________________
૬૨૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ છે, પરંતુ પ્રકૃતિનાં પોતાના જ પ્રત્યયસંજ્ઞાના વિધાન માટે નથી આવી. આથી પોતાની જ પ્રત્યયસંજ્ઞા થઈ શકશે નહીં.
આ પંચમી વિભક્તિ પરના પ્રયોજનથી આવી છે. જેનું જેનું નિમિત્તભાવથી ગ્રહણ થાય છે, તે તે પર પ્રયોજનવાળા હોવાથી સ્વસંસ્કાર પ્રત્યે નિમિત્તસ્વરૂપ બની શકતાં નથી. અહીં સ્વસંસ્કાર એટલે વ્યાકરણ સંબંધી પોતાની પ્રક્રિયા માટે નિમિત્ત સ્વરૂપ બનતા નથી. વ્યાકરણ સંબંધી પ્રક્રિયા તરીકે “સન્”ની પ્રત્યયસંજ્ઞા કરવી છે અને “સ”ની પ્રત્યયસંજ્ઞા કરવાની પ્રક્રિયામાં “સન્” જ કારણ બને છે, પરંતુ “સ”ને ઉત્પન્ન કરનાર “શુ” અને “તિ” સ્વરૂપ પ્રકૃતિ કારણ બનતી નથી. આમ પ્રત્યયસંજ્ઞાનું વિધાન નિમિત્તભાવથી ગ્રહણ કરેલ “ગુપ્” અને “તિ”માં થઈ શકતું નથી.
આ વસ્તુને એક ઉદાહરણથી સમજીએ : દા.ત. ‘‘રેવત્ત આમને વિશતિ ।'' અહીં આસન, પરના પ્રયોજનથી છે અર્થાત્ દેવદત્તને બેસાડવાના પ્રયોજનથી છે. આથી આસન દેવદત્તને બેસાડી શકશે, પરંતુ આસન પોતાની જાતે જ પોતાને આસન ઉપર બેસાડી શકશે નહીં. આમ “શુ” અને “તિગ્” નિમિત્તભાવથી ગ્રહણ થયા હોવાથી “શુ” અને “તિન્”ની પ્રત્યયસંજ્ઞા થશે નહીં; પરંતુ માત્ર ‘“સનાવિ”ની જ પ્રત્યયસંજ્ઞા થશે. આથી જો અધિકારસૂત્ર બનાવવામાં આવશે તો પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાનો દોષ આવશે નહીં. જે જે નિમિત્તો હોય છે તે તે નિમિત્ત સ્વરૂપ કાર્યના પ્રયોજનવાળા થાય છે. આવો સર્વ સામાન્ય સિદ્ધાંત છે. આથી પંચમીથી વિધાન કરાયેલા જે જે હશે તે બધા જ નિમિત્તો “સ” વગેરે પ્રથમા વિભક્તિવાળામાં પ્રત્યયસંજ્ઞાનું વિધાન કરનારા થશે, પરંતુ નિમિત્તમાં કાર્યનું વિધાન કરનારા નહીં જ થાય. આથી નિમિત્ત સ્વરૂપ પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે નહીં.
(श० न्या० ) तत्र वाक्यभेदेनापि विधीयमाना प्रत्ययसंज्ञा सन्नादिभिरेव संबध्यते, तेषामेव निमित्तत्वात् तां प्रति प्रयोजकत्वात् संज्ञासंबन्धप्रतिपत्तियोग्यविभक्तिनिर्देशाद् द्वयोश्च परस्पराकाङ्क्षायां संबन्धाद्, न त्वन्यतराकाङ्क्षायां सीता - रावणयोरिवेति सत्यामपि संज्ञाया आकाङ्क्षायां प्रकृत्यादीनां शेषत्वाद् (विशेषणत्वाद् ) अनाकाङ्क्षत्वात् संज्ञासंबन्धाभावः ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- પ્રત્યયસંજ્ઞા સંબંધી અધિકારસૂત્ર અમે બનાવીએ છીએ, આથી વાક્યભેદ થશે. દા.ત. “તુ” અને “તિક્”થી “સન્” થશે એવું એક વાક્ય થશે અને આ ‘“સ” પ્રત્યયસંજ્ઞાવાળો થશે. આમ, વાક્યભેદથી પણ વિધાન કરાતી એવી પ્રત્યયસંજ્ઞા “સ” વગેરે સાથે જ સંબંધિત થશે.
હવે પંક્તિ લખી છે ‘‘તેષામ્ વ નિમિત્તાત્ ।” અહીં તેષામ્ તરીકે સત્ વગેરે લેવું. આમ,