________________
વિરાધનાઓની અનુમોદનાનો દોષ લાગે.
જેમ આધાકર્મી ગોચરી વાપરવામાં દોષો લાગે એમ આધાકર્મી પાટ વાપરવામાં દોષો લાગે. પ્રાચીનકાળમાં તો સંયમીઓ ચોમાસા વખતે જાતે ગૃહસ્થોના ઘરમાંથી પાટો લાવીને વાપરતા અને ચાર મહિના બાદ પાછી આપી દેતા. એટલે તેઓને દોષ ન લાગતા. પણ આજે શું ?
ચોમાસામાં પાટ વાપરવાની જે શાસ્ત્રાજ્ઞા છે, તેની પાછળનું કારણ એ છે કે ચોમાસામાં સાપ વગેરેનો ઉપદ્રવ વધારે હોય. સાપ ઊંચી પાટ ઉપર ચડી ન શકે માટે પાટ વપરાતી... આજે તો એકે ય ઉપાશ્રયમાં એક પણ વાર સાપ નીકળે એવી સંભાવના ઘણી-ઘણી ઓછી છે. એટલે જે કારણોસર પાટ વાપરવાની હતી એ કા૨ણો હવે દેખાતા નથી. બીજી બાજુ પાટ વાપરવામાં જુનાકાળમાં ન લાગતા ઘણા બધા દોષો આજે અનિવાર્ય બન્યા છે. જો પાટ વાપરવાની જ ન હોત તો ભારતના સંઘો ઉપર ૮૦૦૦ પાટો બનાવવાનો બોજો ન પડ્યો હોત. એક પાટ આશરે ઓછામાં ઓછાં ૧૦૦૦ રૂપિયાની થાય. એટલે માત્ર પાટ પાછળ શ્રી સંઘે ૮૦,૦૦,૦૦૦= એંસી લાખનો ખર્ચો કર્યો. (વળી નવી નવી પાટો બનાવવી પડે એ તો જુદી જ ગણવી.)
વળી આજે તો જમીન કરતા ઘણા ઊંચા સ્થાનમાં જ સંયમીઓને રહેવાનું હોય છે. દસ-પંદર પગથિયા ચડ્યા બાદ ઉપાશ્રયનો નીચેનો હોલ શરૂ થાય. પહેલા-બીજા માળના હોલ તો ઊંચા જ હોય. એટલે એ હોલની જમીન જ પાટનું કામ કરનારી ન બને ? એ વિચારણીય છે.
આ બાબતમાં વર્તમાનના ગીતાર્થ-સંવિગ્ન મહાપુરુષો ભેગા મળીને કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી ચોમાસામાં પાટ વાપરવાનો વ્યવહાર ચાલુ જ રાખવો. પણ શેષકાળમાં તો પાટ વાપરવાનો શાસ્ત્રોએ જ નિષેધ કર્યો છે. તો એ કાળમાં તો પાટ ન જ વાપરવી જોઈએ ને ?
વર્તમાનકાળને નજર સામે રાખીને આચાર્ય ભગવંતો, ઉપાધ્યાયજી ભગવંતો વગેરે પાટ વાપરે તો એ હજી કદાચ માન્ય ગણીએ પણ સામાન્ય સાધુ-સાધ્વીજીઓ પાટાદિનો ત્યાગ ન કરી શકે ? આજે પણ એવા આચાર્ય ભગવંતો છે કે જે વિદ્વાન, અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં પણ પાટ વાપરતા નથી.
હા ! માંદગીમાં, અતિ ભયંકર ઠંડીમાં કે એવા કોઈ ગાઢ કારણસર પાટ વાપરવી પડે તો એ જુદી વાત ! પણ એ સિવાય તો પાટત્યાગ કરી જ શકાય છે.
પાટની જેમ ટેબલો પણ સાધુઓ માટે જ બનતા હોવાથી આધાકર્મી હોય છે. એટલે ખરેખર તો એ પણ ન વપરાય. સાધુઓએ હાથમાં જ પ્રતના પાના રાખીને વાંચવાની ટેવ પાડવી પડે, છતાં જેઓ લેખનનું કામ ક૨તા હોય તેઓને ટેબલાદિ વિના લખવું કપરું પડે એટલે તે મહાત્માઓ લેખનાદિ માટે ટેબલ વાપરી શકે. બાકી બીજા સંયમીઓ ટેબલ ન વાપરે તો એ સારા માટે જ છે.
૧૬૦. હું રોજ સાથે રહેલા તમામ વડીલ સંયમીઓને વંદન કરીશ, રહી જાય તો છેવટે સ્થાપનાજી સામે તેમને વંદન કરી લઈશ :
જ્યારે બે-પાંચ સંયમીઓ જ સાથે વિચરતા હોય ત્યારે તો તેઓ પરસ્પર વંદન ક૨વાના જ છે. પણ ૨૦-૩૦ સંયમીઓના ગ્રુપોમાં આળસુ સંયમીઓ રોજ એક-બે-ત્રણ વંદન ક૨વાનું ચૂકી જતા હોય સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૯૬૬)