઈ જાય એવો વ્યવહાર અમારા સમુદાયમાં છે. બીજા સમુદાયના સંયમીઓએ પોતપોતાની રીતે ? જ પોતપોતાના સમુદાયનો વ્યવહાર જાણી લેવો.)
ચોમાસા વગેરેમાં ભેજવાળું વાતાવરણ હોય અને સૂર્યનો તડકો ન પડતો હોય તો પછી ત્રણ ? જે કરતા વધારે દિવસ રાહ જોવી પડે. શિયાળા-ઉનાળામાં વાંધો લાગતો નથી.
નદીના સુકા તટની રેતીમાં પણ પરઠવી શકાય. પણ ત્યાં જો ગામના લોકો અંડિલ-માત્ર કરતા જ જ હોય તો એ માત્રુ નીચે દાટેલા કાગળ વગેરેને અડતા જ્ઞાનની આશાતના થાય. એટલે જ્યાં કોઈ અંડિલ ? છે વગેરે ન જ બેસતા હોય ત્યાં ઉપરની અચિત્ત રેતી દૂર કરી નીચે કાગળો ઢાંકી પછી ઉપર અચિત્ત રેતી છે છે ઢાંકી દેવી.
આ બધું સંયમીઓએ જાતે જ કરવાનું છે. ગૃહસ્થોને આ કામ ન સોંપાય. પણ જો સંયમીઓને ૪ છે આ બધું કરતા જોઈને અજૈનો કંઈક ઉંધું-ચત્ત વિચારતા હોય, જો તે તે સ્થાને સંયમીઓની આવી પ્રવૃત્તિ જ છે ઉચિત ન લાગતી હોય તો પછી અપવાદમાર્ગે પરિપક્વ શ્રાવકને બધું સમજાવી દઈને વિરાધના ન થાય ? જ એ રીતે એના દ્વારા પારિઠાવણી કરાવવી ઉચિત લાગે છે.
છાપાઓ કે પત્રિકાઓ વગેરેની પારિઠાવણી સંયમીઓએ કરવાની જરૂર નથી. એની # $ જવાબદારી સંયમીઓની નથી.
જેટલો વધારે પત્ર વ્યવહાર રાખશો એટલા વધારે કાગળો પરઠવવામા આવશે. અને કાગળ જ છે પરઠવવાની જગ્યા જલ્દી જલ્દી મળતી નથી. એટલે જો સંયમનો ખપ હોય તો લખવાનું ખૂબ ઓછું કરી છે જ દેવું. નોટ વગેરેમાં પણ કોઈ પણ જગ્યા ખાલી ન જવા દેવી. બધાનો ઉપયોગ કરી લેવો. કેટલાંકો જ : પાનાની એક જ બાજુ લખતા હોય છે, બીજી બાજુ આખી ખાલી છોડી દે. કેટલાંકો માત્ર બે લીટીનો ? જે પત્ર લખે તો ય આખું પાનું ફાડીને આપી દે. કેટલાંકોને મહિને મહિને બે-ચાર પૈડ ખાલી થઈ જાય. ૪
આ બધું ઉચિત છે કે કેમ ? એ દરેકે જાતે જ વિચારી લેવું.
એક મહાન આચાર્ય ભગવંત છાપાઓની ચારે બાજુની કિનારની ખાલી પટ્ટીઓ કાપી લઈને ૪ ? એમાં લખતા, પણ ચોખ્ખા-નવા કાગળો ન લેતા, ન બગાડતા.
આજે આવા આદર્શ સંયમીઓની ખૂબ જરૂર છે. •
૧૯. હું ઓછામાં ઓછા દશવૈકાલિકસુત્ર, આવશ્યક નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, છે ઉતરાધ્યયનસૂત્ર, આચારાંગસુત્ર આ પાંચ શાસ્ત્રો ટીકાપૂર્વક વાંચ્યા પહેલા તો વ્યાખ્યાન આપવાના શરૂ જ નહિ જ કરું? ૪ અત્યારે જો શાસ્ત્રની વાતો કરવા જઈએ તો મશ્કરીને પાત્ર બનવા જેવું થાય છે. શાસ્ત્રકારો કહે ૪ છે છે કે, (૧૯) “અગીતાર્થને તો બોલવાનો પણ નિષેધ છે, તો પછી અગીતાર્થ દેશના તો શી રીતે આપી ? જ શકે?”
ઉપદેશરહસ્ય, આચારાંગ વગેરેમાં દેશના આપવાને સુપાત્ર કોણ ?' એ માટેના અનેક ગુણો ૪ બતાવ્યા છે. જેમાં ગીતાર્થતા અને સંવિગ્નતા મુખ્ય છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૪૦)