SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ વિણ વિગઈભક્ષક, મુનિ હિતરક્ષક જો ધારું, દેવલોકથી સ્થૂલભદ્ર, ધરતી પર ઉતર્યા વિચારે. ધન તે...૪૩ મેં મૂઢ બનીને આવી માયાઓ કરી. ક્યારેક મેં ગોચરી વહેંચી, પણ ત્યારે મારા માટેની અનુકૂળ વસ્તુઓ મેં જુદી S કાઢી લીધી, કોઈને ન આપી... છેલ્લે મેં જ વાપરી. ગોચરી વહેંચવામાં આવી તો સ્તુ કેટલીય રમતો હું રમ્યો. માત્ર ને માત્ર આસક્તિના પાપે ! त न Iનિ न ગા स ना બપોરે પયસ આવ્યું તો ગ૨મ પયસ બધું લઈ લીધું. ઠંડા પયસની ચોખ્ખી ના પાડી. પયપાક આવ્યો તો મંગાવેલું પયસ પણ ન લીધું... જ્યારે પણ ગોચરી વધી પડતી, ત્યારે હું ખપાવવા લેતો ખરો, પણ સારી સારી નિ વસ્તુ જ ! જે મને પસંદ ન હોય, એ ખપાવવા ન લેતો. કોઈ બળજબરી આપી દે | F તો પરઠવી દેતો. शा स ગુરુ કે વડીલો જ્યારે કડકાઈ કરતા, અમુક વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકતા, ત્યારે મને બિલકુલ ન ગમતું. પણ શું કરું ? રે ! આઠમ-ચૌદશાદિ તિથિના દિવસે જ ક્યાંક સ્વામિવાત્સલ્ય હોય, અને પાંચ તિથિ ગુરુના આદેશથી માંડલીમાં મીષ્ટ લાવવાનું ન હોય, ત્યારે મને ખૂબ સંક્લેશ થતો. ‘આ જમણવા૨ તિથિ સિવાયના દિવસે હોત, તો સારું થાત.' એવા વિચારો આવ્યા. न FF મારી આસક્તિ એટલી હદે વકરી કે જો મને મારી ઈષ્ટ વસ્તુ ન મળે, તો હું વહેંચનાર ૫૨ આક્ષેપ કરી દેતો કે,‘આ પક્ષપાતી છે, મને આપતો નથી. મારા પ૨ | T એને વૈરભાવ છે.' ગુરુ મને સારી વસ્તુ ન વપરાવે તો એમના પર મને અસદ્ભાવ થતો કે,‘એમને બધી વાતે જલસા છે, એમને અમારી કાળજી કરવાની કોઈ જ પડી નથી.'' સં આ લેશ્યા એવી બગડી કે હું શ્રીમંતો-સુખીઓના ઘરે જ ગોચરી જાઉં. ગરીબો કે મધ્યમવર્ગને ત્યાં ગોચરી ન જાઉં. ગામડાઓ મેં કાયમ માટે ત્યાગી દીધા અને પ્રે શહેરોમાં રહેવાનું શરૂ કર્યું, કેમકે મારી જીભ અહીં જ પ્રસન્ન રહી શકે છે. ક્ષ ઓ ભગવાન ! મને માટે જ ગચ્છવાસ ન ગમ્યો. ગચ્છમાં તો વિશાળ માંડલીમાં ણ સારી વસ્તુ વાપરનારા ઘણા હોય, એટલે આવેલી વસ્તુના ભાગીદાર ઘણા થવાથી મને 0 આસક્તિ (૪૩) त स्मै છ'રી પાલિત સંઘોમાં જવાનું મને ખૂબ ગમતું, કેમકે ત્યાં રોજ જાતજાતનું અને આ ભાતભાતનું વાપરવા મળતું. એમ ઉપધાનોમાં, શિબિરોમાં, નવ્વાણુના રસોડાઓમાં આ પણ હું ખૂબ ખૂબ આસક્તિ પોષતો. એ પવિત્રતમ ધર્માનુષ્ઠાનોને મેં મારા માટે તો પાપાનુષ્ઠાનો બનાવી દીધા. ભા મ 11111111111 પ્રે ક્ષ ણ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy