________________
2 શ્રીમંતો તૈયાર થશે જ કે લક્ષ્મીદેવીના ચડાવાની રકમ કરતા વધારે રકમથી જ પારણાના ચડાવાની શરૂઆત છે
કરશે. અને જો આવું થશે તો હજારો જૈનોના મનમાં સાચા સુંદર સંસ્કારો પડશે. લક્ષ્મી કરતા પ્રભુવીરને વધુ- ૪ કુણું વધુ મહત્ત્વ આપતા થશે. .
(‘લક્ષ્મીદેવી પ્રભુના ૧૪ સુપનમાંનું એક સુપન છે.” એવા સદ્ભાવથી એ સુપનનો ચડાવો લેવામાં ? છે તો લાભ જ છે. પણ શું અત્યારે લક્ષ્મીનો ચડાવો આ ભાવથી લેવાય છે ખરો ?) - આ ફરજ આપણી-સંયમીઓની છે.
જો સંયમીઓ જ લક્ષ્મીદેવીના ચડાવા વખતે બધાને હોંશે હોંશે પ્રેરણા કરે, હસી-મજાકમાં એ છે ચડાવાને વધુ મહત્ત્વ આપે તો મારી દષ્ટિએ આ ઉચિત નથી દેખાતું. ૪ શ્રાવકો આપણી વાત સ્વીકારે કે ન સ્વીકારે પણ એમને આ સમ્યમાર્ગની પ્રરૂપણા ભારપૂર્વક કરવી એ જવાબદાર પ્રત્યેક સંયમીની ફરજ બની રહે છે એમ મારું મંતવ્ય છે.
જો શ્રીમંતો સંયમીઓની પ્રેરણાથી લાખો-કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય, તો આ નાનકડી પ્રેરણા શું ? તેઓ ન સ્વીકારે? પર્ણ સંયમીઓના મનમાં બીજા બધા કાર્યોની જેટલી મહત્તા પડી છે એટલી જ મહત્તા આ છે આ કાર્યની સમજાશે ત્યારે જ તે ખરા હૃદયથી પ્રેરણા કરી શકશે. અને ત્યારે અવશ્ય એ પ્રેરણા ઝીલાશે. જે
ઉપરની આઠ બાબતો ઉપર પ્રત્યેક સંયમી તટસ્થ મનથી વિચારણા કરે. અને એની વાસ્તવિકતાને સમજીને એનો સ્વીકાર કરે એવી મારી હાર્દિક પ્રેરણા છે. એ પ્રેરણા સ્વીકારવી કે ન સ્વીકારવી એ તો સૌની જ આ ઈચ્છાની વાત છે.
આ આઠેય બાબતો શ્રાવકોને પણ સારી રીતે સમજાવાય એ જરૂરી છે. તમામ જૈનોને પ્રભુવીર પ્રત્યે સદ્ભાવ છે જ. માત્ર અજ્ઞાનતાને કારણે ઔચિત્ય-વિવેક ચૂકી જવાય છે. જો સમ્યફ બાબતનો ખ્યાલ આવે આ તો આ બાબતમાં સૌ કોઈ સહર્ષ તૈયાર થાય જ, કેમકે પ્રભુવીર સૌને વહાલા તો છે જ. જરૂર છે માત્ર સાચી છે કે સમજણની, માર્ગદર્શનની.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૪૩)