________________
દાંડો લેતી વખતે જે ભાગથી દાંડો પકડવાનો હોય એ ભાગ જો ન પુંજીએ અને જો સીધો પકડી લઈએ તો કદાચ એના ઉપર કીડી, મચ્છર વિગેરે હોય મરી પણ જાય. અંધારામાં પુંજ્યા વિના દાંડો પકડતા મચ્છર મરી જવાના પ્રસંગો બન્યા છે. ક્યારેક ગરોળી વિગેરે ચડી હોય તો એ હાથ દ્વારા દબાય. એમાં સંયમી ગભરાઈને દાંડો ફેંકી દે... વિગેરે નુકશાનો પણ થાય.
ખરેખર તો દાંડો લેતી વખતે આખો દાંડો અને એના સ્પર્શવાળો ભીંત, જમીનનો ભાગ પણ ધ્યાનથી જોઈ લેવો જોઈએ. ક્યારેક એવું બને કે ત્યાં જ કોઈપણ રીતે કાચું પાણી ઢોળાયું હોય અને એ દાંડાની આજુબાજુ ફેલાયેલું હોય. હવે એ દાંડો લેવામાં એ પાણી હલે... વિગેરે વિરાધના થાય. ક્યારેક ભીંતમાંથી પાણી ટપકતું હોય અને એ દાંડાના ઉપરના ભાગને લાગેલું હોય તો જોયા વિના દાંડો લેવામાં એ પાણીની પણ વિરાધના થાય.
એમ દાંડો મૂકતી વખતે દાંડાનો ઉપર-નીચેનો ભાગ તથા ‘જ્યાં એ બે ભાગ અડવાના છે’ એ ભીંત-જમીનના ભાગને પુંજીને જ પછી દાંડો મૂકવો પડે. નહિ તો કદાચ ભીંતના એ ભાગ ઉપર કરોળીયા વિગેરે હોય તો મરી જાય.
પુંજતા પહેલા જોઈ લેવું આવશ્યક છે. વગર જોયે પુંજવામાં તો ઓઘાથી જ જાળા વિગેરે ભાંગી પડે. ક્યારેક ભીંત વિગેરે પર નિગોદ થયેલી હોય તો ઓઘાથી એની વિરાધના થાય. જો પહેલા જોઈ લઈએ તો એ નિગોદ દેખાવાથી ત્યાં દાંડો જ ન મૂકીએ, પુંજીએ પણ નહિ એટલે વિરાધના થવાનો પ્રસંગ ન બને. (આનું વિસ્તારથી વર્ણન વિરતિદૂત માસિકમાં આપશું.)
“સાવ સહેલો કહેવાતો એવો પણ આ નિયમ લગભગ ગણ્યા ગાંઠ્યા સંયમીઓ જ પાળતા હશે.” એવું લાગે છે. કેમકે આના માટે ઘોર અપ્રમત્તભાવ જરૂરી છે અને આજે એવી અપ્રમત્તતાના દર્શન ભાગ્યે જ થાય છે.
,,
માસક્ષપણ શક્ય છે. કેમકે એમાં શારીરિક શક્તિ અને વૈરાગ્યની જરૂર છે. જે છઠ્ઠા ગુણસ્થાન સુધી મળે છે. રે ! ચોથે પણ વૈરાગ્ય માનેલો જ છે.
શાસન પ્રભાવના શક્ય છે. કેમકે એના માટે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ, વાક્પટુતાદિની જરૂર છે. પણ અપ્રમત્તતાથી જ સાધ્ય આવા સૂક્ષ્મ યોગો એ અપ્રમત્તતા વિના શી રીતે સાધી શકાય ? ૬૪. હું મોડામાં મોડું સૂર્યાસ્તથી પંદર મિનિટ સુધીમાં સ્થંડિલ-માત્ર પરઠવવાની વસતિ જોઈ
લઈશ.
શાસ્ત્રીય વિધિ પ્રમાણે પ્રત્યેક સંયમીએ રોજેરોજ સ્થંડિલ માટેની ૧૨ અને માત્રુ માટેની ૧૨ એમ ૨૪ ભૂમિઓ જોવાની છે. અને એ પણ આશરે સૂર્યાસ્ત થાય, એના કરતા પહેલા લગભગ ૪૫ મિનિટ બાકી હોય ત્યારે જોઈ લેવાની છે.
આ વસતિઓ જોવા પાછળનો આશય એ છે કે આમ તો રાત્રે ઠલ્લે-માત્રુ જવું જ ન પડે તો શ્રેષ્ઠ કહેવાય. કેમકે રાત્રે ‘જીવો છે કે નહિ ?’ એ દેખાય નહિ. એટલે એમની જયણા પાળવી કઠિન પડે. પણ શરીરનો સ્વભાવ તો કેવી રીતે બદલાય ? હજી ઠલ્લે જવું ન પડે એ શક્ય છે. પણ રાત્રે માત્રુ તો લગભગ બધાએ જવું પડે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૬)