________________
કે સંવિગ્નપાક્ષિક સિવાય બીજા કોઇમાં ન સંભવે.
એટલે સંયમીઓ આ ખૂબ ગંભીરતાથી જાણી લે કે નિયમો લઈને આત્મકલ્યાણ વધુ નજીક ન લવાય તો ય આચારસંપન્ન સંયમીઓની નિંદા-મશ્કરી તો ન જ કરાય. એમના દોષોને આગળ કરીને એમના ગુણોને ઢાંકવાનું કે એ ગુણોને પણ વખોડી નાંખવાનું કૃત્ય ન કરાય.
દા.ત. “અરે ! આ સંયમી રોજ ત્રણ ટાઇમ વાપરે છે. એ દિવસની ૨૦ ગાથા ગોખતો હોય તો એ શા કામની ?” અહીં ત્રણ ટાઇમ ભોજન રૂપ દોષને આગળ કરીને ૨૦ ગાથા ગોખવા રૂપ ગુણને વખોડવામાં આવે છે.
“આ વ્યાખ્યાનકાર તો છાપાઓ વાંચે છે. એ હવે વ્યાખ્યાન દ્વારા ઘણાઓને ધર્મમાર્ગે જોડતો હોય તો ય એના વ્યાખ્યાનની કાણીકોડીની પણ કિંમત નથી.” અહીં પણ એના વાંચવા રૂપ દોષને આગળ કરીને એના પરોપકાર=ધર્મદેશના રૂપ ગુણને વખોડવામાં આવે છે.
કેવું આશ્ચર્ય છે કે માત્ર દોષ જ વખોડવા લાયક છે એના બદલે ગુણોની નિંદા કરાય છે. ખરેખર તો સાચા ગુણવાન વ્યક્તિમાં જો કોઈ દોષો દેખાઈ જાય તો પણ એ જાહેરમાં બોલવા ન જોઈએ. વધુમાં વધુ તો એ જ વ્યક્તિને એ દોષો પ્રેમથી જણાવીને એ દૂર કરવાનો પ્રયત્ન કરાય. પણ એ સાચા ગુણવાન વ્યક્તિના દોષોને બધાની સામે બોલીને, એની નિંદા કરીને એને હલકો ચીતરવાનું કામ ન કરાય.
એટલે તમામ સંયમીઓ આ ખાસ ધ્યાનમાં લે કે શક્તિ પ્રમાણે વધુમાં વધુ નિયમો લેવા. છતાં જો એ ન લેવાય તો બાકીના આચારસંપન્ન સંયમીઓની ખૂબ અનુમોદના કરવી. બીજાઓને આચારસંપન્ન બનવાની પ્રેરણા કરવી. એમના પક્ષપાતી-ગુણરાગી બનવું. આટલું હશે તો ય તમે મોક્ષમાર્ગના મુસાફર બનશો.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩)
0000000000000000000000