________________
મહત્ત્વની વાત હવે આવે છે કે જ્યારે આ રીતે સમાધિ ન ટકવાના લીધે ચાલુ વરસાદમાં ગોચરી જ વાપરવાનો વખત આવે ત્યારે કેટલાંક સંયમીઓ એમ વિચારતા હોય છે કે, “ચાલુ વરસાદમાં આપણાથી ૪ ? શી રીતે ગોચરી લેવા જવાય?” એટલે તેઓ ગૃહસ્થોને જણાવી દેતા હોય છે કે વરસાદના સમયે તમારે જ છે ઉપાશ્રયમાં જ ટીફીન લઈ આવવા. અમે એમાંથી વહોરીને વાપરી લઈશું.
જો બહાર ઘરોમાં ફરવાને બદલે એક સાથે જ બધું વહોરી લેવાની સુખશીલતાને પોષવા માટે ? જ આવું કરાતું હોય તો તે ખૂબ જ વખોડવા લાયક છે.
પણ ઉપર બતાવેલી ગેરસમજને લઈને આવું કોઈક સંયમીઓ કરતા હોય તો તેઓએ આ વાત જ જ સમજવા જેવી છે કે “જો આપણે ગૃહસ્થો પાસે ઉપાશ્રયમાં જ ગોચરી મંગાવશું. તો તેઓ તો સારી
સારી વસ્તુઓ ટિફીનમાં ભરીને લાવશે, એટલે આધાકર્માદિ દોષો લાગશે. વળી તેઓ તો સ્કૂટર- જ ગાડીમાં જ બેસીને ઉપાશ્રયે આવવાના. એમાં તો અતિભયંકર કક્ષાની અપકાય વગેરેની વિરાધના જ થવાની જ. એ બધી આપણા નિમિત્તે થઈ હોવાથી ઘણો મોટો દોષ સંયમીને લાગે.
એને બદલે જો સંયમી સ્વયં ચાલુ વરસાદમાં પણ ગોચરી લેવા જશે તો એ બરાબર કામળી ૪ ઓઢીને જશે. પાણીમાં ઓછામાં ઓછા ડગલા મૂકવા પડે એ રીતે ખૂબ જ જયણા સાચવીને જશે. એટલે જ ખૂબ જ ઓછી વિરાધના એના દ્વારા થશે. અને ઘરોમાં જઈને જે નિર્દોષ લાગશે એ જ વહોરશે એટલે
આધાકદિ દોષો પણ એને નહિ લાગે. આમ તે સંયમીને જાતે ગોચરી જવામાં ઓછો દોષ છે. માટે જ છે જ ચાલુ વરસાદમાં ગોચરી વાપરવી જ પડે તો ગૃહસ્થો પાસે ઉપાશ્રયમાં ગોચરી મંગાવવાના બદલે જાતે જ આ જ ગોચરી લેવા જવું.
હા ! અતિ ધોધમાર વરસાદ હોય તો એમાં જો સંયમી બહાર જાય તો આખો ને આખો પલળી જ જાય. પાતરાઓમાં ય સચિત્ત પાણી પહોંચી જાય. સંયમી નીતરતા પાણીવાળો બનીને ઘરોમાં જાય એ જ છે તો અત્યંત બેહુદુ લાગે. વસ્ત્રોમાંથી પાણી ટપકે, ગંદા કાદવવાળા પગલાઓ પડે આ બધું અત્યંત ખરાબ છે જ લાગે. એટલે એવા ધોધમાર વરસાદમાં તો ઉપાશ્રયમાં જ ગોચરી મંગાવવી પડે. આ જે નિયમ છે, તે જ મંદ-ઝરમર વરસાદ માટે સમજવાનો છે.
જ્યારે આવા કારણસર ગોચરી વહોરવી પડે ત્યારે પછી જે મળે એનાથી ચલાવી લેવું. અર્થાત્ છે. રોટલી-શાકાદિ માટે ઘણા ઘરોમાં ફરવાને બદલે ખાખરા વગેરે જે કંઈ જેટલું મળે એમાં ચલાવી લેવાની જ ટેવ પાડવી જોઈએ.
ટૂંકમાં ઓછામાં ઓછી વિરાધના થાય એ માટેનો યત્ન કરવો.
૧૩૦. હું શિયાળા અને ચોમાસામાં પાણી ઉકાળવાનો સમય બરાબર પૂછીશ અને એ રીતે છે ચૂનો નાંખવામાં જાગ્રત રહીશ :
ઉનાળામાં પાંચ પ્રહરનો કાળ હોવાને લીધે પાણી સૂર્યોદયના એક કલાક પહેલા ઉકાળ્યું હોય અને સંયમી સૂર્યાસ્ત બાદ પણ દોઢ કલાક બાદ તેમાં ચૂનો નાંખે તો પણ વાંધો ન આવે. પણ શિયાળાજે ચોમાસામાં પાણીનો કાળ ખૂબ જ સાચવવો પડે. એમાં ય ચોમાસામાં તો એક જ સ્થાને રહેલા હોવાથી
એમાં વિશેષ મુશ્કેલી ન પડે. માત્ર પાણી ઉકાળવાનો સમય જાણી લઈ એ મુજબ ચૂનો નાંખવો પડે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૪૨)