________________
જીવો એ પાયાની સાથે ઘસડાઈને મરી જાય. એટલે બે આંગળ જેટલા પણ પાટ-ટેબલ હટાવવા હોય ત્યારે બધા પાયાઓની જગ્યા પુંજવી જોઈએ.
કેટલાંકો વળી એક બાજુના બે પાયાઓ પુંજે અને બીજી બાજુના ન પુંજે અને એ રીતે પાટાદિને હટાવે. આમાં પણ દોષ લાગે.
ખરેખર તો પાટ-ટેબલ ઘસડીને હટાવાય જ નહિ. પાટ કે ટેબલ ઊંચકીને જ મૂકવા જોઈએ. અને જ્યાં મૂકવાના હોય ત્યાંની જગ્યા પહેલા પુંજી લઈ પછી પાટ-ટેબલ ત્યાં મૂકવા જોઈએ. પાટ-ટેબલ ઊંચકતી વખતે જે જગ્યાએથી એ પાટ-ટેબલ પકડવાના હોય તે જગ્યાએ ઓઘા કે મુહપત્તીથી પુંજી લેવું જોઈએ. પાટ-ટેબલની અંદરની તરફનો ભાગ જ પકડવાનો હોય છે અને એ ભાગ આંખથી દેખાતો હોતો નથી. એટલે એ ભાગને પુંજી લેવો આવશ્યક છે.
પણ પાટ ઉંચકાવનાર કોઈ ન હોય, ત્યારે બે-પાંચ આંગળ પાટ ઘસડવી પણ પડે છે. એમ ટેબલ ભારે હોય તો એ પણ ઘસડવું પડે છે. (વધુ ઘસડવું પડે એ તો ન ચાલે.) બેઠા-બેઠા જ જરાક દૂરનું ટેબલ નજીક લાવવું હોય ત્યારે પણ એ ટેબલ સહેજ ઘસડવાનું થાય છે. આ દરેક વખતે જે જમીન ઉપરથી એ પાટ-ટેબલના પાયા પસાર થવાના હોય એ જમીન પુંજાઈ ગયા પછી જ આ ઘસડવાની ક્રિયા કરી શકાય. એક આચાર્ય ભગવંત ઘોર તપસ્વી, શાસનપ્રભાવક, અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં આ બાબતમાં એમની કાળજી ખૂબ હતી. એકવાર એમના માટે કોઈક સ્થાને પાટ મૂકવાની હતી અને મેં એ પાટ એક બાજુથી ઉંચકી કે તરત મને કહ્યું કે “ચન્દ્રશેખર ! પહેલા પેલી જગ્યા પુંજી લે. પછી પાટ મૂકજે.” કેટલી બધી નિર્મળ પરિણતિ !
કવિકુલકિરિટ બિરુદને ધારણ કરનારા એક આચાર્ય ભગવંત ! એકવાર એક મુનિ કોઈક કામ માટે એમને મળવા ગયા. શિષ્યે કહ્યું કે ‘સાહેબ, આરામમાં છે.’ એ મુનિ પાછા જ ફરતા હતા પણ એ જ વખતે આચાર્ય મ.સાહેબ જાગી ગયા. આગંતુક મુનિએ જોયું કે જાગતાની સાથે આચાર્યશ્રીએ મુહપત્તી હાથમાં લીધી, પછી મુહપત્તીથી ઓઘાનો ભાગ પુંજીનેં એને વ્યવસ્થિત કર્યો. પછી મુહપત્તીથી ચશ્માનું બોક્સ પુંજીને બોક્સ ખોલ્યું. પછી મુહપત્તીથી ચશ્મા પુંજી ચશ્મા હાથમાં લીધા. પછી મુહપત્તીથી ચશ્માની બે ય બાજુના બે સાંધાના ભાગો પુંજી ચશ્મા ખોલ્યા. પછી મુહપત્તીથી પોતાના બે ય કાન વિગેરે ભાગો પુંજીને ચશ્મા પહેર્યા. આ બધી ક્રિયા ખૂબ ઝડપથી એકદમ સ્વાભાવિક રીતે થઈ. આગંતુક મુનિ તો સ્તબ્ધ થઈ ગયો. આવા મહાન આચાર્યની કેવી સુંદર સંયમ પરિણતિ ! કેવું પુંજવાપ્રમાર્જવાનું અદ્ભૂત વર્તન !
ખરેખર તો પાટ-પાટલા જ આ નિયમમાં લખ્યા છે. ઉપલક્ષણથી આ વાત બધી જ વસ્તુઓમાં સમજી લેવાની છે. કોઈપણ વસ્તુ લેતા કે મૂકતા એ વસ્તુ અને તે જગ્યાને પુંજવાનું ન જ ચૂકાવું જોઈએ. ૬૨. હું અંધારામાં પ્યાલો ઉંધો કરી, પંજણી કે દંડાસનથી બરાબર અંદરનો ભાગ પુંજીને પછી જ માત્રાદિ માટે એનો ઉપયોગ કરીશ :
પ્લાસ્ટીકના કે ટીનના પ્યાલામાં ય કીડી, કરોળીયા વિગેરે જીવો ચોંટી જતા હોય છે. કોઈક સંયમી પ્યાલામાં મંજન કરતો હોય તો એની ગંધના કારણે પણ જીવો ખેંચાતા હોય છે. અજવાળામાં
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮૪)