________________
૬૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અનિત્યપક્ષ ઘટી શકશે નહીં. વળી, એકાંતે અનિત્યપક્ષ માનવામાં આવે તો આ ફળ છે, આ ક્રિયા છે. આ કરણ છે, આ ક્રમ છે. (કોઈપણ કાર્યની પ્રાપ્તિ થાય ત્યારે ઉત્પત્તિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, તેવા અર્થની અપેક્ષાવાળો આ ક્રમ શબ્દ છે.) આ નાશ છે, આ સંયોગથી ઉત્પન્ન થયેલું એવું ફળ છે, મારી આ દશા છે, આ મિત્ર છે, આ શત્રુ છે. આ વ્યક્તિ આ ક્ષેત્રનો છે, આ વ્યક્તિ બીજા ક્ષેત્રનો છે, તથા આ વ્યક્તિ જુવાન છે, આ વ્યક્તિ વૃદ્ધ છે એ પ્રમાણે વિચાર કરતો એવો પંડિત પુરુષ પ્રવર્તે છે, કોઈ બીજો નહીં. આ પ્રમાણેના સ્વરૂપવાળું પ્રત્યક્ષથી જણાયેલું એવું સામર્થ્ય એ કારકને ઉત્પન્ન કરાવવાવાળું થાય છે. વળી, તે ઉત્પન્ન થયા પછી ક્ષણમાત્ર રહીને નાશ થઈ જતું હોવાથી એકાંત અનિત્યપક્ષમાં ઘટી શકશે નહીં. જો એક કારક નહીં ઘટી શકે તો કા૨કોનો સમૂહ તો કેવી રીતે ઘટી શકે ? આથી નિત્યાનિત્ય સ્વરૂપ સ્યાદ્વાદ જ સ્વીકારવા યોગ્ય છે.
(श०न्या० ) तथा तमन्तरेण सामानाधिकरण्यं विशेषण - विशेष्यभावोऽपि नोपपद्यते । तथाहि-भिन्नप्रवृत्तिनिमित्तयोरेकत्र वृत्तिः सामानाधिकरण्यम्, तयोश्चात्यन्तभेदे घट-पटयोरिव नैकत्र वृत्तिः । नाप्यत्यन्ताभेदे, भेदनिबन्धनत्वात् तस्य, नहि भवति नीलं नीलमिति । किञ्च, नीलशब्दादेव तदर्थप्रतिपत्तावुत्पलशब्दानर्थक्यप्रसङ्गः । तथैकं वस्तु सदेवेति नियम्यमाने विशेषण-विशेष्यभावाभावः । विशेषणाद् विशेष्यं कथञ्चिदर्थान्तरं भूतमभ्युपगन्तव्यम् । अस्तित्वं चेह विशेषणम्, तस्य विशेष्यं वस्तु तदेव वा स्यादन्यदेव वा ? न तावत् तदेव, न हि तदेव तस्य विशेष्यं भवितुमर्हति असति च विशेष्ये विशेषणत्वमपि न स्याद्, विशेष्यं विशिष्यते येन तद्विशेषणमिति व्युत्पत्तेः । अथान्यत्, तर्ह्यन्यत्वाविशेषात् सर्वं सर्वस्य विशेषणम् । समवायात् प्रतिनियतो विशेषण- विशेष्यभाव इति चेद्, न-सोऽप्यविष्व ( पि ह्य) ग्भावलक्षण एवैष्टव्यः, रूपान्तरपरिकल्पनायामनवस्थाप्रसङ्गः । न चासावत्यन्तभेदेऽभेदे वा संभवतीति भेदाभेदलक्षणस्याद्वादोऽकामेनाप्यभ्युपगन्तव्यः ।
અનુવાદ :- સ્યાદ્વાદ વિના સમાનાધિકરણપણું તથા વિશેષણ-વિશેષ્યભાવ પણ સંગત થશે નહીં. ભિન્નપ્રવૃત્તિનિમિત્તવાળા એવા બેનું એક જ અધિકરણમાં રહેવું એ સમાનાધિકરણપણું કહેવાય છે. શબ્દો ચાર પ્રકારના હોય છે :
(૧) જાતિપ્રવૃત્તિનિમિતક ઃ જાતિ છે પ્રયોગમાં (વ્યવહારમાં) કારણ જેને એવા શબ્દો જાતિપ્રવૃત્તિ-નિમિત્તક” કહેવાય છે. દા.ત. ‘ગો’ શબ્દના પ્રયોગમાં ગોત્વ જાતિ કારણ બને છે.
(૨) ગુણપ્રવૃત્તિનિમિત્તક : ગુણ છે પ્રયોગમાં કારણ જેને એવા શબ્દો ગુણવૃત્તિનિમિત્તક કહેવાય છે. દા.ત. ‘શુતમ્” શબ્દ. આ શબ્દના વ્યવહારમાં ગુણ કારણ સ્વરૂપે બને છે.