________________
૬૯૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અનુવાદ :- કેટલાક લોકો સંજ્ઞાસૂત્રો નિયમસૂત્ર બનવાથી તે તે સંજ્ઞાઓથી અમુક ચોક્કસ અર્થોનો જ બોધ થશે એવું માને છે; તે મતને સહન કરી શકતા નથી. શબ્દોમાં અર્થનો બોધ કરાવનારી અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે. હવે કેટલાક શબ્દોમાં અમુક પ્રકારનો બોધ કરાવનાર જે શક્તિ છે, એનો નિશ્ચય શ્રોતાને હોતો નથી. દા.ત. વૃદ્ધિ પદનો ના હેતુ, ગૌત્ અર્થ જણાવનાર શક્તિનો બોધ શ્રોતાને હોતો નથી. આથી એવો બોધ કરાવવા માટે ગ્રંથકાર પ્રયત્ન કરે છે. આ પ્રમાણે સંજ્ઞાશાસ્ત્રોમાં અનિર્ણિત એવી શક્તિ સંબંધમાં નિર્ણય કરાવવાપણું હોવાથી વિધિપણું સંભવે છે. આમ સંજ્ઞાશાસ્ત્ર નિયમશાસ્ત્ર બનતું નથી. વૃદ્ધિ વગેરે પદમાં “મા” વગેરેથી ઓળખાયેલી શક્તિનું સત્ત્વપણું (વિદ્યમાનપણું) છે, તો પણ સામાન્ય લોકને તે પદોનો તેવો અર્થ થાય છે, એવા બોધનો અભાવ હોવાથી શક્તિજ્ઞાનની ઉત્પત્તિ કરવા માટે સંજ્ઞાસૂત્રો સહાયક થાય છે. આથી સંજ્ઞા સૂત્રોમાં વિધાયકપણું જ સંભવે છે, પરંતુ નિયમપણું સંભવતું નથી. વળી શક્તિનો નિશ્ચય કરાવનાર શબ્દકોષ, આપ્તપુરુષ, વ્યવહાર, વ્યાકરણ, ઉપમાન, સિદ્ધપદનું સાન્નિધ્ય, વાક્યશેષ વગેરે છે. હવે વ્યવહારાદિથી શક્તિનો નિર્ણય સંભવિત નથી. આથી વ્યાકરણ માત્ર શક્તિનો નિર્ણય કરાવવા માટે ઉપયોગી થાય છે. વળી અજ્ઞાતશક્તિથી (અતીન્દ્રિયજ્ઞાનથી) પણ વૃદ્ધિ વગેરે પદોનો બોધ થતો નથી. આથી સંજ્ઞાસૂત્રો શક્તિજ્ઞાનની ઉત્પત્તિ કરતા હોવાથી વિધિસૂત્રો જ સંભવે છે; પરંતુ નિયમસૂત્રો સંભવતા નથી. આ પ્રમાણે અન્યમતે (વિ) સંજ્ઞાસૂત્રોને નિયમસૂત્રો બનાવવા દ્વારા “કૃત્રિમાત્રિમયો." ન્યાયની સિદ્ધિ કરી હતી તે બરાબર ન હતું.
પ્રતિપૂર્વપક્ષ :- “સર્વે સર્વાર્થવાવ:” (બધા પદો બધા જ અર્થના વાચક છે) આ સિદ્ધાંતની શી ગતિ થશે? કારણ કે જો બધા પદો બધા અર્થના વાચક હોય તો શક્તિજ્ઞાનથી, શક્તિભ્રમથી, લક્ષણાથી, લૌકિક શક્તિથી લોકોને સંજ્ઞાશબ્દોના અર્થ પણ જણાઈ જ જશે; આ પરિસ્થિતિમાં સંજ્ઞાસૂત્રો બનાવવાની આવશ્યકતા જ નથી.
ઉત્તરપક્ષ (મારે) :- બધા પદો બધા અર્થને વાચક છે એ સિદ્ધાંત યોગીપુરુષોના (ત્રિકાળજ્ઞાની) બોધથી સ્વીકારાય છે. યોગીઓ ખરેખર તે તે ધર્મોને આગળ કરીને બધા જ પદાર્થોને જાણે છે. તે તે ધર્મ સંબંધી જ્ઞાનથી વિકલપણું હોવાથી તે તે સ્વરૂપથી પદાર્થને જાણવા માટે આપણા જેવા સમર્થ થતાં નથી. આથી અલ્પજ્ઞાની એવા આપણા માટે “બધા પદો બધા અર્થના વાચકો છે” એ સિદ્ધાંત આંધળા માણસના હાથમાં મૂકેલા દીપક જેવો છે. આથી આપણા જેવા અલ્પજ્ઞાનીઓને બોધ કરાવવા માટે સંજ્ઞાશાસ્ત્રની રચના કરવામાં આવી છે.
પ્રતિપૂર્વપક્ષ - ઘટપદ વગેરેમાં પદત્વવત્તા છે. જ્યાં જ્યાં પદત્વવત્તા જ્ઞાન છે, ત્યાં ત્યાં અર્થવાચકત્વ છે. એવા અનુમાનથી સામાન્યલક્ષણા સન્નિકર્ષની સહાયથી બધા પદાર્થોથી