________________
સૂ૦ ૧-૧-૨૭
૩૫૭ બંનેમાં સમાસને અટકાવવા માટે જ (૩/૧/૧) સૂત્રમાં ઉપસર્ગસંજ્ઞાના નિષેધ માટે રજૂ કર્યા છે, પરંતુ અર્થવાપણાનું અનર્થકપણું સિદ્ધ કરવા માટે નહીં.
(शन्या०) नैष दोषः-अर्थवत्त्वाद् भवत्येव नामसंज्ञा । ननूक्तं द्योत्यार्थाभावादानर्थक्यम्, उक्तमिदम् केवलमयुक्तम्, तथाहि-यस्य शब्दस्य वाच्यं द्योत्यं वा वस्तु न संभवति तस्य वाक्यार्थेऽनुपयोगात् प्रयोगानुपपत्तिः स्यादिति, अस्त्यमीषां द्योत्योऽर्थः, केवलं यो द्योत्योऽर्थस्तस्य प्रकरणादिवशात् संप्रत्ययाद् निष्प्रयोजनतोच्यते । धातूपसर्गयोश्च साधारणार्थतयाऽधिकद्योत्याऽर्थाभावादानर्थक्यमत्रोच्यते पूर्वाचार्यैः, न तु सर्वात्मनाऽर्थाभावात् । 'निखञ्जति, प्रलम्बते' इत्यत्र हि प्रकरणादिसामर्थ्यावगतविशेषां धातुनोक्तां क्रियां द्योतयतो नि-प्रशब्दौ, तद्धि क्रियालक्षणं वस्तु विशिष्टं (वस्त्वविशिष्टं) निप्रशब्दासंनिधानेऽप्यनाहितविशेषं भवति, यथा-शङ्के न्यस्तं क्षीरं शौक्ल्येनाविशिष्टं (अभिन्नं) शङ्खात् । यदाह श्रीशेषभट्टारक:-"नेमावनर्थको, किं तर्हि ? अनर्थान्तरवाचिनावनर्थकौ धातुनोक्तां क्रियामाहतुस्तदविशिष्टं भवति, यथा शङ्ख पयः" રૂતિ | :
અનુવાદ - ઉત્તરપક્ષ (ચાર્ય ભગવંતનો વાસ્તવિક ઉત્તરપક્ષ:) ધ અને પરિ અનર્થક હોવાથી તમે (પૂર્વપક્ષ) નામસંજ્ઞાનો નિષેધ કર્યો છે તે બરાબર નથી. કારણ કે ગધ અને રિનું અર્થવાનુંપણું થવાથી નામસંજ્ઞા થાય જ છે. આપે જે કહ્યું કે ઘોત્ય અર્થનો અભાવ હોવાથી મધ અને પરિનું અનર્થકપણું થાય છે, માત્ર આ પ્રમાણે કહ્યું છે તે અયોગ્ય છે. જે શબ્દનું વાચ્ય અથવા તો ઘોત્ય (અભિધેય સ્વરૂપ અર્થ અથવા તો ઘોત્ય સ્વરૂપ અર્થ) નથી હોતું તે શબ્દનો વાક્યના અર્થમાં ઉપયોગ હોતો નથી. અને વાક્યના અર્થમાં ઉપયોગ ન હોવાથી પ્રયોગની અપ્રાપ્તિ થાય છે. આ ધ અને પરિનો દ્યોત્ય અર્થ છે. પરંતુ જે દ્યોત્ય અર્થ છે તેનો પ્રકરણ વગેરેના વશથી બોધ થતો હોવાથી તેનું નિપ્રયોજનપણું કહેવાય છે. દા. ત. પ્ર અને નિનો ઘોત્ય અર્થ તો છે જ, પરંતુ ધાતુપાઠ વગેરે પ્રકરણના વશથી નવ્ ધાતુ અને ઉન્ન ધાતુનો અર્થ જણાઈ જાય છે. હવે આ નવૂ ધાતુ અને વસ્ ધાતુનો જે અર્થ ધાતુપાઠથી જણાય છે તે જ અર્થ પ્ર અને નિ ઉપસર્ગ દ્વારા પ્રકાશિત થાય છે. હવે સ્ત્ર અને નિ દ્વારા પ્રકાશિત થતો અર્થ ધાતુપાઠવડે જ જણાઈ જતો હોવાથી પ્ર અને નિ ઉપસર્ગના દ્યોત્ય અર્થનું કોઈ પ્રયોજન રહેતું નથી એટલામાત્રથી એવું તો ન જ કહેવાય કે પ્ર અને નિ ઉપસર્ગ અનર્થક છે.
ધાતુનો જે અર્થ છે તે જ અર્થ ઉપસર્ગનો હોવાથી ધાતુ અને ઉપસર્ગનું સાધારણઅર્થપણું હોવાથી ઉપસર્ગનો અધિક એવો કોઈ ઘોત્ય અર્થ નથી અને અધિક એવા દ્યોત્ય અર્થનો અભાવ હોવાથી જ પૂર્વાચાર્યોએ ઉપસર્ગનું અનર્થકપણું કહ્યું છે. પરંતુ ઘોય અર્થની વિદ્યમાનતા તો છે જ, આથી