________________
૩૯૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ હોતું નથી. અર્થાત્ અવયવી સ્વરૂપ ઘટાદિ દ્રવ્ય હોય અને રૂપાદિ ગુણો ન હોય એવું ક્યારેય ન બને.
( श० न्या० ) यद्यपि अनार (ब्ध) कार्याणां तेषां पूर्वावस्थायामप्रत्यक्षत्वाच्छब्दव्यवहारागोचरत्वम्, यदाह-“गुणानां परमं रूपं न दृष्टिपथमृच्छति;" तथाऽपि तत्परिणामरूपा लोकप्रसिद्धा रूपादयो गृह्यन्ते, संपिण्डितस्वभावाः चक्षुर्गोचरा मूर्तिशब्देनोच्यन्ते ।
ન
અનુવાદ :- પ્રકૃતિનાં ગુણ સ્વરૂપ સત્ત્વ, રજસ્ અને તમસ્, જ્યારે કાર્યનો આરંભ કરાયો નથી હોતો ત્યારે એ ગુણો પોતાનાં કારણ સ્વરૂપ મૂળપ્રકૃતિમાં લીન રહે છે. તે સમયે તેઓ અત્યંત સૂક્ષ્મ હોવાથી તેનું પ્રત્યક્ષ થતું નથી. આથી, તે ગુણો (‘સત્ત્વ, રત્નસ્ અને તમસ્' જે ઉત્પાદ, પ્રલય અને સ્થિતિ સ્વરૂપ છે.) વ્યવહારને યોગ્ય ન હોવાથી શબ્દવ્યવહારનાં અવિષયરૂપ થાય છે. આથી હવે શંકા થાય છે કે કાર્યનો આરંભ કર્યા પહેલાં જે પ્રકૃતિનાં સત્ત્વાદિ ગુણ છે તેની ત્રણ અવસ્થાઓ સ્ત્રી, પુમાન્ અને નપુંસક છે અથવા તો શબ્દાદિ પાંચ કાર્યોનો આરંભ થયા બાદ સત્ત્વાદિ ગુણ જે પ્રત્યક્ષનો વિષય થાય છે એ ગુણોની અવસ્થાઓ પુમાન્, સ્ત્રી, નપુંસક વગેરે છે ? લિંગ નક્કી કરવા માટે વૈયાકરણીઓએ પ્રકૃતિનાં ત્રણ ગુણો જે ‘સત્ત્વ, રત્નસ્ અને તમસ્' સ્વરૂપ છે એ બધાની અપચય, ઉપચય અને સ્થિતિ સ્વરૂપ અવસ્થાઓને ધ્યાનમાં લીધી છે. એટલે કે ત્રણ ગુણોનાં પરિણામ સ્વરૂપ જે અપચય અવસ્થા છે તેનાથી સ્ત્રીલિંગ નક્કી થાય છે તથા ઉપચય અવસ્થા છે તેનાથી પુલિંગ નક્કી થાય છે તથા જે સામ્ય અવસ્થા છે તેનાથી નપુંસકલિંગ નક્કી થાય છે. હવે આ ત્રણ ગુણો કાર્યના આરંભ થયા પૂર્વે અત્યંત સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષનો વિષય બનતા નથી. આથી એ ગુણોને આધારે શબ્દોનો વ્યવહાર થઈ શકતો નથી. આથી કાર્યનો આરંભ થયા પૂર્વે આ બધા ગુણો શબ્દવ્યવહારનો વિષય બનતા નથી.
આ ‘સત્ત્વ, રજ્ઞસ્ અને તમસ્' ગુણો બે સ્વરૂપમાં પ્રાપ્ત થશે. પહેલું સ્વરૂપ રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દો સ્વરૂપ કાર્યો વિદ્યમાન ન હતા ત્યારે પણ આ બધા કાર્યોનાં કારણ સ્વરૂપ ત્રણ ગુણો વિદ્યમાન જ હતા. તથા જ્યારે રૂપ, રસ, ગંધ વગેરે કાર્યો વિદ્યમાન હતા ત્યારે તાદાત્મ્યસંબંધથી સત્ત્વ વગેરે ગુણો તે તે કાર્યોમાં હતા. આ સત્ત્વ વગેરે ગુણોનું સ્વરૂપ જ્યારે કાર્યોમાં વિદ્યમાન ન હતું એ એનું સૂક્ષ્મ સ્વરૂપ હતું. એને માટે આચાર્ય ભગવંતે અહીં પંક્તિ લખી છે કે ‘મુળાનાં પરમં રૂપ ન દૃષ્ટિપથમૃતિ।' અર્થાત્ સત્ત્વ, રજસ્ વગેરે ગુણો જે શબ્દ વગેરે કાર્ય સ્વરૂપ પરિણત ન હતા એવી અવસ્થાનું પ્રત્યક્ષ થતું નથી. અહીં એક લૌકિક ઉદાહરણ સમજીએ. કાચી કેરીમાં મીઠાશ છે. તે મીઠાશનું પ્રત્યક્ષ નથી થતું. જોકે એ મીઠાશ જેમ કાચી કેરીમાં તાદાત્મ્યસંબંધથી રહી છે તે જ પ્રમાણે પાકી કેરીમાં પણ મીઠાશ તાદાત્મ્યસંબંધથી રહી છે. એ જ પ્રમાણે અહીં ‘સત્ત્વ, રજ્ઞસ્’ વગેરે ગુણો જેમ પ્રકૃતિમાં રહ્યા છે એ જ પ્રમાણે રૂપાદિ