________________
૧૭૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ હવેની પંક્તિ સમજતાં પહેલા કેટલીક વિચારણાઓ કરી લઈએ. લક્ષ્યમાં રહીને બીજા બધાથી લક્ષ્યને જુદું પાડે તે લક્ષણ કહેવાય તથા લક્ષ્યની બહાર રહીને બીજા બધાથી લક્ષ્યને પૃથગૂ કરે તે ઉપલક્ષણ કહેવાય. વિદ્યમાન સત્ વ્યવર્તમ્ તૈક્ષણમ્ તથા વિદ્યમાનં સત્ વ્યવર્તમ ૩૫ત્તક્ષા. આટલો લક્ષણ અને ઉપલક્ષણમાં ભેદ છે.
પૂર્વપક્ષ :- લક્ષ્યની નજીક રહ્યાં હોયને લક્ષ્યની ઓળખાણ કરાવતાં હોય તેની પણ અમે વ્યંજનસંજ્ઞા સમજી લઈશું. આથી કારની પણ વ્યંજનસંજ્ઞા થઈ જશે.
ઉત્તરપક્ષ - ઉપલક્ષણમાં કાર્ય થઈ શકતું નથી. કોઈક ગુરુ મુનિભગવંતને કહે કે કૂતરાવાળા ઘરમાંથી ગોચરી લઈ આવો. ત્યારે મુનિ ગોચરી લાવવાનું કાર્ય ઘરમાંથી જ કરે છે. પરંતુ કૂતરા પાસેથી કરતાં નથી. કૂતરો બહાર ગયો હોય અથવા તો મરી ગયો હોય તો પણ તે ઘરને કૂતરાવાળું ઘર જ કહેવાય છે. તે જ પ્રમાણે અહીં પણ વ્યંજનસંજ્ઞા કરવા સ્વરૂપ કાર્ય ઘર, કાર વગેરેમાં જ થઈ શકત. પરંતુ ઉપલક્ષણ સ્વરૂપ કારમાં થઈ શકત નહીં. “આચાર્ય ભગવંતને કારની પણ વ્યંજનસંજ્ઞા તો ઇષ્ટ જ છે. આથી સમીપ અર્થવાળો ‘દ્રિશબ્દ અહીં નિરર્થક છે. આચાર્ય ભગવંત ઉપલક્ષણમાં કાર્યનો અયોગ છે એવા સિદ્ધાંતને માટે આ ઉદાહરણ બતાવે છે. દા.ત. “વિત્ર માનીયતામ્” આ વાક્ય પ્રમાણે અનેક પ્રકારની ગાયોથી ઓળખાતો પુરુષ લવાય છે. પરંતુ અનેક પ્રકારની ગાયોને લવાતી નથી.
હવે “માદ્રિ' શબ્દનો વ્યવસ્થા અર્થ પણ ઘટતો નથી. દા.ત. “રેવત્તાવા: માનીયન્તા” તારાવડે દેવદત્ત વગેરે લવાય. અહીં આદિ શબ્દ વ્યવસ્થા અર્થમાં હોવાથી જ્યાં દેવદત્ત બેઠો હોય ત્યાંથી શરૂ કરીને જે ક્રમથી બીજા બધા બેઠા હોય તેઓને લાવવાનું કહ્યું છે એવો અર્થ જણાય છે. આથી દેવદત્ત વગેરેની જે વ્યવસ્થા ત્યાં વિદ્યમાન હોય તેઓને લાવવાનો અર્થ જણાય છે. એ પ્રમાણેનો વ્યવસ્થા અર્થ અહીં “મતિ” શબ્દથી જણાતો નથી. આ વ્યાકરણમાં “આચાર્ય ભગવંત” “ વગેરે વ્યંજનોની જો નવી વ્યવસ્થા કરતાં હોત તો “દ્રિ” શબ્દ વ્યવસ્થા અર્થવાળો થાત અને “બદ્રિ"થી એવા જ વ્યંજનો ઓળખાત. જે ‘વ વગેરેનાં ક્રમમાં વિદ્યમાન હોય. આથી વાર બાકીનાં વર્ષોનાં વિશેષણ સ્વરૂપ બનત. પરંતુ વર્ણનો પાઠક્રમ તો પહેલેથી જ વ્યવસ્થિત હોવાથી “આચાર્ય ભગવંતે” નવી કોઈ વ્યવસ્થા કરી નથી. તેથી ભૂતકાળનાં પાઠક્રમમાં કોઈ દોષ આવતો હતો માટે અમારે નવા પાઠક્રમની વ્યવસ્થા કરવી પડી છે એવું નથી. એ પ્રમાણે જૂનાં પાઠક્રમમાં દોષનો અભાવ હોવાથી અહીં કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી માટે વ્યવસ્થા અર્થ પણ ઘટતો નથી. સિદ્ધાંતમાં ન્યાય આવે છે કે સંભવ હોય અને દોષ હોય તો વિશેષણ અર્થવાળું થાય છે. અહીં વ્યવસ્થા અર્થમાં ‘દ્રિ' શબ્દ લાવી કાર વિશેષણ ત્યારે જ કરવું પડે જો ભૂતકાળનાં પાઠક્રમમાં કોઈ દોષ ઊભો થતો હોય. પહેલાનાં