________________
સૂ૦ ૧-૧-૪
૧૩૩ (૧) સંવૃત્ત :- શિવસૂત્રની અંદર અને પ્રયોગ અવસ્થામાં (ઉચ્ચારણ અવસ્થામાં) સંવૃત્ત પ્રયત્નવાળો માન્યો છે. આથી માર માટે સંવૃત્ત એ દોષ નથી. પરંતુ પાર વગેરેમાં સંવૃત્તપણું એ દોષ છે. ગળાને સંકુચિત કરીને સ્વરોનું ઉચ્ચારણ કરવું એ “સંવૃત્ત” દોષ છે. આથી અધ્યક્ષરોનો જે વિવૃતતમ પ્રયત્ન હોવો જોઈએ તેને બદલે ગળાને સંકુચિત કરીને બોલવામાં આવે તો સંવૃત્તપણાં રૂપ દોષ થાય છે. આ વસ્તુ કૈયટનાં અભિપ્રાયથી લખી છે. અન્ય ગ્રંથોમાં તો મોરાતિમાં પણ આ દોષ કહેવા માટે યોગ્ય છે.
(૨) :- અન્ય સ્થાનોથી જે વર્ષોની ઉત્પત્તિ થઈ હોય તેને “કસ્ત” દોષ કહેવાય છે. જેમ કે કાકલ પ્રદેશથી સ્વરોનું ઉચ્ચારણ કરવામાં આવે તો તે ફક્ત દોષ કહેવામાં આવે છે. અર્થાત્ કંઠ વગેરે જે સ્થાનો છે તેનાં સિવાયનાં સ્થાનોથી જો વર્ગોનું ઉચ્ચારણ કરવામાં આવે તો કલ દોષ પ્રાપ્ત થાય છે.
(૩) આત:- ધમણની જેમ શ્વાસની અધિકતાથી સ્વરોનું ઉચ્ચારણ કરવું. આ રીતે ઉચ્ચારણ કરાયેલાં સ્વરો બાત દોષથી દૂષિત થાય છે. આ દોષ થાય ત્યારે હ્રસ્વ પણ દીર્ઘ જેવો જણાય
(૪) પuીત :- ઉચ્ચારણ કરાયેલો સ્વર મોકાર છે. અથવા તો મૌછાર છે. એ પ્રમાણે ભેદનું જ્ઞાન ન થાય ત્યારે પ્રણીત દોષ સમજવો. કેયટનાં મતે ગોજાર અને ગૌરમાં કોઈ વિશિષ્ટતા ન રહે અર્થાત્ તે બંને એક થઈ જાય ત્યારે પ્રીત દોષ ઉપસ્થિત થાય છે અથવા તો હરણની છલાંગની જેમ ઊંચાનીચા થવું એ પ્રમાણે સ્વરનાં ઉચ્ચારણમાં અવસ્થા થવી તે પછીત દોષ સમજવો.
(૫) મહૂત:- મુખની અંદર જ બોલવું અથવા તો મુખમાં પાણી ભર્યા પછી બોલવામાં આવે ત્યારે જે પ્રમાણે સ્વરોનું ઉચ્ચારણ થાય એ પ્રમાણે સ્વરોનું ઉચ્ચારણ કન્વત દોષવાળું થશે. સ્વરનો ધ્વનિ વ્યક્ત હોવા છતાં પણ મુખની અંદર જ સંભળાય છે.
(૬) મરદ્ધ:- જે સ્વરનાં ઉચ્ચારણ માટે જેટલાં પ્રયત્નની આવશ્યકતા છે, તેનાથી અડધો પ્રયત્ન કરવો તેવું ઉચ્ચારણ (સ્વરનું) અદ્ધક દોષવાળું થશે. આ પ્રમાણે દીર્ઘ સ્વર પણ હ્રસ્વ જેવો થાય છે તથા હૃસ્વ સ્વર અડધી માત્રા (વ્યંજન) જેવો થઈ જાય છે. દા.ત. સ્ત્રી વનમાં ગઈ હતી. અહીં હું દીર્ઘ છે. છતાં હ્રસ્વ રૂ જેવું ઉચ્ચારણ થાય છે.
(૭) પ્રતિ :- જિદ્ઘામૂલથી નિયંત્રિત કરીને સ્વરનું ઉચ્ચારણ કરવાથી સ્વરોમાં પ્રસ્ત દોષ ઉત્પન્ન થાય છે. કેટલાક લોકો અવ્યક્ત ઉચ્ચારણ કરવાને વિશે પ્રસ્તદોષ માને છે. લોકોને ખબર ન પડે કે કયો સ્વર બોલ્યા તે અવ્યક્ત કહેવાય છે.