________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
परिशिष्ट
શહેરમાં પ્રવેશ કરવો પડે... તો આ બધા કારણોસર શહેરોમાં જવું જ પડે તો મહીનામાં બે કે ત્રણ વાર પ્રવેશ કરવાની છૂટ. . જો વધારે વખત પ્રવેશ કરે તો ઉપરના દોષો લાગે. (૧) પરમાત્માએ મહિનામાં બે/ત્રણથી વધારે વાર શહેરમાં જવાની ના પાડી હોવાથી, વધારે વાર જનારા સંયમીઓને
આજ્ઞાભંગ દોષ લાગે. શહેરોમાં વારંવાર પ્રવેશીને ત્યાંના વિષયસુખાદિમાં લંપટ બનેલો સંયમી સભ્ય ગુમાવી બેસે અને મિથ્યાત્વ પામે. અથવા તો ‘શહેરમાં ન જવાની પ્રભુની આજ્ઞા ઉપર શ્રદ્ધા નથી' માટે જ એ વારંવાર શહેરમાં જાય છે. આમ એને પ્રભુની આજ્ઞા ઉપર શ્રદ્ધા ન હોવાથી મિથ્યાત્વ લાગે એ સ્પષ્ટ હકીકત છે. અથવા તો શહેરોમાં વારંવાર પ્રવેશ્યા બાદ ત્યાંની અનુકુળતાઓ વગેરેને લીધે શહેર છોડવાનું મન ન થાય. કોઈ કહે કે “તમે આજ્ઞાભંગ કરો છો, ગામડામાં જતા રહો' તો એ વખતે સંયમી બચાવ કરે કે, “આ કાળમાં તો શહેરમાં જ રહેવું પડે, શાસનપ્રભાવનાદિ કરવા માટે શહેરોમાં રહેવું જ યોગ્ય છે. ગામડાઓમાં શાસન પ્રભાવના ન થાય.” સ્વહિતનો ઘાત કરીને પરહિત કરવાની પ્રવૃત્તિ શાસ્ત્રકારો કદિ માન્ય ન રાખે. પણ આ સંયમી સુખશીલતાદિને કારણે
આવા ખોટા બચાવો કરી મિથ્યાત્વ પામે એ શક્ય છે. (૩) “પેલા સંયમીઓ શહેરોમાં રહે જ છે ને? એ બધા કંઈ મુર્ખ થોડા છે? એ બધાને પણ જિનાજ્ઞા વહાલી છે. છતાં જો
તેઓ શહેરોમાં રહેતા હોય તો એની પાછળ કોઈક રહસ્ય હશે જ ને? આપણે પણ શહેરોમાં જઈએ.” શહેરોમાં વસનારા સંયમીઓને જોઈને કદિ શહેરોમાં ન જનારા સંયમીઓ પણ ઉપરના વિચારો કરી શહેરોમાં જતા થઈ જાય અને એ રીતે પછી બધાજ સંયમીઓ શહેરવાસી બની જાય. કેટલો મોટો હાહાકાર? આજે આ અનવસ્થા સાક્ષાત દેખાઈ રહી છે. ગામડાઓના ઉપાશ્રયો ખાલીખમ! અને શહેરોમાં રહેવાની જગ્યા શોધવા જવું પડે એટલી વિશાળ સંખ્યામાં સંયમીઓનો વસવાટ! જે કેટલાક ગ્રુપો અત્યાર સુધી ગામડામાં જ હતા, શહેરોમાં આવ્યા જ ન હતા તેઓએ પણ બધાને શહેરોમાં જોઈ શહેરોમાં પ્રવેશ આરંભી દીધો અને “અમુક શહેરોમાં ન જવું” એવી વર્ષો જૂની પ્રણાલિકાઓ તે તે ગ્રુપોની તૂટી ગઈ. આનું કારણ શહેરોમાં જનારા અને વસનારા સંયમીઓ છે. એમને જોઈને બીજાઓના પણ મન થયા. શાસ્ત્રની આ બધી વાતો બધા તો ક્યાંથી જાણતા હોય? (‘ગામડાઓમાં ગોચરી નથી મળતી માટે શહેરોમાં જવું પડે છે” એવું જેઓ માને છે તેઓ આ વાત વિચારે કે ૪૦
૫૦ ઘરોની વસતિવાળા ઘણા સારા ગામડાઓ ચોમાસાદિ માટે ટળવળે છે...') (૪) વિરાધના શહેરોમાં ઈંડિલ જવાની જગ્યા ખૂબ જ દુર્લભ હોય છે. પરિણામે. વાડામાં જવું પડે એટલે સંમૂર્ણિમથી
માંડીને ઘણી બધી વિરાધના થાય. માત્રા પરઠવવાના સ્થાનો પણ ક્યારેક વ્યવસ્થિત મળતા નથી. બોમ્બેમાં ઘણે ઠેકાણે માત્ર પરઠવવાની કંડીઓ નીચેના ભાગમાં ગટર સાથે જોડાયેલી હોય છે. સંયમીને એમ લાગે હું તો કુંડીમાં માત્ર પરઠવું છું પણ એ બધું માત્ર નીચે ગટરમાં જતું હોય છે. આથી અનેક પ્રકારની સંયમ વિરાધના થાય.
શહેરોનું વાતાવરણ વાહનોના ધુમાડા વગેરેને કારણે અત્યંત પ્રદૂષિત હોય છે. ફેકટરીઓમાંથી છુટતા ગેસો. ગંદા પાણીઓ વગેરેને કારણે શહેરો મોટા રોગોનું કારણ છે. આજે ગામડાઓમાં ડૉકટરો કે વૈદ્યોની જરૂર ખૂબ ઓછી પડે છે. જ્યારે શહેરોમાં તો હવે સ્થાને સ્થાને દવાખાનાઓ, હોસ્પિટલો થવા માંડી છે. કદાચ યૌવનવયમાં એ પ્રદૂષણની અસર તાત્કાલિક ન દેખાય. પરંતુ એ પ્રદૂષણના કારણે ૪૦-૫૦ વર્ષે તો ફેફસાઓ નબળા પડવા માંડે છે.
સાંભળ્યું છે કે ચાર રસ્તાની વચ્ચે ઊભા રહેનારા ટ્રાફિક પોલીસનું આયુષ્ય ઓછું હોય છે. કેમકે વાહનોમાંથી નીકળતા ઝેરી ધુમાડા વગેરેને કારણે તે અનેક રોગોથી ઘેરાઈને વહેલો મૃત્યુ પામે છે. 428