________________
૮૨. હું સવારે પાત્રા પોરિસી સમયસર ભણાવીશ. બહુ મોડી-વહેલી નહિ ભણાવું.
સૂર્યોદય પછી પોણો પ્રહર પસાર થાય ત્યારે પાટા પોરિસી આવે અને રાત્રે સૂર્યાસ્ત બાદ એક જ પ્રહર પસાર થયા બાદ સંથારા પોરિસી ભણાવવાનો આચાર સંભળાય છે. મોડી-વહેલી પાત્રા-પોરિસી જ ભણાવનારને શાસ્ત્રકારોએ૫૫) એક કલ્યાણકનું પ્રાયશ્ચિત્ત આપેલ છે.
ઘણા મહાત્માઓ આ બાબતમાં એવા કટ્ટર હોય છે કે ચાલુ વિહારમાં જેવો પાત્રાપોરિસીનો જ સમય થઈ ગયો હોવાની ખબર પડે કે તરત જ ત્યાં જ રસ્તા ઉપર યોગ્ય સ્થાને બેસી, પોરિસી ભણાવી પાત્રાપ્રતિલેખન કરીને પછી જ વિહાર કરે.
કેટલાંકો પોરિસી તો સમયસર ભણાવે પણ પાત્રો પ્રતિલેખન ગમે ત્યારે કરે. દા.ત. સ્થાને છે પહોંચવાની અડધો કલાકની વાર હોય અને પોરિણી આવી જાય તો ત્યાં જ પોરિસી તો ભણાવી લે પણ ૪ પછી પાત્રા પ્રતિલેખન ન કરે. સ્થાને ગયા બાદ ત્યાં પાત્રાનું પ્રતિલેખન કરે. (રસ્તામાં પાત્રાઓ જ ખોલવા-બાંધવાનો કંટાળો હોવાથી)
પાત્રા પોરિસીનો મુખ્ય આચાર તો પાત્રા પ્રતિલેખન કરવાનો જ છે. માત્ર પોરિસી જ ભણાવે છે અને પાત્રાઓનું પ્રતિલેખન ન કરે તો એનો સાર સિદ્ધ થતો નથી.
સમયસર પાત્રા પોરિસી ભણાવવા માટે ઘડિયાળ રાખવાની કોઈ જ જરૂર નથી. ઘડિયાળ ના જ હોવાને કારણે થોડું મોડુ-વહેલું થાય એ ચાલે પણ એ માટે ઘડિયાળની વિરાધના ન સ્વીકારાય. જ ઉપાશ્રયમાં રહેલી ઘડિયાળ દ્વારા કે શ્રાવકાદિને પુછીને સમય જાણી શકાય છે. પડછાયા ઉપરથી પણ છે જે સમય જાણી શકાય, પણ એ શીખવું પડે.
પોરિસી વખતે એક સંયમી મોટેથી બુમ પાડી બધાને જાણ કરે તો ખૂબ સરસ. ૮૩. હું દર્પણમાં, પાણીમાં, સ્ટીલની પરાતમાં મારું મુખ જોઈશ નહિ.
સંયમી સંયમમાં લીન બનીને પોતાના બાહ્ય દેખાવ-ઓળખને એવી તો ભુલી ગયો હોય કે જ કોઈક એ સંયમીને એનો જ સંસારીપણાનો ફોટો બતાવે. તો પણ એ સંયમી પોતાને જ ન ઓળખી શકે છે અને પછી બેસે કે “આ કોનો ફોટો છે ?”
પણ આવી અંતર્મુખતા પ્રગટેલી હજી સુધી જોવા મળી નથી. “પાંચમો આરો છે એટલે એ રે જ ટોચકક્ષાની અંતર્મુખતાની અપેક્ષા પણ ન રખાય. પણ પોતાના રૂ૫ ઉપર સંયમીને એવો રાગ હોય કે જ જેના કારણે ગૃહસ્થોના ઘરોમાં ગોચરી વહોરવા જાય અને છાની રીતે દર્પણમાં મોટું જોઈ લે તો એ છે ભયંકર બાબત કહેવાય. કો'ક સંયમી વળી દર્પણ પોતાની પાસે રાખતા હોય તો એને તો ઉપદેશ પણ છે # આપવાનો કોઈ અર્થ નથી.
દર્પણની જેમ ચોખા પાણીમાં, નવી સ્ટીલની પરાતોમાં રૂપદર્શન કરી શકતા હોય છે. આ ઘોર | જ પાપ સમજીને સંયમીએ એનાથી દૂર રહેવું જોઈએ. જે એક મુમુક્ષુ યુવાન મને કહે કે, “સાહેબ ! પોતાનું મોઢું જોવું, જોયા કરવું, એમાં રાગ કરવો છે એ પાપ છે એમ માનીને મેં દર્પણમાં મોટું જોવાનું છોડી દીધું છે. સ્નાન કર્યા બાદ વાળ ઓળવા માટે પણ દર્પણનો ઉપયોગ કરતો નથી. વગર દર્પણે કાંસકા દ્વારા ગમે તેમ વાળ ઓળી લઉં છું. પઆત્માની ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૦):