________________
૬૧૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
વિધાન નિષેધ દ્વારા કરાયું છે. આમ સન્ પ્રત્યયનાં આદિનો સ તેમજ વ્ પ્રત્યયના અન્તનો “પ્” લેવાથી “સ” પ્રત્યાહાર થાય છે અને આ “સ” પ્રત્યાહાર દ્વારા પ્રત્યયસંજ્ઞા થાય છે, પરંતુ ત્યાં પણ પ્રત્યયસંજ્ઞાનું અધિકારસૂત્ર તો બનાવવું જ પડે છે તથા બીજી આપત્તિ પણ આવે છે. દા.ત. “ર્તરિ શ” (૩/૧/૬૮) સૂત્રમાં પાર ફત્ સંજ્ઞા છે, આથી “સ” પ્રત્યાહારથી કયો પાર લેવો એ આપત્તિ તો ઊભી જ રહે.)
ઉત્તરપક્ષ :- જો સંશીઓને એક કરીને પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો ઘણું મોટું ગૌરવ થાય છે. કારણ કે દરેક પ્રત્યયો (સંશીઓ) સૂત્ર દ્વારા બતાવવા આવશ્યક થાય છે. આ દોષને ટાળવા માટે અધિકા૨સૂત્રથી જો પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો એ અધિકારસૂત્ર જ્યાં જ્યાં જશે ત્યાં બધે આપોઆપ પ્રત્યયસંજ્ઞા થઈ જશે. પાણિની વ્યાકરણકારે “પ્રત્યય:' (૩/૧/૧) સૂત્ર બનાવેલ છે તથા આ અધિકારસૂત્ર છે જેની ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાયમાં ઉપસ્થિતિ થાય છે. દા. ત. “મુસિ་િ: સન્” (૩/૧/૫) સૂત્ર પાણિની વ્યાકરણમાં આવે છે. અહીં (૩/૧/૧) સૂત્ર સંબંધી પ્રત્યય અધિકાર આવવાથી “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા થશે. આથી દરેક સંશીઓને અલગ અલગ જણાવવા નહીં પડે. ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાયમાં પ્રત્યય અધિકાર આવતો હોવાથી આપોઆપ જ બધાની પ્રત્યયસંજ્ઞા થઈ જશે. આ પ્રમાણે એક સાથે સંશીઓ બતાવવાનું ગૌરવ આપોઆપ જ ટળી જશે. સિદ્ધહેમવ્યાકરણમાં આ ચાલુ સૂત્ર પ્રત્યયસંજ્ઞા અંગે અધિકારસૂત્ર તરીકે બનાવ્યું છે. આથી પંચમીથી વિધાન કરાયેલ જે જે હશે તે બધાની પ્રત્યયસંજ્ઞા થઈ જશે. દા. ત. “ર્મનો મ" (૫/૧/૭૨) સૂત્રમાં પંચમીથી વિધાન કરાયેલ “અ” વગેરેની પ્રત્યયસંજ્ઞા થઈ જશે. આથી ગૌરવ નામનો દોષ હવે ઉપસ્થિત થતો નથી.
પૂર્વપક્ષ :- જો ગૌરવને દૂર કરવા માટે પ્રત્યયઃ (૩/૧/૧) એ પ્રમાણે અધિકારસૂત્ર દ્વારા પ્રત્યયસંજ્ઞાનું વિધાન કરશો તો પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિમાં પણ પ્રત્યયસંજ્ઞાની આપત્તિ આવશે. કારણ કે જે જે સૂત્રમાં પ્રત્યયઃ અધિકાર ઉપસ્થિત થશે તો તે તે સૂત્રોમાં જણાવેલ બધાની જ પ્રત્યયસંજ્ઞા થઈ જશે. જો “સ”ની પ્રત્યયસંજ્ઞા થાય છે, તો પાણિની વ્યાકરણ પ્રમાણે (૩/ ૧/૫) સૂત્રમાં જેમ “સ”નું વિધાન કર્યું છે એ જ પ્રમાણે “મુ-તિ” વગેરે પણ તે સૂત્રમાં આવે છે. આથી “મુતિન્” વગેરેની પણ પ્રત્યયસંજ્ઞા થઈ જશે. સિદ્ધહેમવ્યાકરણ પ્રમાણે ‘“ર્મો અન્” (૫/૧/૭૨) સૂત્રમાં અધિકારસૂત્રથી જેમ ‘‘અગ્’”ની પ્રત્યયસંજ્ઞા થશે એ જ પ્રમાણે કર્મસંજ્ઞામાં વર્તમાન તે તે નામોની પણ પ્રત્યયસંજ્ઞા થઈ જશે. આમ અધિકારસૂત્ર દ્વારા પ્રકૃતિ, ઉપપદ વગેરેમાં પણ પ્રત્યયસંજ્ઞાની આપત્તિ આવે છે.
( श०न्या० ) न च, अधिकारे प्रतियोगं प्रत्ययोपस्थाने वाक्यभेदप्रसङ्गात् प्रकृत्यादीनां प्रत्ययत्व-प्रसङ्गाभाव इति, तथाहि - हरतेर्धातोर्दृति - नाथाभ्यां कर्मभ्यां परात् पशौ कर्त्तरि इकारो