________________
શુht: મન્ત:-સંતિદ્ય પાત્રાપ્તિ પુની પ્રથમ ત્વ વાતિ તુષોન... ।– ઓઘનિર્યુક્તિ-૫૮૪
અર્થ : વાપર્યા પછી બાકી રહેલા ત્રણ કોળીયાનો સંલેખનકલ્પ કરવો. (અર્થાત્ ત્રણ કોળીયા પ્રમાણ સ્રોજન એ પાત્રામાં ઘસી ઘસીને પાત્રા સ્વચ્છ કરવા એમ જણાય છે.) જો ત્રણ કોળીયા પાત્રામાં ન હોય, તો માંડલીમાંથી બીજુ ભક્ત (ભોજન) તે પાત્રામાં નાંખી ત્રણ કોળીયા સ્થાપવા. (એક-એક કોળીયા દ્વારા ત્રણવાર પાત્રાને ઘસીને ચોખ્ખું કરવું.) વાપર્યા બાદ પાત્રાને સંલેખન કરીને (આંગળી દ્વારા, કોળીયાથી ઘસવા દ્વારા) પછી કલુષપાણી વડે પ્રથમ કલ્પ આપે. (પાત્રુ ધુએ)....
प्रतिग्रहं = भाजनं संलिख्य = प्रदेशिन्या निरवयवं कृत्वा, अलेपमर्यादया = अलेपं संलिह्य દશવૈકાલિક અધ્યયન-૫, ઉદ્દેશો-૨, ગાથા-૧ અર્થ : ભાજનને પ્રદેશિની=પહેલી આંગળી વડે અવયવ વિનાનું=ચોખ્ખું કરીને, લેપ ન રહે એ રીતે સ્વચ્છ કરીને
(४२) एवमुक्तेन सता गुरुणा दत्ते सति तेभ्यः प्राधूर्णकादिभ्यो यच्छेषं तद् भुञ्जीत गुरुणानुज्ञाते કૃતિ । – ઓઘનિર્યુક્તિ-૫૨૪.
–
અર્થ : (ગોચરી વહોરી લાવ્યા બાદ શિષ્ય ગુરુને ગોચરી બતાડે અને એમાંથી મહેમાનો વગેરેને ઉચિત વસ્તુ આપવા જણાવે) આ પ્રમાણે શિષ્ય વડે કહેવાયેલા ગુરુ લાવેલી ગોચરીમાંથી મહેમાન વગેરેને ઉચિત વસ્તુઓ આપે. એ પછી જે વધે એ ગોચરી લાવનાર સાધુ ગુરુ વડે અનુજ્ઞા થયે છતે વાપરે. અર્થાત્ ગુરુ વાપરવાની રજા આપે પછી વાપરે.
(४३) अणिगूहियबलविरिएण साहुणा ताव जेण होयव्वं । अब्भत्थणा ण कज्जा तेण विणा कज्जमुक्कट्ठे । अब्भत्थणं वि कुज्जा गेलन्नाईर्हि कारणेहिं तु । रायणियं वज्जित्ता ।
– સામાચારી પ્રકરણ ૧૧-૧૨
અર્થ : સાધુએ અવશ્ય અનિગૂહિત બલવીર્યવાળા થવાનું છે. અને માટે જ ઉત્કૃષ્ટ કામ વિના બીજા સાધુને પોતાનું કામ કરી આપવાની પ્રાર્થના ન ક૨વી. પરંતુ માંદગી વગેરે કારણો આવી પડે તો રત્નાધિક સિવાય બીજાઓને પોતાનું કામ કરી આપવાની પ્રાર્થના કરાય. (અહીં રત્નાધિક સિવાયના સાધુઓને પણ માંદગી વગેરે કારણોમાં જ કાર્ય સોંપવાની વાત છે. એનો અર્થ એ જ કે તેવા વિશિષ્ટ કારણ વિના તો નાનાઓને પણ કામ ન સોંપાય.)
(४४) वाससिसिरेसु वाओ बहिआ सीओ गिहेसु तु स उण्हो । विवरीओ पुण गिम्हे दिअराइ सत्थमन्नुन्नं । एमेव देहवाओ बाहिरवायस्स होइ सत्थं तु । विअणादिसमुत्थो वि अ सउप्पत्ती सत्थमन्नस्स ।
– યતિજીતકલ્પ - ૫૦
અર્થ : ચોમાસા અને શિયાળામાં બહાર ઠંડો પવન અને ઘરોમાં=બંધ સ્થાનમાં ગરમ પવન હોય. ઉનાળામાં બહારનો પવન ગરમ હોય અને અંદરનો પવન ઠંડો હોય. એમ દિવસ-રાતનો પવન પણ જાણવો. આ બધા પરસ્પર શસ્ત્ર બને. એ જ રીતે શરીરનો વાયુ (ઓડકાર, વાછૂટ) બહારના વાયુનું શસ્ત્ર બને. પંખા વગેરેથી ઉત્પન્ન થયેલો વાયુ પણ બીજાને માટે શસ્ત્ર બને.
धर्माभिभूतो निलयाभ्यन्तराद् बहिर्निर्गच्छति । पूर्वकृतछिद्रेषु वायुं प्रतिसेवते... ऊष्णंवा भक्तपानं પૂતિ । – યતિજીતકલ્પ-૫૦.
અર્થ : ગરમીથી પરેશાન થયેલો સાધુ ઉપાશ્રયમાંથી બહારના ભાગમાં આવે. ઉપાશ્રયમાં જે પહેલેથી .સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૫૧)