________________ પોતાની પ્રકાંડ વિદ્વત્તાને કારણે કળિયુગના શ્રુતકેવળી, કુલી શારદ મુછાળી. સરસ્વતી) અને હરિભદ્રસૂરિના લઘુબાંધવ તરીકે ઓળખાવાયેલા ઉપાધ્યાય યશોવિજયજી માત્ર જૈન વિદ્વત્તાના જ નહીં, પણ હેમચન્દ્રાચાર્યની પેઠે, ગુજરાતી વિદ્વત્તાના મહાન જ્યોતિર્ધર હતા. એમણે કાશીમાં રહીને ષડ્રદર્શનો, બૌદ્ધમત અને જૈનાગમનો તથા વિશેષ રૂપે નવસાયનો અભ્યાસ કર્યો હતો. તેમજ ‘ન્યાયવિશારદ' ને ન્યાયાચાર્ય' એ બિરદો મેળવ્યાં હતાં. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી વગેરે ભાષાઓમાં રચાયેલા એમના શતાધિક ગ્રંથો યોગ, ન્યાય, જૈનદર્શન, તત્ત્વવિચાર, આચારધર્મ, કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ, 'ઉપદેશ, કથા, ચરિત્ર, તિ-સ્તવન આદિ મોટો વિષયવ્યાપ ધરાવે છે. [ આ સૂચિ ઉપાધ્યાય યશોવિજયજીના વિશાળ સાહિત્ય-રાશિની ઝાંખી કરાવે છે. તથા એનાં પ્રાપ્તિસ્થાનો દર્શાવી. એનાં આસ્વાદ, અધ્યયન અને સંશોધન કરવા માગનારાઓને મહત્ત્વની સહાય પૂરી પાડે છે.