________________
३४८
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ માની લેવામાં આવે છે. આ પ્રમાણે સાધુ શબ્દ દ્વારા જ અશુદ્ધ શબ્દના શુદ્ધ અર્થની પ્રતીતિ થાય છે. અસાધુ એવા “ો” શબ્દમાં કોઈ વિશિષ્ટ અર્થમાં સંકેત નથી તથા જે શબ્દને વિશે સંકેત ઉત્પન્ન થયો નથી એવો શબ્દ અર્થને પ્રાપ્ત કરાવી શકતો નથી. જે શબ્દો કોઈ ચોક્કસ અર્થમાં સંકેતવાળા થયા હોય તે જ શબ્દો વિશિષ્ટ અર્થને જણાવી શકે છે. અહીં અનુકાર્ય સ્વરૂપ
જો" શબ્દ સાચા “” પદાર્થ માટે સંકેતિત થયો નથી માટે સાચા “દ” પદાર્થને જણાવી શકતો નથી. સંકેત પ્રાપ્ત ન થયો હોય એવા શબ્દો પણ જો વિશિષ્ટ અર્થને જણાવવા માટે સમર્થ થશે તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવશે અને આમ થશે તો ગમે તે શબ્દોના ગમે તે અર્થો જણાવા લાગશે. માટે જ અમે કહીએ છીએ કે અશુદ્ધ એવો અનુકાર્ય સ્વરૂપ શબ્દ જો અર્થવાનું નથી તો અનુકાર્ય સાથે અભિન્ન એવો અનુકરણવાચક શબ્દ કેવી રીતે અર્થવાનું હોઈ શકે? માટે જ એવા અનુકરણવાચક શબ્દોમાં અર્થવાનપણાંનો અભાવ થવાથી નામસંજ્ઞાની પ્રાપ્તિ આવતી નથી.
(शन्या०) यदा तु भेदो विवक्ष्यते तदाऽनुकार्येणार्थेनार्थवत्त्वादनुकरणस्य नामत्वे 'पचतिमाह' इत्यादिवद् भवत्येव स्याद्युत्पत्तिरित्यर्थः ।
અનુવાદ :- અમે સ્યાદ્વાદનો આશ્રય કર્યો હોવાથી ક્યારેક અનુકાર્ય અને અનુકરણવાચક શબ્દમાં અભેદ મનાય છે તથા ક્યારેક અનુકરણવાચક અને અનુકાર્યવાચક શબ્દમાં ભેદ પણ મનાય છે. આથી જ્યારે અનુકાર્ય અને અનુકરણ શબ્દ વચ્ચે ભેદ માનવામાં આવશે ત્યારે અનુકાર્યનો જે અર્થ થશે તે જ અનુકરણવાચક શબ્દનો થશે. આથી એવા અનુકરણવાચક શબ્દમાં અર્થવાનુપણું થવાથી નામસંજ્ઞાની પ્રાપ્તિ શક્ય થઈ શકશે. અહીં અનુકાર્યવાચક શબ્દમાં અર્થવાનપણું કેવી રીતે માનવું? એના સંબંધમાં મહાપુરુષોએ કહ્યું છે કે, ધ્વનિના ઉચ્ચારણ સ્વરૂપ અર્થ એવા શબ્દોમાં રહ્યો છે. ભલે એવા “નો" શબ્દનો સાસ્ના વગેરેવાળો અર્થ ન થાય, પરંતુ શબ્દાત્મક અર્થ એ “જો” શબ્દમાં છે જ. આથી અનુકરણવાચક શબ્દ બોલનારની બુદ્ધિમાં માત્ર આ વ્યક્તિ આવો શબ્દ બોલ્યો એવો શબ્દાત્મક અર્થ તો જણાય જ છે. આમ, અનુકરણવાચક શબ્દ બોલનારે ભેદ કરવા દ્વારા મૂળ અર્થને બદલે માત્ર ધ્વનિ સ્વરૂપ અર્થ કર્યો હોવાથી એવા અર્થથી તો અનુકરણવાચક શબ્દ અર્થવાનું થાય જ છે. આને માટે બ્રહવૃત્તિમાં “પતિના” ઉદાહરણ આવ્યું છે. કોઈક દ્વારા બોલાયેલા “પતિ” શબ્દનું અનુકરણ કરીને બીજી વ્યક્તિ બોલતી હોય ત્યારે એ બીજી વ્યક્તિના મનમાં માત્ર “પતિ” સ્વરૂપ ધ્વનિ અર્થ જ વિદ્યમાન છે. આથી ઉચ્ચારણ સ્વરૂપ અર્થ અનુકરણવાચક શબ્દનો થવાથી“પ્રવૃતિ” શબ્દમાં નામસંજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને નામસંજ્ઞાની પ્રાપ્તિ થવાથી યાદિની ઉત્પત્તિ થાય છે. આથી જ “પ્રતિમાદ' વગેરે પ્રયોગો જોવા મળે છે.