________________
१० स्थानकाध्ययने काण्डानि ७७८ सूत्रम्-द्वीपायुद्वधाः नक्षत्रमण्डले ज्ञाननक्षत्राणि ७७९-७८१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ इमीसे णं रयणप्पभाते पुढवीते रयणे कंडे दस जोयणसयाई बाहल्लेणं पन्नत्ते । इमीसे णं रयणप्पभाते पुढवीते वतिरे कंडे दस जोयणसताई बाहल्लेणं पण्णत्ते । एवं वेरुलिते १ लोहितक्खे २ मसारगल्ले ३ हंसगब्भे ४ पुलते ५ सोगंधिते ६ जोतिरसे ७ अंजणे ८ अंजणपुलते ९ रतते १० जातरूवे ११ अंके १२ फलिहे १३ रिढे १४ जहा रयणे तहा सोलसविधा भाणितव्वा ।। सू०७७८।। (મૂળ) આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ, એક હજાર યોજન પ્રમાણ જાડાઈ વડે કહેલ છે. આ રત્નપ્રભા પૃથ્વીનો વજકાંડ,
એક હજાર યોજન પ્રમાણ જાડાઈ વડે કહેલ છે. એવી રીતે વૈર્યકાંડ ૧, લોહિતાક્ષકાંડ ૨, મારગલ્લકાંડ ૩, હંસગર્ભકાંડ ૪, પુલકકાંડ ૫, સૌગંધિકકાંડ ૬, જ્યોતિરસકાંડ ૭, અંજનકાંડ ૮, અંજનપુલકકાંડ ૯, રજતકાંડ ૧૦, જાતરૂપ (સુવર્ણ) કાંડ ૧૧, અંકકાંડ ૧૨, સ્ફટિકકાંડ ૧૩ અને રિષ્ણકાંડ ૧૪, જેમ રત્નકાંડ કહ્યું તેમ સોળ પ્રકારના
કાંડો કહેવા. ૭૭૮ll (ટી.) મી ' મિત્યાદ્રિ જે આ એક રાજ પ્રમાણ લંબાઈ પહોળાઈથી, એક લાખ ને એંશી હજાર યોજન જાડાઈથી છે, તથા ઉપર, મધ્યમ અને નીચે જેણીના ખરકાંડ, પંકબહુલકાંડ અને જલબહુલકાંડ નામના ક્રમશઃ સોળ હજાર, ચોરાશી હજાર અને એંશી હજાર યોજન જાડાઈથી વિભાગો છે. રૂમી' ત્તિ આ પ્રત્યક્ષ નજીક રહેલા રત્નોની પ્રભા છે જેણીમાં અથવા રત્નો વડે પ્રભાતિ–જે શોભે છે તે રત્નપ્રભા. તેણીની પૃથ્વીનો જે ખરકાંડ તે સોળ પ્રકારના રત્નાત્મક હોવાથી સોળ પ્રકારનું છે. તેમાં જે પેલો ભાગ રત્નકાંડનામા છે, તે એક હજાર યોજન જાડાઈથી છે અર્થાત્ એક હજાર યોજન પૂલપણાએ છે. એવી રીતે બીજા પંદર સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે-પહેલું સામાન્ય રત્નાત્મક કાંડ છે, શેષ કાંડો વિશેષ રત્નમય છે. ચૌદ કાંડોના અતિદેશને કહે છે–'' મિત્ય૦િ પૂર્વ એટલે પૂર્વના અભિલાપ વડે બધાય કાંડો કહેવા. 'વેતિય' ત્તિ વૈડૂર્યકાંડ, એમ લોહિતાક્ષકાંડ, મસારગલ્લકાંડ, હંસગર્ભકાંડ એમ બધાય જાણવા. વિશેષ એ કે-રજત-રૂપું, જાતરૂપ-સોનું. આ બન્ને પણ રત્નો જ છે. ll૭૭૮.
- રત્નપ્રભાના પ્રસ્તાવથી તેના આધેય દ્વીપાદિની વક્તવ્યતાને ચાર સૂત્ર વડે કહે છેसव्वे वि णं दीव-समुद्दा दसजोयणसताई उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं महादहा दस जोयणाई उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं सलिलकुंडा दसजोयणाई उव्वेहेणं पण्णत्ता । सितासीतोतातो णं महानतीतो मुहमूले . दस दस जोयणाई उव्वेहेणं पण्णत्ताओ ।। सू० ७७९।। कत्तियाणक्खत्ते सव्वबहिरातो मंडलातो दसमे मंडले चारं चरति । अणुराधानक्खत्ते सव्वब्भंतरातो मंडलातो दसमे मंडले चारं चरति ।। सू० ७८०।। । दस णक्खत्ता णाणस्स विद्धिकरा पण्णत्ता, तंजहा-मिगसिरमद्दा पुस्सो, तिन्नि य पुव्वाई मूलमस्सेसा । हत्थो चित्ता य तहा, दस विड्दिकराई णाणस्स ।।१।। ।। सू० ७८१।। (મૂળ) બધાય દ્વીપ સમુદ્રો, દશ સો-એક હજાર યોજન ઊંડાઈથી કહેલ છે. બધાય પદ્મદ્રહ વગેરે મહાદ્રો, દશ યોજન
ઊંડાઈથી કહેલા છે. બધાય ગંગાપ્રમુખ નદીના પ્રપાતકુંડો-જે કુંડોમાં નદીનું પાણી પડે છે તે, પ્રભવકુડો-જેમાંથી નદીનું પાણી નીકળે છે તે દશ યોજન ઊંડાઈથી કહેલા છે. શીતા અને શીતોદા મહાનદીઓ, મુખમૂલ–સમુદ્રમાં પ્રવેશે છે તે સ્થાને દશ દશ યોજનપ્રમાણ ઊંડાઈ વડે કહેલી છે. //૭૭૯ કૃતિકા નક્ષત્ર, ચંદ્રના સર્વ બાહ્ય મંડલથી દશમા મંડલમાં અને સર્વ અત્યંતર મંડલથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર, સર્વ અત્યંતર મંડલથી દશમા મંડલમાં અને સર્વ બાહ્યમંડલથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. ચંદ્રના સર્વ મંડલ-માર્ગ પંદર છે. ૭૮૦
–
391