________________
૪૧૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
વિશિષ્ટની સંજ્ઞા પણ કરાય છે. આથી કદાચ તેના નિમિત્તવિશેષના અભાવનું પ્રવર્તવું થાય અર્થાત્ નિમિત્તવિશેષનો અભાવ થાય (જે અનેકપણાંને પ્રાપ્ત કરતી નથી) ત્યારે પણ ગુણના કથન સહિત રુઢિ સ્વરૂપથી જ પ્રવૃત્તિવાળી હોવાથી વિશિષ્ટનો જ બોધ થાય છે. અર્થાત્ આ પ્રકારની સંજ્ઞાઓમાં સંજ્ઞાકરણનું નિમિત્ત પણ વિદ્યમાન હોય છે અને સંજ્ઞાપણું પણ વિદ્યમાન હોય છે. માટે એક જ શબ્દના બે અર્થ પ્રાપ્ત થતા નથી એવું નથી, માટે જ ‘‘સ્વરાવ્યો અવ્યયમ્' સૂત્રથી પણ ઉપરોક્ત બે અર્થોની પ્રાપ્તિ થઈ જ જાય છે.
( श० न्या० ) नन्वेवं स्वरादिग्रहणमपनीय 'अलिङ्गसंख्यमव्ययम्' इति कर्तव्यम्, एवं च इतरेऽपि योगा न कृता भवन्ति, अनेनैव सिद्धत्वात् । नन्वेवमपीतरेतराश्रयत्वादप्रसिद्धि:, तथाहिं सत्यलिङ्गाऽसंख्यत्वे संज्ञया भवितव्यम्, संज्ञया चालिङ्गाऽसंख्यत्वं भाव्यते, तदितरेतराश्रयं भवति, इतरेतराश्रयाणि च (कार्याणि) न प्रकल्पन्ते । नेदं वाचनिकम् अलिङ्गता असंख्यता च। किं तर्हि ? स्वाभाविकमेतत् । तद्यथा-समानमीहमानानां चाऽधीयानानां च केचिदर्थैर्युज्यन्ते, अपरे न, न च कश्चिदर्थवानिति सर्वैरर्थवद्भिर्भवितव्यम्, नवा कश्चिदनर्थक इति सर्वैरनर्थकैर्भवितव्यमिति (तत्र किमस्माभिः कर्तु शक्यम्, स्वाभाविकमेतत् ) । इह लौकिकत्वादलिङ्गसंख्यात्वस्य नास्तीतरेतराश्रयतेति; नैवम् अर्थोऽपि कैश्चित् (तद्द्योतकविभक्तिलोप) शास्त्रादेवानुगम्यत इंती - तरेतराश्रयत्वादयुक्तम् ।
અનુવાદ :- અહીં હવે પૂર્વપક્ષ ઉભો થાય છે જેની રજૂઆત કરતાં પહેલાં એવું જણાય છે કે, અહીં પૂર્વપક્ષને એક શંકા હોવી જોઈએ. જે આ પ્રમાણે છે - અહીં બે પ્રકારની સંજ્ઞાઓ બતાવી અને આ સૂત્રમાં નૈમિત્તિકીસંજ્ઞાનું ગ્રહણ કરવામાં આવ્યું છે એવું કહેવા દ્વારા આચાર્ય ભગવંતે અગાઉના પૂર્વપક્ષનું ખંડન કર્યું હતું, પરંતુ અહીં શંકા એ થાય છે કે, કયા સૂત્રમાં નૈમિત્તિકી સંજ્ઞા ગ્રહણ કરવી ? અને કયા સૂત્રમાં પારિભાષિકી સંજ્ઞા ગ્રહણ કરવી ? એ અંગેનો નિર્ણય કેવી રીતે થઈ શકશે ? આવી શંકાને ધ્યાનમાં લઈને પૂર્વપક્ષે હવે પછીની શંકા રજૂ કરી હોય એવું જણાય છે.
પૂર્વપક્ષ :- આપે જેમાં લિંગ, કારકશક્તિ અને વચનના નિમિત્તે અનેકપણું પ્રાપ્ત થતું નથી તેવા સ્વર્ વગેરે અવ્યયસંજ્ઞાવાળા થાય છે એવો સૂત્રાર્થ કર્યો છે, તો પછી હવે સૂત્રમાં “સ્વરાવિ’ શબ્દ લખવો સહેજ પણ આવશ્યક નથી. એને બદલે જે જે લિંગ અને સંખ્યા વગરના હોય તે તે અવ્યયો હોય છે એવા અર્થવાળું “અતિાસંનમ્ અવ્યયમ્' આટલું સૂત્ર જ કરવા યોગ્ય છે. જેનાથી જે જે શબ્દો લોકપ્રયોગમાં લિંગ અને સંખ્યા વગરના હશે તેઓની આપોઆપ જ અવ્યયસંજ્ઞા થઈ જશે. આવું લક્ષણ “સ્વરવિ” ગણપાઠને આપોઆપ જ જણાવી દેશે. આ