________________
ઉપાધ્યાય યશોવિજ્યજી સાહિત્યસૂચિ ૧. ઉપાધ્યાય યશોવિજ્યજી વિષયક સાહિત્ય
ગુજરાતીમાં પ્રાપ્ય મહત્ત્વનાં લખાણોનો અહીં સમાવેશ કર્યો છે. યશોવિજયજીની કૃતિઓનાં ગૂર્જર સાહિત્ય સંગ્રહ' ને બીજાં પ્રકાશનોમાં પ્રાસ્તાવિકરૂપે એમના જીવનક્વન વિશે અભ્યાસો છે. તે પ્રકાશનો આ સૂચિમાં લીધાં નથી.
(૧) ઉપાધ્યાય યશોવિજ્ય સ્વાધ્યાય ગ્રંથ, સંપા. પ્રદ્યુમ્નવિજયગણિ વગેરે,
૧૯૯૩.
(૨) ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧, સંપા. જયંત કોઠારી અને અન્ય
૧૯૯૧,
(૩) જૈન ગૂર્જર કવિઓ, પહેલી આવૃત્તિ ભા.૨ અને ૩, સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, ૧૯૩૧ અને ૧૯૪૪; બીજી સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ ભા.૪, સંપા. યંત કોઠારી, ૧૯૮૮.
(૪) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ,
૧૯૩૩.
(૫) યશોદોહન, પ્રણેતા હીરાલાલ રસિકલાલ કાપડિયા, સંપા. મુનિશ્રી યશોવિજયજી, ૧૯૬૬.
(૬) યશોવંદના, પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી, સં. ૨૦૪૩.
(૭) (મહોપાધ્યાય શ્રી) યશોવિજય સ્મૃતિ ગ્રન્થ, સંપા. મુનિ યશોવિજયજી,
૧૯૫૭.
(૮) શ્રુતાંજલિ, સંપા. પ્રદ્યુમ્નવિજયજી ગણિવર, યશોવિજયજી ગણિવર, સં.૨૦૪૩.
(૯) સુજાવેલી ભાસ, સંપા. મોહનલાલ દલીચંદ દેસાઈ, સં.૧૯૯૦. ૨. ઉપાધ્યાય યશોવિજ્યજી રચિત સાહિત્ય
મુખ્યત્વે ગુજરાતી કૃતિઓની આ સૂચિ છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓની નોંધ મર્યાદિત સાધનોમાંથી થઈ છે તેથી એ અપૂરતી હોવાનો ઘણો સંભવ છે. ગુજરાતી કૃતિઓની માહિતી પણ જેમ પ્રાપ્ત થઈ તેમ મૂકી છે. એ ચકાસણીને પાત્ર ગણાય. આ સૂચિમાં ગીતો એક સ્થાને એકત્ર કરવામાં આવ્યાં છે, પણ સ્તવન,