________________
સૂ૦ ૧-૧-૩૭
પ૭૪ ી જે ત્ સંજ્ઞા કરવામાં આવી છે તે રૂત્ સંજ્ઞાનું કાર્ય ગુણનો નિષેધ કરવાનું છે. એવું કોઈ કાર્ય અહીં અનુનાસિક રૂત સંજ્ઞાનું જણાતું નથી માટે અનુનાસિકની ત્ સંજ્ઞા થાય તો પણ તે તુ સંજ્ઞા નિમિત્તક કાર્યનો અભાવ હોવાથી કોઈ આપત્તિ નથી.
પૂર્વપક્ષ :- અનુનાસિક રૂતુ સંજ્ઞાનું કોઈ કાર્ય ન હોવાથી રૂતુ સંજ્ઞા થશે નહીં. આ પ્રમાણે કહેવું યોગ્ય નથી, કારણ કે રૂત સંજ્ઞા કરતી વખતે જ અનુવાદ દ્વારા લોપનું વિધાન કરાયું છે. આ પ્રમાણે વિધાન કરાયેલો એવો લોપ પણ કાર્ય સ્વરૂપ હોવાથી આપે જે કાર્યના અભાવની આપત્તિ આપી હતી તે રહેશે નહીં. માટે અનુનાસિકની પણ રૂત્ સંજ્ઞા થવાની આપત્તિ આવે છે.
ઉત્તરપક્ષ - આ પ્રમાણે કહેવું નહીં, કારણ કે લોપનું અકાર્યપણું છે. જે જે રૂત્ સંજ્ઞાના વર્ષો છે તેનો તેનો લોપ થઈ જાય છે, એ લોપ કાંઈ કાર્ય સ્વરૂપ નથી. કારણ કે ત્ સંજ્ઞાના જે જે વર્ષોનો લોપ થવાનો હોય તે તે વર્ણી નિમિત્તક અન્ય કોઈ કાર્ય હોય તો જ તે કાર્ય સ્વરૂપ કહેવાશે. જેમ કે ભૂતકૃદન્તનો “ત" પ્રત્યય છે. અહીં ના નિમિત્તથી ગુણ ન કરવો એ કાર્ય સ્વરૂપ છે માટે માત્ર લોપને કાર્ય સ્વરૂપ કહેવાશે નહીં. આ શાસ્ત્રમાં તે તે શબ્દનો કાર્યના પ્રયોજનથી પ્રયોગ થાય છે અથવા તો શ્રવણના પ્રયોજનથી પ્રયોગ થાય છે. અહીં અનુનાસિક
તમાં આવા બંને કાર્યનો અભાવ હોવાથી જ રૂતુ સંજ્ઞા મનાશે નહીં અને અકાર્ય હોતે છતે જો શ્રવણ પણ ન થાય તો એવા વર્ગોનો પ્રયોગ પણ અનર્થક થશે.
(शन्या०) इदमस्तीत्कार्यम्-इह यदा *अनेकान्ता अनुबन्धाः* तदाऽनन्तरमित्संज्ञकः कार्यस्य विशेषको भवतीति धातोरादित्त्वादिनिषेधप्रसङ्गः । तर्हि धात्वादिपाठकाल एव यस्य प्रयोगोऽन्यदा त्वप्रयोगस्तस्येत्संज्ञेति विधास्यामः, सत्यम्-सिध्यति, सूत्रं तु भिद्यते, तर्हि यथान्यासमेवाऽस्तु । ननु चोक्तमित्संज्ञायां सर्वप्रसंगोऽविशेषात् ।
અનુવાદ - પૂર્વપક્ષ:- અહીં ‘સંજ્ઞા કાર્ય સંબંધમાં હવે અમે જણાવીએ છીએ : વ્યાકરણમાં જે જે વર્ણોનો ઉપયોગ થયો હોય તેવા “ફ'સંજ્ઞાવાળા વર્ગોનું ‘તુ' કાર્ય આ પ્રમાણે છે: અનુબંધો અનવયવ સ્વરૂપ હોય છે એવો ન્યાય આવે છે. અર્થાત્ અનુબંધો પ્રકૃતિ વગેરેના અવયવ સ્વરૂપ થતાં નથી. સંબંધો બે પ્રકારના હોય છે : (૧) ન્યાયદર્શને માનેલ સમવાયસંબંધવાળો એવો અવયવ-અવયવીભાવ સંબંધ હોય છે. દા. ત. હાથ અને શરીર. તથા (૨) સંયોગસંબંધ સ્વરૂપ સંબંધ પણ હોય છે. દા. ત. વસ્ત્ર અને શરીર. હવે જો અનુબંધો સમવાયસંબંધ સ્વરૂપ હોય તો પ્રકૃતિ અથવા પ્રત્યય વગેરે સાથે અભેદભાવે હોય તથા સંયોગસંબંધ સ્વરૂપ હોય તો અનુબંધો પ્રકૃતિ વગેરે સાથે કાયમ રહી શકે નહીં. અહીં અનુબંધો અનવયવ સ્વરૂપ છે. આથી પ્રકૃતિ વગેરે સાથે અનુબંધોનો સંબંધ અમુક સમય