________________
૬૯૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ છે? આવી જિજ્ઞાસા થવી સંભવે છે. આ પરિસ્થિતિમાં શાસ્ત્રીય શક્તિથી “તિ" પ્રત્યયાન્ત અને “તું” પ્રત્યયાત્ત નામોની સંખ્યા શબ્દથી બોધ થયે છતે લૌકિક શક્તિથી એક, બે વગેરેનો બોધ કેવી રીતે થઈ શકશે? જ્ઞાનરૂપપ્રકરણ વડે “તિ" પ્રત્યયાન્ત વગેરેમાં જ વક્તાનાં તાત્પર્યનો નિર્ણય થવાથી તે તે સૂત્રોમાં સંખ્યા શબ્દથી લૌકિક શક્તિથી એત્વ, દ્વિત્વ વગેરે સંખ્યાનો બોધ થઈ શકશે નહિ અને આવું જણાવવા માટે જ અથવા તો આવા બોધનાં ફળવાળો “કૃત્રિમાત્રિમયો.” ન્યાય છે. આથી લોકપ્રસિદ્ધ સંખ્યા લેવા માટે આ સૂત્રમાં કોઈક પુરૂષાર્થ કરવો જ પડશે.
(श० न्यासानु०) केचित् तु-मच्छास्त्रेऽनेन शब्देनैत एव बोद्धव्या इति रीत्या संज्ञासूत्राणां नियमार्थत्वं कृत्रिमाकृत्रिमन्यायबीजम्, तथाहि-सर्वस्माच्छब्दात् केषाञ्चिच्छक्तिभ्रमेण केषाञ्चिल्लक्षणया सर्वार्थविषयकबोधोत्पत्त्या सर्वार्थबोधकत्वं सर्वेषां शब्दानामिति सिद्धम् । वैयाकरणमते च बोधकतैव शक्तिरिति सर्वार्थनिरूपितशक्तिमत्त्वं सर्वेषां शब्दानां सिद्धमेव । न चैवं शक्तिभ्रमाद् बोधो लक्षणया बोध इत्यादिव्यवहारानुपपत्तिः, तव मते सर्वत्र शक्तेः सम्भवादिति वाच्यम्, परमताभिप्रायेण तद्व्यवहारस्य सत्त्वात् । अत एव 'सर्वे सर्वार्थवाचकाः' इत्यभियुक्तानां व्यवहारः । एवं च वृद्धिसंज्ञादिपदेषु आरादि-डतिप्रत्ययान्तादिनिरूपितशक्तेरपि सत्त्वेन तत्तत्पदेन तत्तदर्थप्रतीतेलौकिकशक्त्यैव सिद्धौ "वृद्धिरारैदौत्" [३.३.१.] इत्यादिसंज्ञासूत्राणां वैयर्सेन मच्छास्त्रे वृद्ध्यादिपदेन आरादीनामेव बोध इति नियमात् *कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे कार्यसम्प्रत्ययः* इति लभ्यत इति वदन्ति ।
અનુવાદ - અહીં પણ સંજ્ઞાસૂત્રો કેવી રીતે નિયમવાળાં બને છે? એ સંદર્ભમાં “આચાર્ય ભગવંત” કેટલાક લોકોનો મત બતાવે છે.
કેટલાક લોકો કહે છે કે, મારા શાસ્ત્રમાં આ શબ્દથી આ જ અર્થનો બોધ કરવા યોગ્ય છે, એ પ્રમાણે સંજ્ઞાસૂત્રોનું નિયમાર્થપણું થાય છે અને આ નિયમાર્થપણું જ “વૃત્રિમાત્રિમયો....” ન્યાયનું બીજ છે. તે આ પ્રમાણે છે : બધા જ શબ્દોથી ક્યાંતો શક્તિભ્રમથી અથવા તો લક્ષણાથી સર્વાર્થ વિષયવાળા બોધની પ્રાપ્તિ થાય છે. આથી બધા જ શબ્દોમાં સર્વાર્થને જણાવવાપણું જ સિદ્ધ થાય છે અને વૈયાકરણ મતમાં બોધકતા જ શક્તિ છે અર્થાત્ શબ્દમાં અર્થને જણાવનારપણું જ શક્તિ છે, એ પ્રમાણે બધા અર્થો વડે ઓળખાયેલી શક્તિવાળાપણે બધા જ શબ્દોમાં સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ:- જો આ પ્રમાણે બોધકતાને જ શક્તિ માનશો તો શક્તિભ્રમથી બોધ થાય છે તથા લક્ષણાથી બોધ થાય છે વગેરે વ્યવહારોની અસંગતિ થશે; કારણ કે તમારા મનમાં બધે જ