________________
પોસ્ટકાર્ડ પોસ્ટમેન લઈ જાય અને છેક સરનામે પહોંચાડે, ત્યાં સુધીમાં થનારી બધી વિરાધનાની છે જ અનુમોદના પોસ્ટકાર્ડ લખનારા સંયમીને લાગે.
આ બધી વાસ્તવિકતા હોવાથી જ સંયમીઓએ બાહ્ય બધા સંબંધો ત્યાગીને એક પણ પત્ર લખવો ? છે જ ન પડે એવી અંતર્મુખતા સાધી લેવી જોઈએ.
છતાં એટલી બધી અંતર્મુખતા સાધી ન જ શકાય તો છેવટે સાપેક્ષભાવ તરીકે આ નિયમ લેવો છે કે જેટલા પત્રો હું લખું એટલા લોગસ્સનો મારે ઉભા ઉભા કાઉસ્સગ્ન કરવો.
ઘણીવાર તો ચોમાસામાં સંયમી પોસ્ટકાર્ડ, ટિકીટ વગેરે જે સ્ટેશનરીઓ વહોરે છે, એ જોઈને જ જ શ્રાવકો ય હેબતાઈ જાય છે. ભક્તિથી વહોરાવે તો ખરા પણ મનમાં વિચારે ય ખરાં કે “સંસારી કોણ? ? છે જેને બાહ્ય પદાર્થો સાથે વધુ સંબંધ હોય એ સંસારી. જેને બાહ્ય પદાર્થો સાથે ઓછામાં ઓછા સંબંધો છે જ થાય એ સારામાં સારો સંયમી. અહીં તો અમે આખા વર્ષમાં જેટલા પત્રો નહિ લખતા હોઈએ એટલા જ જ સંયમીઓ લખે છે. શું સમજવું?”
માટે ફરી ભારપૂર્વક કહું છું કે શક્ય હોય એટલા પત્રવ્યવહાર બંધ જ કરવા. છતાં જે હું જે પત્રવ્યવહાર કરવા જ પડેસ એના સાપેક્ષભાવ રૂપે આ નિયમ કે એના જેવો કોઈ બીજો નિયમ (બાંધી છે નવકારવાળી વગેરે રૂપ) સ્વીકારવો.
૧૭. હું પશુ-પંખીઓના અવાજ નહિ કરું અને તોતડા-બોબડા વગેરેના ચાળા નહિ પારું જ મશ્કરી કરવાના સ્વભાવવાળા સંયમીઓ કેટલીકવાર બાળકોને ગભરાવવા માટે “ભો ભો!' છે એમ કુતરના અવાજો કરે. ક્યારેક વળી પાઉં...” બિલાડીના અવાજો કરે. કોઈ ડરપોક સંયમીને જ ગભરાવવા માટે ભૂત-પ્રેતનો રોલ પણ ક્યારેક કો'ક સંયમી ભજવી લેતા હોય છે. જ એમ કાગડા, ચકલીના અવાજો ય હોંશિયાર (!) સંયમીઓને આવડતા હોય છે.
તો કેટલાંક સંયમીઓ કોઈક તોતડા-બોબડા સંયમી વગેરેની મશ્કરી કરવા માટે પોતે પણ એની જ જેમ જાણી જોઈને તોતડું બોલે. કોઈકને હસાવવા માટે ય તોતડું બોલે. કોઈક સંયમીની ચાલવાની પદ્ધતિ છે છે જરાક વિચિત્ર હોય તો બીજો સંયમી બાકીનાઓને પેલા સંયમીની ચાલવાની એક્શન પોતે એવી રીતે $ જ ચાલીને બતાવે. બધા હસે. કોઈકની વળી ગોચરી વાપરવાની પદ્ધતિ વિચિત્ર હોય તો બીજો સંયમી જ એના ચાળા પાડી, એના જેવી જ એકશન કરી બધાને હસાવેં. જ એક ગ્રુપમાં વૃદ્ધ સાધુને વાયુ પ્રકોપના કારણે ચાલુ પ્રતિક્રમણમાં પણ મોટા મોટા બગાસા રોજ
આવતા. એ વખતે બીજો એક સંયમી જેવા આમના બગાસા શરૂ થાય એટલે એમના તરફ મોઢું કરી છે જ પોતે પણ જોર-જોરથી બગાસા ખાવા માંડે. શ્રાવકો જુએ પણ શું બોલે ?'
સરકસના જોકરોને શોભે એવી પ્રવૃત્તિ જો સંયમીઓ કરતા થઈ જાય તો પછી આ મહાન ૪ જ શાસનની રખેવાળી કોણ કરશે?
પ્રત્યેક સંયમી જૈનશાસનનો સુભટ છે. એણે તો પ્રત્યેક પળે ગંભીર બની અત્યંત જાગ્રત રહીને જ જ શાસનની-સ્વસંયમની રક્ષા કરવાની છે. એ આવી ઠઠ્ઠામશ્કરીનો બાદશાહ બને તે શી રીતે પરવડે? જ મુખ્યત્વે સંયમીઓના મુખ ઉપર બે હાવભાવ ખૂબ શોભે છે: (૧) પોતાના દોષો બદલ, શાસનની ચિંતા ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ = (૩૮)