________________
૭૨૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
પાણિનિ વ્યાકરણમાં સંખ્યા સંજ્ઞાવાળું સૂત્ર બનાવવામાં આવ્યું છે તથા બંને સૂત્રો ભેગા કરીને એક જ સૂત્ર બનાવવામાં આવ્યું છે. જ્યારે સિદ્ધહેમવ્યાકરણમાં અતિદેશસૂત્ર બનાવવામાં આવ્યું છે તથા અતિદેશસૂત્રોને પણ પૃથક્ કરવામાં આવ્યા છે. અહીં પૃથક્ સૂત્ર બનાવવાથી “વહુ” અને “ળ” શબ્દ નિયત એવી સંખ્યાના (ગણતરી કરી શકાય) વાચક છે. જ્યારે “ઽતિ” અને “તુ” અંતવાળું નામ અનિયત સંખ્યાના (ગણતરી કરી શકાય એવી અને ગણતરી નહીં કરી શકાય એવી) વાચક છે. આવો સ્પષ્ટ ભેદ જુદું સૂત્ર બનાવવા દ્વારા તથા બીજા સૂત્રમાં ભેદ લખવા દ્વારા સિદ્ધ થઈ શક્યો; પરંતુ જો બંને સૂત્રોને ભેગા કરીને એક સૂત્ર (વદુાળડત્યતુ સા) બનાવવામાં આવે તો ઘણી જ મુશ્કેલીથી ઉપર કહેલા અર્થવાળો બોધ પ્રાપ્ત થઈ શકશે તથા ‘“વવું” શબ્દ આપણા વ્યાકરણમાં પ્રત્યયસંજ્ઞાવાળો પણ છે. આથી ભેગું સૂત્ર બનાવવામાં આવે તો ઽતિ અને અતુ પ્રત્યયના સામર્થ્યથી ‘“સાહશ્વર્યાત્ સદ્રશસ્ય'' ન્યાયથી વઘુ જે પ્રત્યયસંજ્ઞાવાળો છે, તે લઈ શકાવાનો સંશય ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જ સિદ્ધહેમવ્યાકરણમાં પૃથક્ સૂત્ર બનાવવામાં આવ્યું હશે. આથી જ સિદ્ધહેમવ્યાકરણમાં અર્થનો બોધ કરવામાં કોઈ જ મુશ્કેલી જણાતી નથી. વળી સંજ્ઞાસૂત્ર બનાવવામાં ઉપર બે પક્ષોમાં જણાવેલી આપત્તિઓનો અવકાશ છે. આથી જ અહીં બે પૃથક્ અતિદેશસૂત્રો બનાવવામાં આવ્યા છે.
(श० न्यासानु० ) न चैवं सति प्रकरणभेद इति वाच्यम्, संज्ञासूत्राणां समाप्तत्वाद् अतिदेशसूत्राणां चारम्भात् । न चैवमप्येकस्मिन् पादेऽधिकारद्वयमनुचितमिति वाच्यम्, यतो न ह्येवंविधो नियमोऽस्ति, यद् एकस्मिन् पाद एकेनैवाधिकारेण भवितव्यमित्यास्तां बहुविस्तर इति ॥४०॥
અનુવાદ :- પૂર્વપક્ષ (અન્યોનો) :- તમે પહેલા પાદમાં બધા જ સંજ્ઞાસૂત્રો બનાવ્યા છે. હવે આ સંજ્ઞાસૂત્રોના પ્રકરણમાં જ જો અતિદેશસૂત્રો બનાવશો તો પ્રકરણભેદ થશે.
ઉત્તરપક્ષ (પૂજ્યશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- અમારે તો આવી કોઈ આપત્તિ નથી; કારણ કે સંજ્ઞાના સૂત્રો સમાપ્ત થયા હોવાથી જ અમે અતિદેશસૂત્રો બનાવ્યા છે.
પૂર્વપક્ષ :- આમ છતાં એક પાદમાં બે અધિકાર અનુચિત છે, એક જ પાદમાં સંજ્ઞાસૂત્ર તથા અતિદેશસૂત્રનો સમાવેશ કરવો ઉચિત નથી.
ઉત્તરપક્ષ :- આ પ્રમાણે પણ કહેવું જોઈએ નહીં. એક પાદમાં માત્ર એક જ અધિકાર હોય એવો કોઈ નિયમ નથી. આ પ્રમાણે ઘણાં વિસ્તા૨વડે સર્યું.
-: ન્યાસસાર સમુદ્ધાર :
(ન્યા૦૧૦) વહુાળમિત્યાદ્રિ । વૈપુલ્ય કૃતિ-ચથા રખોળ:, રત્ન:સંષાત ત્યર્થ: । ૩૬થ