________________
સૂ૦ ૧-૧-૨૭
૩૨૧
(श०न्या० ) ननु नित्यत्वादन्तरङ्ग एवार्थशब्दः प्रयुज्यते, नित्यो हि शब्दस्य संबन्धादारभ्य बुद्ध्यर्थः, यदसन्निहितेऽपि विषये बुद्धिः शब्देन जन्यते - गौर्जायते, गौर्मृत इति; तथा विपरीतेऽपि वस्तुन्यहेयत्वादुत्पद्यते, यथा- गौर्वाहीक इति । असाधारणत्वाच्च बुद्धिरेवार्थः, साधारणो हि विषयः सर्वपर्यायशब्दानाम् - इन्द्रः शक्रः पुरन्दर इति, न तथा बुद्ध्यर्थः साधारण:; इतश्च बुद्धिरेवार्थ:, कुत: ? व्यापित्वाद्, नह्यभावो विनाशः शशविषाणमित्यादीनां शब्दानां विषयोऽर्थो विद्यते, बुद्ध्यर्थस्तु विद्यत एव सर्वेषाम्, एवं च सर्वा प्रक्रिया बुद्धिविषया उपपद्यत इति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- અર્થ બે પ્રકારના છે એવું આપ જણાવો છો. પરંતુ અહીં “અ” શબ્દ તરીકે બુદ્ધિ સ્વરૂપ અર્થ જ પ્રયોગ કરવો જોઈએ. બુદ્ધિ સ્વરૂપ અર્થ નિત્ય હોવાથી તે જ અર્થ પ્રયોગ કરાય છે. શબ્દના સંબંધથી આરંભ કરીને બુદ્ધિ અર્થ વિદ્યમાન થયો હોવાથી બુદ્ધિ અર્થ નિત્ય છે. બુદ્ધિ અર્થને વિષયની આવશ્યકતા રહેતી નથી. માત્ર શબ્દ બોલવામાં આવે છે અને બુદ્ધિ સ્વરૂપ અર્થ આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કહે કે, “નૌ ખાયતે”, “ગૌ મૃતઃ” આ પ્રયોગોમાં પાઠશાળામાં બેઠા બેઠા પણ ગાય ઉત્પન્ન થાય છે અને ગાય મરી ગઈ એવા જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ અર્થ આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે આ વાક્યનો બહિરંગ અર્થ તો જે સમયે ગાય ઉત્પન્ન થઈ રહી હોય તે સમયે જ વિદ્યમાન હોય છે અથવા તો ભૂતકાળમાં જે ક્ષેત્રમાં ગાય મરી ગઈ હતી ત્યારે જ વિષય સ્વરૂપ બહિરંગ અર્થ વિદ્યમાન હતો. આથી બહિરંગ અર્થ કરતાં બુદ્ધિ સ્વરૂપ અર્થ જ સ્વીકારવા યોગ્ય છે.
વિપરીત એવી વસ્તુમાં પણ બુદ્ધિ સ્વરૂપ અર્થ ઉત્પન્ન થાય જ છે. “ગૌર્વાહી” આ પ્રયોગમાં ‘‘વાદી” શબ્દનો અર્થ અફઘાનિસ્તાનની એક જાતિ સ્વરૂપ થાય છે. અર્થાત્ કેટલાક પુરુષો મૂર્ખ જેવા હોય છે. તેમની બળદ સાથે સરખામણી કરવામાં આવે છે. વાહીક નામની પ્રજા જાણે કે બળદ છે. ખરેખર વાહીક તો પુરુષ છે છતાં પુરુષમાં પણ બળદ સ્વરૂપ પદાર્થનો બોધ કરવામાં આવે છે. અર્થાત્ જે બળદ નથી તેમાં બળદ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આથી વિપરીત એવી વસ્તુઓમાં પણ બુદ્ધિ સ્વરૂપ અર્થ ઉત્પન્ન થઈ શકે છે. વળી, પુરુષમાં પશુનો બોધ કરવામાં આવે છે એને હેય તરીકે પણ માનવામાં નથી આવતું. આવા પ્રયોગો નિર્દોષ જ મનાય છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે દેવદત્ત ગધેડો છે. આ પ્રમાણે બહિરંગ અર્થમાં બોલી શકાતું નથી. કોઈ વ્યક્તિ વાહીક સ્વરૂપ પુરુષને જુએ, એ પુરુષને જોયા પછી તો પુરુષ સ્વરૂપ પદાર્થનો જ બોધ થાય છે. એ જ પ્રમાણે દેવદત્તને જોયા પછી દેવદત્ત સ્વરૂપ પુરુષ પદાર્થનો જ બોધ થાય છે, પરંતુ ગધેડા સ્વરૂપ પદાર્થનો બોધ થતો નથી. આથી બહિરંગ અર્થ વિપરીત વસ્તુમાં ઉત્પન્ન થઈ શકતો નથી. માટે બુદ્ધિ સ્વરૂપ અર્થ જ વિચારવા યોગ્ય છે.