________________
(૪. ભગ્રહોની આવશ્યકતા ઘણાને મનમાં એવું પણ થાય કે, “હવે પાંચ મહાવ્રતો રૂપી મોટા નિયમો લીધા પછી બીજા છે ? વળી ક્યા નિયમો લેવાના બાકી છે ?”
કોઈકને એવા વિચારો આવે કે “દીક્ષા લીધી એટલે એમાં આ પ્રતિજ્ઞા હતી જ કે “મારી છે જે શક્તિ પ્રમાણે તમામ જિનાજ્ઞા પાળીશ જ. એટલે એમાં બધા જ નિયમો પાળવાની બાધા ગર્ભિત રે ઇ રીતે આવી જ ગઈ હોવાથી હવે આ નવા નિયમો લેવાની કોઈ જ જરૂર નથી.”
આની સામે ચર્ચા-વિચારણા કરવાને બદલે આગમરહસ્યોનું પુષ્કળ પાન કરી ચૂકેલા જ ૪ મહામહોપાધ્યાય યશોવિજયજી મ.સાહેબ શું કહે છે? એ જ જોઈ લઈએ.
ઉપદેશ રહસ્યમાં તેઓ જણાવે છે (૪) સંયમીઓએ એક પળ પણ અભિગ્રહો લીધા વિના જીવવું છે કલ્યાણકારી નથી.” અર્થાત્ સંયમીનું આખું જીવન અનેક અભિગ્રહોથી એવું તો ઘેરાયેલું હોય કે એમાં છે કોઈ પણ પાપો પ્રવેશ કરી જ ન શકે.
ગચ્છાચારમાં પણ કહ્યું છે કે () “સંયમીઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી અનેક જ જ અભિગ્રહોને ધારણ કરનારા હોય.”
ખુદ શ્રમણ ભગવાન મહાવીરદેવે સર્વવિરતિ લીધા બાદ એક પ્રસંગ બનવાને લીધે (૧) જ્યાં ? અપ્રીતિ થાય ત્યાં ન રહેવું, (૨) ગૃહસ્થોનો આદર ન કરવો, (૩) મૌન રાખવું વગેરે અભિગ્રહો લીધા છે
છે. શું પ્રભુએ સર્વવિરતિ લીધી ત્યારે એમાં “અપ્રીતિવાળા સ્થાને ન રહેવું...' વગેરે નિયમો આવી નથી ? જ જતા? તો પછી પ્રભુએ શા માટે આ બધા અભિગ્રહો લીધા? .
એટલે વધુ પ્રમાણમાં નિશ્ચયનયની વાત કરી તો તો સર્વ પાપોની વિરતિ એ જ સર્વવિરતિ છે. જે છે એમાં બધા પાપોના ત્યાગના નિયમ આવી જાય છે. પણ એ રીતે સ્થૂલ રીતે લીધેલી પ્રતિજ્ઞામાં નાના છે જ મોટા વ્યક્તિગત પાપોનો ત્યાગ કરવાનો પરિણામ ઉત્પન્ન નથી થતો એ પણ અનુભવાય છે. જે
| સર્વવિરતિમાં વિગઈત્યાગનો નિયમ આવી જ જાય છે, છતાં સંયમીઓ વિગઈ વાપરે જ છે. પણ જ છે. જો મારે વિગઈ ન વાપરવી અથવા અમુક પ્રમાણમાં વાપરવી” ઈત્યાદિ નિયમ લેવાય તો પછી એમાં જે અપ્રમત્તતા ખૂબ રહે.
વધુ ચર્ચા અટકાવીને ટૂંકમાં એટલું જ જણાવું કે પ્રત્યેક પળે આપણી જાગ્રત અવસ્થા રહે. પ્રત્યેક જ પળે નિયમોનું સ્મરણ આપણને પાપોમાંથી બચાવતું રહે એ માટે આવા અભિગ્રહો ખૂબ ઉપયોગી છે. આ
યોગશતક કાર કહે છે કે પરમાત્મા મહાવીરદેવ તે જ ભાવમાં મોક્ષે જવાના હતા એટલે એમને આ અભિગ્રહો લેવાની કોઈ જ જરૂર ન હતી. છતાં તેઓએ ગોચરી સંબંધી અભિગ્રહોથી માંડીને જાત- ૪ જ જાતના અભિગ્રહો લીધા તે એટલા જ માટે કે તેઓ પોતાની શ્રમણ સંસ્થાને એ ઉપદેશ આપવા માંગે જ
છે કે “સાવધાન! સંયમીઓ ! જો તમારા દેવાધિદેવને પણ મોક્ષની સાધના માટે અભિગ્રહો લેવા જરૂરી જ લાગતા હોય તો તમારે તો અવશ્ય લેવા જ જોઈએ. જે પ્રતિપળ અપ્રમાદદશાને અનુભવનારા એવા જ પણ ભગવાનને અભિગ્રહોની કિલ્લેબંધી જરૂરી હોય તો પછી ડગલે ને પગલે પ્રમાદ તરફ ઢળી જનારા આ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૮)
જે