________________
૬૨૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પરિસ્થિતિમાં “ગુપ્” “તિમ્” વગેરે પ્રકૃતિઓ નિમિત્ત બને છે તથા સન્ વગેરે નિમિત્તિ બને છે એવું કહી શકાશે નહીં.
:
ઉત્તરપક્ષ ઃ- શબ્દો તો જગતમાં પ્રથમથી સિદ્ધ જ છે. શાસ્ત્ર માત્ર સિદ્ધ એવા શબ્દોને પ્રકૃતિ, પ્રત્યય વગેરેનાં વિભાગીકરણ દ્વારા અર્થનો બોધ કરાવવા માટે જિજ્ઞાસુઓને જણાવે છે. આથી પ્રતિપાદક એવા શબ્દોની ઉપાયભાવથી (નિમિત્તભાવથી) શાસ્ત્ર દ્વારા વ્યવસ્થા થઈ છે. વિધાન કરાતા એવા શબ્દોની ઉપાયભાવથી શાસ્ત્ર દ્વારા વ્યવસ્થા થઈ શકે છે. પ્રતિપાદન કરવા માટે શબ્દો નિમિત્ત બન્યા છે. સિદ્ધ શબ્દોને જણાવવા માટે શાસ્ત્રો શબ્દોનું આલંબન લઈને પ્રકૃતિ અને પ્રત્યયના વિભાગ દ્વારા વિધાન કરે છે. આથી શબ્દ નિત્ય હોય તો પણ અર્થનો બોધ કરાવવા માટે પ્રકૃતિ વગેરેમાં અને “સ” વગેરેમાં નિમિત્તનિમિત્તિભાવ થઈ શકે છે.
લોકમાં પણ ઘણાં બધાં લોકો બેઠા હોય ત્યારે કોઈક કોઈકને પૂછે છે કે, કોણ દેવદત્ત છે ? અને કોણ યજ્ઞદત્ત છે ? ત્યારે તે વ્યક્તિ પૂછનાર વ્યક્તિને કહે છે - જે ઘોડા ઉપર બેઠો છે, તે દેવદત્ત છે અને પાટ ઉપર બેઠો છે તે યજ્ઞદત્ત છે. આથી ઘોડો અને પાટ બંને નિમિત્ત સ્વરૂપે થાય છે. આ નિમિત્ત સ્વરૂપ ઘોડો અને પાટ છે તેની જ કાંઈ દેવદત્ત અને યજ્ઞદત્ત સંજ્ઞા થતી નથી. આથી ઘોડો અને પાટ કાંઈ સંજ્ઞા (નિમિત્તિ) સ્વરૂપ થતા નથી. દેવદત્ત અને યજ્ઞદત્ત સ્વરૂપ ` જે સંજ્ઞા છે તે નિમિત્તિ સ્વરૂપ થાય છે. આ પ્રમાણે લોકો બેઠેલા હોય છે. આ બેઠેલા એવા લોકોમાં પણ કોઈ ચોક્કસ વ્યક્તિઓને ઓળખવા માટે કામચલાઉ નિમિત્તનિમિત્તિભાવ કરવામાં આવે છે. આથી સિદ્ધ હકીકતમાં પણ ઘોડો અને પીઠ (પાટ) સ્વરૂપ નિમિત્તનું આલંબન લઈને દેવદત્ત અને યજ્ઞદત્ત સ્વરૂપ નિમિત્તિનો બોધ કરવામાં આવે છે. આ પ્રમાણે અહીં જેમ સિદ્ધ વસ્તુમાં પણ નિમિત્તનિમિત્તિભાવ થયો છે, તે પ્રમાણે શબ્દોમાં પણ નિમિત્તનિમિત્તિભાવ થઈ શકે છે.
(श० न्या० ) प्रधाने कार्यसंप्रत्ययाद् वा, प्रत्ययसंज्ञा स्वविषयप्रक्लृप्तये प्रधानमपेक्षते, न तु पारतन्त्र्यादप्रधानमिति, यथा लोके बहुषु यात्सु कश्चित् कञ्चित् पृच्छति को यातीति ?, स आह-'राजा' (इति, 'राजा') इत्युक्ते प्रधाने कार्यसंप्रत्ययाद् यश्च पृच्छति यश्च कथयति उभयो राज्ञि संप्रत्ययो भवति। भवतु राज्ञः प्राधान्यं तदधीनस्थितित्वादन्येषाम्, इह तु किंकृतं शब्दस्य प्राधान्यम् ? प्रयोजनकृतमिति ब्रूमः, यस्यापूर्वोपदेशस्तस्यैव प्राधान्यं तदर्थत्वात् प्रकृत्यादीनाम्; उपदिष्टाश्च प्रकृत्युपपदोपाधयो धातूपदेशे नामोपदेशे च ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- અમે અધિકારસૂત્ર બનાવીશું તો પણ ‘“સ” વગેરેની જ પ્રત્યયસંજ્ઞા થશે. “પ્રધાનાનુયાયિનો વ્યવહારા મવૃત્તિ" (વ્યવહારો પ્રધાનોને અનુસરનારા હોય છે.) એ પ્રમાણેનો ન્યાય હેમહંસગણિ દ્વારા રચિત ન્યાયસંગ્રહમાં છે. ‘‘પ્રધાને ાર્યસમ્પ્રત્યયો મવતિ'' એવો