________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
“અસ્મિ’” અવ્યય અહમ્ અથવા તો હું અર્થમાં છે. દા. ત. અસ્મિ ત્વામ્ વશ્મિ (હું તમને
કહું છું.)
૫૪૯
''
“વિદ્યતે” અવ્યય સત્તા અર્થમાં છે તથા “મતિ” અવ્યય હોવું અર્થમાં છે તેમજ “’િ અવ્યય આવો અર્થમાં છે. “વ્રૂત્તિ” અવ્યય બોલો અર્થમાં છે.
“મન્યે” અવ્યય “એવી સંભાવના” અર્થમાં છે. દા.ત “મન્યે વમ્ ભવેત્” (સંભાવના છે કે એ પ્રમાણે થાય.)
“શશ્ને” અવ્યય સંભાવના અર્થમાં છે. ઉત્કટકોટિનો સંશય હોય ત્યારે (એક ટકા જેટલી ન હોવાની શક્યતા હોય અને નવ્વાણું ટકા જેટલી હોવાની શક્યતા હોય ત્યારે) “શશ્ને’ અવ્યયનો પ્રયોગ થાય છે. દા. ત. શશ્ને તેવવત્ત: અન્ન અસ્તિ (માનો કે ન માનો અહીં દેવદત્ત છે જ.)
‘“અસ્તુ” અવ્યય ઇચ્છા અર્થમાં છે. દા.ત. અસ્તુ મમ ધનમ્ (મને ધન હોય.) ભવતુ વતામિ । (સારું ! હું ચાલુ છું.) અહીં ભવતુ અવ્યય “સારું” અર્થમાં છે.
“પૂર્વતૈ” અવ્યય નિષેધ અર્થમાં અર્થાત્ રોકવું અર્થમાં છે. દા.ત. “પૂર્વતે પ્રાળાયામેન’” (પ્રાણાયામ વડે સર્યું.)
“સ્યાત્” અવ્યય સંભાવના અર્થમાં છે. આવું થઈ શકે છે વગેરે અર્થમાં પણ ‘“સ્યાત્” અવ્યય છે. દા.ત. યત્ વમ્ એ પ્રમાણે ભલે થાય. અહીં આવું થઈ શકે છે એવા અર્થમાં “સ્વાત્’ અવ્યય આવ્યો છે.
“આજ્ઞ” અવ્યય ઇતિહાસની ભૂતકાળ સંબંધી ઘટનાનો સૂચક છે તથા “આઇ” અવ્યય કઠોરતા, કહેવું, આજ્ઞા તથા મોકલવા વગેરે અર્થોમાં છે તથા “વર્તતે” અવ્યય વિદ્યમાન અર્થમાં છે.
‘“નવર્તતે” અવ્યય અવિદ્યમાન અર્થમાં છે તથા યાતિ અવ્યય “તે જાય છે” અર્થમાં છે તેમજ ‘“નયાતિ’ અવ્યય “તે જતો નથી” અર્થમાં છે. ‘‘પશ્ય’’ અવ્યય તું જુવે છે તેવા અર્થમાં છે તેમજ ‘‘પશ્યત” અવ્યય તમે જુઓ છો તેવા અર્થમાં છે.
આવહ અવ્યય હિંસા, ઉપક્રમ (પ્રારંભ) તથા નિંદા અર્થમાં છે. દા.ત. રીન્ આવહ (તે શત્રુઓને મારે છે.)
નિંદા અર્થનું ઉદાહરણ આ પ્રમાણે છે - કોઈ કહે કે, આ કાર્ય હું કરું ? હવે આ કામ (કાર્ય) બહુ અઘરું હોય ત્યારે સામેવાળી વ્યક્તિ બીજી વ્યક્તિની નિંદા કરવાના અભિપ્રાયથી કહે છે -