________________
( ૮૫. હું ફોટાઓ પડાવીશ નહિ. મારા ફોટા પાડનારા ગૃહસ્થને અટકાવીશ. જો ન જ અટકાવી છે જ શકું તો કામળી-કપડાદિ દ્વારા મુખ ઢાંકી દેવાનો, મુખ છુપાવવાનો પ્રયત્ન કરીશ.
કોઈક સંયમીને ફોટા પડાવવાનો ખૂબ શોખ હોય છે. ટુડીઓમાં જઈને પોતાના ફોટા પડાવે છે અથવા ફોટોગ્રાફરને બોલાવીને જાત-જાતના ફોટા લેવડાવે. ભોળા શ્રાવકોને કહે, “તમે યાદગીરી રૂપે છે તમારી સાથેનો મારો ફોટો રાખો.” અને એ માટે સાથે ઉભા રહી ફોટા પડાવે.
કોકને છાપામાં પોતાના ફોટા આવે એ ખૂબ ગમે. એ માટે છાપાવાળાઓ પાસે પોતાના ફોટા પડાવે. ] - કેટલાક વળી આવું તો ન કરે પણ ગૃહસ્થોના પ્રસંગોમાં જ્યારે હાજરી આપે અને ત્યાં ફોટા | જ પડતા હોય તો ત્યારે એમાં આનંદિત થાય અને એ રીતે એ ફોટાઓની અનુમોદનાનું પાપ લગાડે. હું છે. સંયમીએ જાતે તો ફોટા ન જ પડાવવા જોઈએ. પણ સામૈયુ, દીક્ષા વિગેરે પ્રસંગોમાં શ્રાવકો છે છે ફોટા પાડતા હોય તો એમને નમ્ર છતાં સ્પષ્ટ સૂચન કરી દેવું જોઈએ કે “તમે તમારા શુભપ્રસંગની સ્મૃતિ છે જ માટે ફોટા પાડો છો, એટલે એમાં અમે કંઈ કહેવા માંગતા નથી. પણ અમારા ફોટા નહિ પાડવાના.” જ જો ગંભીરતાપૂર્વક સાચા હૃદયથી આ સૂચન કરાશે તો શ્રાવકો પણ ફોટા નહિ પાડે. અંદરખાને જે સંયમીઓની નિઃસ્પૃહતા બદલ આનંદ પામશે. જ '' આમ છતાં વડીલોની હાજરી વિગેરે અનેક કારણોસર જો શ્રાવકોને ફોટા પાડતા ન અટકાવી જ શકાય તો પોતાનો કપડો મોઢા આગળ લાવીને કે મોટું નીચે ઢાળી દઈને જાતે તો એ ફોટાના સકંજામાંથી જ બચી જ શકાય છે.
આપણો ફોટો કોઈક પાડે, કોઈક રાખે અને એમાં આપણને આનંદ થાય, એનો બચાવ ન છે ૪ કરીએ” તો એમાં આપણો પોતાના ઉપરનો રાગભાવ સૂચિત થઈ જાય છે.
હા ! મહાન આચાર્ય ભગવંતો શ્રાવકાદિના ભાવોની વૃદ્ધિને માટે પોતાનો ફોટો તેઓ રાખતા ? જ હોય તો રાખવા પણ દે. પણ એ તો તે પૂજ્યોની અપાર નિઃસ્પૃહતા હોવાથી એમના માટે હજી યોગ્ય છે. ગણાય. બીજા સંયમીઓએ આમાં પડવા જેવું નથી.
આ નાનકડા છીંડામાંથી આજે એટલું મોટું બાકોરું પડી ગયું છે કે સંયમીઓ પોતાના ફોટાઓ છે જ લેમીનેશન કરાવીને સેંકડો ગૃહસ્થોને પ્રભાવનામાં આપવા લાગ્યા છે. એ પણ એવા સંયમીઓ કે જેઓ આ જ નથી આચાર્ય કે નથી કોઈ મહાન શાસન પ્રભાવક ! અને આ રીતે ફોટાઓ તૈયાર કરાવવા, એના 4 છે પૈસાઓ લઈને ભક્તોને આપવા વિગેરે ધંધા જેવી પ્રવૃત્તિમાં સંયમીઓના સંયમનું રક્ષણ શી રીતે થાય? છે
જેઓ આ બધું કરતા હોય એની નિંદા કરવાને બદલે એ દોષો આપણામાં પેસી ન જાય એ છે આ માટેની કાળજી કરવી.
આવા હળાહળ કળિયુગમાં નિઃસ્પૃહી, અનાસક્ત આવા મહાસંયમીઓની તાતી જરૂર છે.
૮૬. હું મારા ઉપર વીડિયો ઉતરવા નહિ દઉં. એને અટકાવીશ. છેવટે મુખ ઢાંકી દેવાનો પ્રયત્ન જે કરીશ. છે કેમેરાના ફોટાઓ કરતા પણ મોટો દોષ વીડિયોનો છે. કેમકે એમાં તો બધું જ હાલતુ ચાલતુ છે જ દેખાય. સંયમીના હાવ-ભાવ, હાસ્ય વિગેરે બધું જ વીડિયો ઉતાર્યા બાદ એની કેસેટ દ્વારા જોઈ શકાય.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૦૪