________________
iઉ. પસ્મોપકારી શ્રીસંઘ ઉપર અપાર શી રીતે થાય ?
શ્વેતાંબર સંપ્રદાયના આશરે ૧૦,૦૦૦ જેટલા સંયમીઓ ભારતભરમાં ફેલાયેલા છે. જે જે સંયમીઓ એક પૈસો પણ કમાતા નથી. જેઓનો પોતાનો સંપૂર્ણ જીવનનિર્વાહ શ્રીસંઘ ઉપર જ નભે છે. જ જ નથી આ સંયમીઓ પાસે પોતાનું ઘર કે નથી આ સંયમીઓ પાસે પોતાનું રસોડું ! એની પ્રત્યેક જ કે જરૂરિયાતો શ્રીસંઘ પુરી કરે છે.
૧૦,૦૦૦ સાધુ-સાધ્વીજીઓનો ભોજનનો વાર્ષિક ખર્ચ કેટલો? એમના માટે જે પાણીની આ વ્યવસ્થા કરવામાં આવે છે એનો વાર્ષિક ખર્ચ કેટલો? દસ હજાર સંયમીઓના વસ્ત્ર-પાત્રાદિનો વાર્ષિક ૪ જ ખર્ચ કેટલો ? તેઓની દવાઓ, ઔષધો, ઓપરેશન, ડોક્ટરોની ફી, વિહારના માણસો અને ૪
સાઈકલોનો ખર્ચ, ડોળી વગેરેનો ખર્ચ કેટલો ? સંયમીઓની ગોચરીનો ખર્ચ કેટલો ? ' જ એ ખર્ચની પાકી ગણતરી તો શી રીતે મંડાય? પણ અંદાજે વર્ષના ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા
શ્રીસંઘ સાધુ-સાધ્વીજીઓ પાછળ ખરચતો હશે. ભારતભરમાં ફેલાયેલા સાધુ-સાધ્વીજીઓના સ્થાનકોન ઉપાશ્રયોની જો કિંમત ગણીએ તો અબજો રૂપિયા શ્રીસંઘે સાધુ-સાધ્વીજીઓના નિવાસ સ્થાન માટે ખર્ચી છે A નાંખ્યા હોવાનો ખ્યાલ આવશે.
શું ક્યારેય એવું બન્યું ખરું કે ખાવાનું ન મળવાના કારણે કોઈ સાધુ-સાધ્વીઓ ભૂખ્યા રહ્યા જ ક હોય?
શું ક્યારેય એવું સાંભળ્યું ખરું કે પૈસાની સગવડ ન થવાના કારણે સાધુ-સાધ્વીઓની દવા- ૪ ઓપરેશન ન થઈ શક્યા અને માટે તેઓ કાળધર્મ પામ્યા? જ શું ક્યારેય એવું બન્યું ખરું કે રહેવાની જગ્યા ન મળવાના કારણે સાધુ-સાધ્વીઓએ રસ્તા ઉપર જ રાત પસાર કરવી પડી ?
શું ક્યારેય એવું બન્યું ખરું કે કોઈપણ જૈનઘરમાં સાધુ-સાધ્વીજીઓને પ્રવેશતા અટકાવવામાં તે આવ્યા અને એમ કહેવામાં આવ્યું કે “તમે બહાર ઉભા રહો. તમે અજાણ્યા છો. એટલે તમારા ઉપર જ જ અમને વિશ્વાસ નથી. બહારથી જ જે કામ હોય તે બોલો.” : ભારતના હજારો ઉપાશ્રયમાં સંયમીઓ બેરોકટોક પ્રવેશ કરી શકે, લાખો-કરોડો રૂપિયાના એ જ
વિશાળ ઉપાશ્રયમાં દિવસો અને મહિનાઓ સુધી રહી શકે એ ઉપકાર કોનો? 1 ભારતના કોઈપણ જૈનના ઘરમાં કોઈપણ ઓળખાણ-પિછાણ વગર કોઈપણ સંયમી પ્રવેશી શકે છે અને જરૂરિયાતની વસ્તુઓ પામી શકે એ ઉપકાર કોનો ?
જે ડોક્ટરોને દેખાડવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે. હજારો રૂપિયા ખરચવા પડે. જ એવા મોટા ડોક્ટરો પાસે કોઈ રાહ જોયા વિના, પૈસાની પરવા કર્યા વિના કોઈપણ સંયમી રોગચિકિત્સા જ ન કરાવી શકે એ ઉપકાર કોનો?
પોતાનો ઘરખર્ચ ચલાવવામાં કરકસર કરનારા શ્રાવકો સંયમીઓ માટે લાખો રૂપિયા પણ ખર્ચતા છે જ વિચાર ન કરે એ સંઘ કેટલો મહાન !
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૨૭).