________________
હે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ! કલિકાલમાં તમારા સ્થાપનાનિક્ષેપાએ મારા જીવનમાં જે જીવંત પરમાત્માની ખોટ હતી તેને પૂરી કરી છે. કદાચ તમારું સાંનિધ્ય મને ન મળ્યું હોત તો મારા માટે આ કૃતિ જૈનશાસનને આપવાનું શક્ય ન બન્યું હોત. વર્તમાનમાં ચારેય નિક્ષેપાઓમાંથી અમારી પાસે માત્ર નામ અને સ્થાપના એમ બે નિક્ષેપાઓ જ વિદ્યમાન છે; છતાં પણ આ બંને નિક્ષેપાઓ સ્વતંત્ર રીતે પણ મને ભાવનિક્ષેપાની જેમ જ સહાયક થયા છે, જેની અનુભૂતિ મેં અનુભવી છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાનો વર્તમાનમાં વિદ્યમાન એવો સંપૂર્ણ બ્રહભ્યાસ હું જૈનશાસનના ચરણે ધરી શકું, તેને માટેનું બળ વગેરે જે કાંઈ અપેક્ષિત હોય એની અપેક્ષા હું આપની પાસે જ રાખીશ.
આપનો સેવક જગદીશ