________________
એક ખુલ્લી પાણીવાળી ત૨૫ણીમાં ઘણી બધી કીડીઓ પ્રવેશીને મરી ગઈ હોવાનો પ્રસંગ પણ
જોયો છે.
હા ! બીજા સંયમીઓ આ વસ્તુઓ ખુલ્લી મૂકી દે તો એમાં આપણને દોષ ન લાગે. પણ આપણને જો દેખાય કે ઘડા વિગેરે ખુલ્લા પડ્યા છે. તો છેવટે આપણા પરિણામની કોમળતા સાચવવા એ ઢાંકી દેવા જોઈએ.
ઘડા ખાલી હોય તો એમાં પ્રવેશેલા જીવો મરી ન જાય. છતાં પ્રવેશ્યા બાદ બહાર નીકળવું અઘરું પડે એવું કદાચ બને. એટલે ઘડાઓ ખાલી હોય તો આડા મૂકવા પણ ઉભા ખુલ્લા ન મૂકવા એ યોગ્ય છે. ૭૯. હું રોજ કાનમાં કુંડલ નાંખીને કે માથાબંધન બાંધીને જ સંથારો કરીશ.
જો ઉંઘતી વખતે કાન ખુલ્લા રાખીને ઉંઘીએ તો કદાચ એવા નિર્જન ઉપાશ્રય વિગેરેમાં કાનખજુરા વિગેરે જીવો કાનમાં પ્રવેશી જાય. મોટી મુશ્કેલી ઉભી થાય. એમ ખુલ્લા કાન દ્વારા જો વાયુ ભરાઈ જાય તો શર્દી, કફ વિગેરે પણ થાય. એટલે રાત્રે સંથારો કરીએ ત્યારે કાનમાં કુંડલ કે માથાબંધનનો ઉપયોગ કરવો જ પડે.
કેટલાકો પ્રમાદ, કંટાળો વિગેરેને લીધે રાત્રે કુંડલાદિ નાંખતા જ નથી. એક સંયમીએ મને કહેલું કે “એણે દીક્ષા બાદ ચાર વર્ષ સુધી કુંડલાદિનો ઉપયોગ જ કર્યો ન હતો. એ પછી એને સમજણ આવતા કુંડલાદિ વાપરવાનું શરૂ કર્યું.”
શિયાળામાં કુંડલ કરતા માથાબંધન વધુ સારું પડે. ત્રણ-ચાર પડવાળું માથા બંધન બાંધવામાં આવે તો એમાં કાનમાં બિલકુલ પવન ન જતા ઠંડી-શર્દી ઓછી થાય. જ્યારે ઉનાળામાં પતલું માથાબંધન બાંધીએ તો ય આખું ભીનું થઈ જાય. ઊંઘમાં નીકળી પણ જાય. એટલે ઉનાળામાં કુંડલ અનુકૂળ પડતા હોય છે.
છેવટે જેવી જેની અનુકૂળતા ! કુંડલ પણ રોજ કાનમાંથી કાઢીને પડિલેહણ ક૨વા જોઈએ. પછી પાછા કાનમાં નાંખી શકાય. કેટલાંકો વળી કાનમાં નાંખેલા કુંડલ પંદર દિવસે પ્રતિલેખન કરે છે. એ બાબતમાં પોતપોતાની સામાચારી જાણીને પ્રવૃત્તિ કરવી. પણ સંથારો કરતી વખતે કાન બંધ કરવાની આજ્ઞા તો દરેકે પાળવી જ રહી.
૮૦. હું સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથરીને જ સંથારો કરીશ.
ગરમવસ્ત્ર (ઉનનું વસ્ત્ર)સીધું શરીરને સ્પર્શવું ન જોઈએ) એવી જિનાજ્ઞા છે. કેમકે ગરમવસ્રનો સીધો શરીર દ્વારા સ્પર્શ થાય તો શરીરના મેલ વિગેરે લાગવાથી ગરમવસ્ર મેલું થાય. અને એટલે એનો જલ્દી કાપ કાઢવો પડે. જ્યારે ઉનના ગરમવસ્ત્રોનો કાપ કાઢવામાં પુષ્કળ પાણીનો વપરાશ, ખૂબ મહેનત પડવી વિગેરે નુકશાનો બધા જાણે જ છે.
વળી શરીર સાથે ગરમવસ્ત્રોનો સ્પર્શ થાય તો એમાં નિગોદની ઉત્પત્તિ વિગેરે અનેક પ્રકારની વિરાધનાઓ થવાની પણ સંભાવના છે. માટે ઉનના ગરમ સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથર્યા વિના ઉંઘાય નહિ. અલબત્ત ઉંઘતી વખતે સંયમીએ પહેરેલા સુતરાઉ વસ્ત્રોને લીધે ગરમ વસ્ત્રને શરીરનો સીધો સ્પર્શ નથી થતો. છતાં ય હાથ-પગ-મસ્તક વિગેરે ભાગો તો ખુલ્લા હોય અને એનો સીધો સ્પર્શ થાય સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૦૦)