________________
સાવધાન ! અહીં મારે હજારો લોકોને દેશના આપવા દ્વારા શાસનપ્રભાવના કરવાની વાત છે નથી કરવી. રખે કોઈ એમ સમજે કે આ દેશના આપવાનો ઉપદેશ અપાઈ રહ્યો છે. ના, બિલકુલ જ નહિ. એ કામ તો અત્યંત સુપાત્ર વિરલ મહાપુરુષો જ કરી શકે, બધા નહિ.
મારે તો આપણા જીવનમાં પ્રતિપળે વણાઈ ગયેલ શાસનપ્રભાવના અને શાસનરક્ષાની વાત ? કરવી છે.
જે પળે જે સંયમી પ્રમાદ, આસક્તિ વગેરે દોષોને પરવશ બનીને જિનાજ્ઞાવિરુદ્ધ વર્તન કરી છે. છે બેસે છે. એ સમયે એ સંયમીએ જિનાજ્ઞારૂપી શાસનની રક્ષાને ગુમાવી દીધી ન કહેવાય ?
- જરાક દૃષ્ટાંત આપીને સમજાવું,
- બે સંયમીઓ પરસ્પર ઝઘડી પડે તો તેઓ “કલહ ન કરવો એ રૂ૫ જિનાજ્ઞાને તોડે છે. જ ૪ આત્મામાં ક્રોધ પરિણામ ઉત્પન્ન કરી શુભપરિણામ રૂપ ભાવશાસનને પણ હણે છે. અને બે ?
સંયમીઓને લડતા જોઈ કદાચ દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુનો ભાવ તુટી જાય, સંસાર તરફ જે પાછો વળી જાય, બીજા ય ગૃહસ્થો સંયમીઓ પ્રત્યે અસદુભાવવાળા બને તો એ તમામ જીવોમાં છે જ સંભવતા ભાવશાસનનો નાશ કરવાનું પાપ આ બે સંયમીઓને લાગે.
- એમ જે સંયમીઓ રોજેરોજ નિષ્કારણ આધાકર્માદિ ગોચરી વાપરે, તેઓ નિર્દોષ ૪ ગોચરી'રૂપ જિનાજ્ઞાને તોડે છે. પોતાના કોમળ પરિણામ રૂપ ભાવાજ્ઞાને પણ હણે છે અને રોજેરોજ જ આધાકર્માદિ બનાવવાથી કંટાળેલા ગૃહસ્થો સંયમીસમાજ પ્રત્યે તિરસ્કારવાળા બને તો તેઓના જ છે શુભ પરિણામોને પણ હણે છે:
આવા તો હજારો પ્રસંગો છે કે જેમાં સંયમી બાહ્ય જિનાજ્ઞારૂપ શાસનની રક્ષા નથી કરતો છે ૪ અને પરિણામે પોતાના અને બીજાના ભાવશાસનને મરણતોલ ઘા મારી દે છે.
અનંતસંસાર પણ વધારી દેવાની શક્તિવાળી આ ભુલ શું નાનકડી કહેવાય? શું એની ઉપેક્ષા જ જે કરી શકાય ? ઉપકારી દેવાધિદેવની જિનાજ્ઞાઓના ભાંગીને ભુક્કા કરવા એ શું કૃતજ્ઞતા ન ? જ કહેવાય? શું ખાનદાન સંયમીઓ કૃતઘ્ની બની શકે ? બેશક ! ન જ બને.
- એને બદલે જો સંયમીઓ પોતાના જીવનમાં પરમાત્માની પ્રત્યેક આજ્ઞાનું શક્તિ પ્રમાણે $ બરાબર પાલન કરે તો એમને અમાન-સમાન લાભો થાય.
(૧) એ જિનાજ્ઞા રૂપી શાસનની રક્ષા કરવાનો લાભ થાય.
(૨) જિનાજ્ઞા પાળવાથી પોતાનામાં જે શુભ-શુભતર પરિણામો પ્રગટે એનાથી પ્રચંડ પુણ્ય ૪ અને પુષ્કળ નિર્જરા પ્રાપ્ત થાય. પોતાના આત્માને જ ભાવશાસનની પ્રભાવના કરવાનો લાભ મળે. ?
(૩) જિનાજ્ઞાના વિશુદ્ધ પાલક સંયમીઓને જોઈને જોનારાઓ બોલી જ ઉઠવાના. “અહો! આ છે શું આ સંયમી છે ! જિનધર્મના સંયમીઓની સદાચાર-સંપન્નતા તો જુઓ !.આમ અનેક છે
આત્માઓ જૈનધર્મને, ચારિત્રધર્મને સન્મુખ થાય. તેઓમાં દીક્ષા લેવાના ભાવો ય પ્રગટે. એક છે ૪ સંયમીની વિશુદ્ધ જિનાજ્ઞાને જોઈને અનેક સંયમીઓ પણ એ જ રીતે એ આજ્ઞાને પાળવા માટે જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૫)