________________
સૂ૦ ૧-૧-૨૭
૩પ૧ કહો છો કે કેવળ પ્રકૃતિનો પ્રયોગ કેમ નથી થતો તેનો હેતુ આપો છો. તમે જણાવો છો કે કેવળ પ્રકૃતિ પ્રયોગ કરવા યોગ્ય નથી અથવા તો કેવળ પ્રત્યય પ્રયોગ કરવા યોગ્ય નથી. આપે તો ખરેખર પ્રકૃતિ અને પ્રત્યયમાં અર્થવત્તા કેમ નથી એ જણાવવું જોઈતું હતું. આથી આપને અર્થાન્તર દોષ આવે છે. દા.ત. કોઈકને કેરીના વિષયમાં પૂછાયું હોય અને એ વ્યક્તિ કોવિદારના (વૃક્ષવિશેષ) વિષયમાં જવાબ આપે તો એ અર્થાન્તર દોષ સ્વરૂપ કહેવાશે. આપે અહીં પણ ઉપરના ઉદાહરણ જેવું જ કર્યું છે. અમે પૂછ્યું હતું પ્રકૃતિના અર્થવાનપણાં બાબતમાં તમે તો માત્ર પ્રકૃતિ અને માત્ર પ્રત્યયનાં અપ્રયોગમાં કારણને કહો છો. અર્થાત્ માત્ર પ્રકૃતિ અને માત્ર પ્રત્યયનો પ્રયોગ થતો નથી. એમાં કારણ જણાવો છો કે બંને નિત્ય સંબંધવાળા છે. અમે આ પ્રમાણે જ કહીએ છીએ કે સમુદાય જ લોકમાં અર્થના વિષયમાં પ્રયોગ કરાય છે. પરંતુ માત્ર પ્રકૃતિ અંશ અર્થના વિષયમાં લોકમાં પ્રયોગ કરાતો નથી. તેથી પ્રકૃતિનો અર્થ પ્રસિદ્ધ થતો નથી.'
ઉત્તરપક્ષ :- પ્રકૃતિનું અર્થવાનપણું કેવી રીતે થાય છે? તે અમે અહીં આપને જણાવીએ છીએ. અહીં કૌંસમાં રહેલો પાઠ વધારે સંગત થાય છે. અર્થાતું અહીં અન્વય અને વ્યતિરેકથી કહેવાયેલું એવું અર્થવાનપણું સિદ્ધ થાય છે. હવે કૌંસમાં જે પાઠ આવ્યો છે તે મહાભાષ્ય ઉપર કૈયટ વિરચિત પ્રદીપટીકાનો છે. અન્વય એટલે અનુગમ “
તત્ત્વ તત્ત્વમ”ને શાસ્ત્રીયભાષામાં અન્વય કહેવામાં આવે છે. દા.ત. શબ્દ હોતે છતે અર્થનો બોધ થાય છે તથા “તમારે તમાવ:” અર્થાત્ શબ્દના અભાવમાં અર્થના બોધનો પણ અભાવ થાય છે. આ અન્વય અથવા વ્યતિરેક શું છે એ બાબતમાં હવે જણાવે છે. કોઈકે “વૃક્ષ” એ પ્રમાણે શબ્દ સાંભળ્યો ત્યાં વૃક્ષ શબ્દ અક્તિવાળો છે તથા સાર એ પ્રત્યય છે. કોઈક અર્થ પણ આ બંનેનો જણાય છે. જેમ કે મૂળ, સ્કંધ, ફળ, પાંદડાવાળાપણું તથા એકપણું એ વૃક્ષ: શબ્દનો અર્થ છે એ જ પ્રમાણે જ્યારે વૃક્ષૌ એવો શબ્દ બોલવામાં આવે છે ત્યારે કોઈક શબ્દનો ત્યાગ કરાય છે અને કોઈક શબ્દ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈક શબ્દ અન્વયવાળો હોય છે. અહીં સારનો ત્યાગ કરાય છે અને સૌર ઉત્પન્ન કરાય છે તથા બજાર અંતવાળો વૃક્ષ શબ્દ બંનેમાં વિદ્યમાન રહે છે. તે જ પ્રમાણે કોઈક અર્થ પણ ત્યાગ કરાય છે જેમ કે અહીં એકત્વનો ત્યાગ કરાય છે. તથા કોઈક અર્થ ઉત્પન્ન થાય છે. અહીં દ્વિત સ્વરૂપ અર્થ ઉત્પન્ન થાય છે તેમજ મૂળ, સ્કંધ, ફળ તેમજ પાંદડાવાળાપણાં સ્વરૂપ અર્થ અન્વયવાળો રહે છે. તેનાથી અમે માનીએ છીએ કે જે શબ્દનો ત્યાગ કરાય છે એ ત્યાગ કરાતાં શબ્દનો ત્યાગ કરાતો અર્થ સમજવો જેમ કે હું પ્રત્યયનો ત્યાગ કરાય છે તેમજ એકત્વ અર્થનો પણ ત્યાગ કરાય છે. આથી જૂ પ્રત્યયનો અર્થ એકત્વ કરવો. તે જ પ્રમાણે દ્વિત્વ અર્થ ઉત્પન્ન કરાય છે અને ગૌ સ્વરૂપ પ્રત્યય ઉત્પન્ન કરાય છે. આથી “સૌ" શબ્દનો દ્વિત્વ સ્વરૂપ અર્થ થાય છે. એ પ્રમાણે બોધ થાય છે. તથા વૃક્ષ અને