________________
૪૨૦
સૂ) ૧-૧-૩૦ विभक्तिर्न प्रयुज्यत इत्यत आह-) अभिज्ञाश्च पुनलौकिका एकत्वादीनाम् (अर्थानाम्) । अतश्चाभिज्ञाः-अन्येन हि वस्नेन (मूल्येन) एकं गां क्रीणाति, अन्येन द्वौ, अन्येन त्रीन् । अभिज्ञाश्च न च प्रयुञ्जते, तदेतदेवं संदृश्यताम्-अर्थरूपमेवैतदेवंजातीयकं येनात्र विभक्तिर्न भवतीति, विभक्त्यर्थक्रियाप्रधानत्वादव्ययानामिति ।
અનુવાદ - પૂર્વપક્ષ :- આ પણ અયોગ્ય છે. સૂત્રના સામર્થ્યથી અવ્યયપણું આવે છે અને અવ્યયપણું આવે છે માટે અલિંગ-અસંગાપણું આવે છે, આવું કંઈ છે જ નહીં. જે પ્રમાણે એક વગેરેનો વ્યવહાર લૌકિકવ્યવહારથી જણાઈ જ જાય છે. વૃદ્ધ પુરુષો એકત્વ વગેરે વ્યવહાર કરવા માટે કાંઈ શાસ્ત્રનું આલંબન લેતાં નથી. પોતાની બુદ્ધિથી એકત્વ વગેરેનાં વ્યવહારો સ્વાભાવિક સ્વરૂપથી જ કરે છે. શબ્દ અને અર્થનો સંબંધ જણાવાથી વૃદ્ધપુરુષો સંસારમાં વ્યવહાર કરે છે. આથી અવ્યય સ્વરૂપ શબ્દનો અર્થ પણ અલિંગ અને અસંખ્યાપણાંથી થાય છે એવું સ્વાભાવિક જ જણાઈ જાય છે, શાસ્ત્રકારો તો માત્ર સિદ્ધ હકીકતનું કથન જ કરે છે. લોકો તો વૃદ્ધપુરુષોના વ્યવહારથી જ જાણી જાય છે કે અવ્યયો લિંગ અને સંખ્યાપણાના અભાવવાળા સ્વરૂપપણાંથી અર્થને જણાવે છે. આ અર્થને જાણવા માટે કોઈ શાસ્ત્રનું આલંબન લેતાં નથી. જેમ સમાન સ્વરૂપથી ચેષ્ટા કરવાવાળા એવા કેટલાક લોકો પોતે છતે પણ કોઈક જ સફળ થાય છે અને ઘણાં નિષ્ફળ પણ જાય છે. તો પણ એવું નથી કહેવાતું કે શાસ્ત્રના આલંબનથી જ આમ થાય છે. એ પ્રમાણે અહીં પણ રૂતરેતરાશય દોષનો અવકાશ નથી.
તરેતરાયનું ખંડન કરવા માટે પૂર્વપક્ષ મહેનત કરી રહ્યો છે. આથી આ પૂર્વપક્ષ જ “તથાદિ ૮૬ તાવ મય.” પંક્તિઓ દ્વારા રૂતરેતરાશ્રય દોષ આવતો નથી એવું દઢપણે સિદ્ધ કરે છે. જો આ વાત વૃદ્ધવ્યવહારથી નથી જણાતી તો શિષ્ટપુરુષોએ અવ્યયના અર્થ સંબંધમાં વૈયાકરણીઓને આ વાત પૂછવી જોઈએ - જે જે વૈયાકરણીઓ છે, તેઓ સૌ પ્રથમ વિભક્તિ વગરના શબ્દ પ્રયોગો કરે છે. ત્યાર બાદ તે તે શબ્દોને વિભક્તિઓ જોડે છે અને પછી વિભક્તિઓનો લોપ કરે છે. આ પ્રમાણે વિભક્તિ વગરના શબ્દપ્રયોગો તેઓ કરે છે પરંતુ જેઓ વૈયાકરણીઓથી અન્ય મનુષ્યો છે, તેઓ વિભક્તિ વગરના શબ્દપ્રયોગો કેવી રીતે કરે છે ? તેઓ કાંઈ આ બધી પ્રક્રિયાઓ જાણતા નથી. માટે માનવું જ પડશે કે વિભક્તિ અને લિંગ વગરના શબ્દપ્રયોગો સ્વાભાવિક જ હોય છે.
ઉત્તરપક્ષ :- વૈયાકરણીઓ સિવાયના જે લોકો છે તેઓને સંખ્યાનું અજ્ઞાન હોવાથી જ સંખ્યાવાચક વિભક્તિઓનો પ્રયોગ તેઓ કરતા નથી.
પૂર્વપક્ષ :- તમે જો આવું કહેતાં હો કે લોકોને સંખ્યા વગેરેનું જ્ઞાન નથી તો તમારી આ