________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि ।। વચન સાંભળીને ગોશાલો ખીજાયો અને ગોચરએ ગયેલા ભગવાનના આનંદ નામના શિષ્યને જોયો. ત્યારે તે પ્રત્યે બોલ્યો, કે-હે આનંદ! તું આવ, એક ઔપમ્પ (દાંત) સાંભળ. જેમ કેટલાએક વ્યાપારીઓ દ્રવ્યના અર્થી થયા થકા વિવિધ કરિયાણા વડે ગાડાઓ ભરીને દેશાંતરમાં જતાં મહાઅટીમાં પેઠા. ત્યાં તુષા લાગવાથી જલને ગવેષતાં થકાં તેઓને ચાર વલ્મીકરાફડાઓના શિખરો શાવલ વૃક્ષની અંદર જોવામાં આવ્યા અને શીધ્ર એક રાફડાને ફોડ્યું. તેમાંથી અતિ વિપુલ સ્વચ્છ જલ મળ્યું. તે પાણી જેટલી તૃષા હતી તે પ્રમાણે પીધું અને ઉપરાંત પાણીના પાત્રો, પાણીથી ભરી લીધા. પછી અપાય-નુકસાન થવાના સંભવને લઈને એક વૃદ્ધ તે લોકોને નિવારતાં છતાં પણ અતિ લોભથી બીજો અને ત્રીજો શિખર ફોડ્યો. તે બન્ને શિખરમાંથી ક્રમશઃ સુવર્ણ અને રત્નોને પ્રાપ્ત કર્યા. ફરીથી તેમજ ચોથા શિખરને ભેદતાં થકાં તેમાંથી ઘોર વિષવાળો, મોટી કાયાવાળો અંજન (કાજલ) ના પુંજ જેવા તેજવાળો (કાળો), અતિ ચંચલ જિહાના યુગલવાળો, કળી ન શકાય એવા કોપના વિસ્તારવાળો અહીશ્વર-સર્પરાજ નીકળ્યો. ત્યારપછી તે સર્પ કોપથી રાફડાના શિખર પર ચડીને સૂર્યમંડલને જોઈને નિર્નિમેષ દૃષ્ટિ વડે ચોતરફ જોઈને તે પુરુષોને ભસ્મીભૂત કરતો હવો, પરંતુ તે લોકોને નિવારણ કરનાર વૃદ્ધ વાણીઆને તો ન્યાયદર્શી છે, એવી અનુકંપા વડે વનદેવી, સ્વસ્થાનમાં લઈ ગઈ. એવી રીતે તારો ધર્માચાર્ય, પોતાની સંપદાથી અસંતુષ્ટ થયો થકો અમારા અવર્ણવાદને બોલે છે, તેથી હું મારા તપતેજ વડે આજે જ તેને ભસ્મ કરીશ. એટલા માટે જ આ હું જાઉં છું. તો તું તારા ' ધર્માચાર્યને આ અર્થનું નિવેદન કર! વૃદ્ધ વાણીઆની જેમ ન્યાયવાદીપણાથી તારી રક્ષા કરીશ. એમ સાંભળીને તે આનંદમુનિ, ભય પામ્યો થકો ભગવાન્ પાસે આવીને તે સઘળું વૃત્તાંત નિવેદન કર્યું. ભગવાને પણ આનંદ મુનિને કહ્યું કે આ ગોશાલક આવે છે, તેથી બધાય સાધુઓ શીધ્ર અહિંથી બીજે સ્થાને જાઓ અને કોઈએ પણ તેને કંઈપણ પ્રેરણા કરવી નહિ-કહેવું નહિ. આ પ્રમાણે તું જઈને ગૌતમાદિ સાધુઓને નિવેદન કર. તેમજ કીધે છતે ગોશાલક આવીને ભગવાનની સન્મુખ બોલ્યો કે સુખું આયુષ્મનું કાશ્યપ! સાધુ આયુષ્મનું કાશ્યપ! તું આ પ્રમાણે બોલ નહિ-આ ગોશાલક મંખલિપુત્ર છે-ઇત્યાદિ જે આ ગોશાલક તારો શિષ્ય હતો, તે દેવ થઈ ગયો. હું તો બીજો જ ગોશાલક છું. પરંતુ તેનું શરીર પરીષહ સહન કરવામાં સમર્થ માનીને તેમાં રહું છું. ઇત્યાદિ, કલ્પિત વસ્તુને જણાવતો થકો (વિચારીને) તેને પ્રેરણા કરવામાં તત્પર થયેલ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે સાધુઓને તેણે તેજોલેશ્યા વડે બાળી નાખ્યા. પછી ભગવાન્ બોલ્યા-હે ગોશાલક! કોઈ એક ચોર, ગામડાના લોકો વડે પ્રારમ્ભમાણી–પરાભવ પામ્યો થકો તેવા પ્રકારના દુર્ગ-વિષમસ્થાનને નહિ મેળવતો છતો અંગુલી વડે અથવા તૃણના અગ્રભાગ વડે પોતાને ઢાંકતો થકો શું ઢંકાયેલો હોય છે? તે નહિં ઢંકાયેલ જ હોય છે. તે પણ એવી રીતે અન્યથા-જૂઠું બોલવા વડે આત્માને આચ્છાદન કરતો થકો શું આચ્છાદિત થઈશ (ઢંકાઈશ?) નહિ. તે જ તું ગોશાલક છે કે જે મારા વડે બહુશ્રુત કરાયેલ છે, તેથી કરીને તું એમ બોલ નહિં. એવી રીતે સમભાવપણે યથાવત્ સાચી હકીકત બોલતા ભગવાનની ઉપર ગોશાલાએ કોપથી તપસ્તેજ (તેજોલેશ્યા) મૂક્યું અને ઊંચાનીચા આક્રોશવા લાગ્યો. તે તેજ ભગવાનને વિષે અસમર્થ થઈને તેમને પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીરને જ પીડા ઉપજાવતું થયું તેની અંદર પેઠું. તેના વડે થયેલ દગ્ધ શરીરવાળો તે ગોશાળો, અનેક પ્રકારની વિક્રિયાને બતાવીને સાતમી રાત્રિમાં કાલધર્મને પામ્યો. l૭૭૬/
નમેલ છે સમસ્ત નર અને દેવનિકાયના નાયક પણ જેને એવા, જઘન્યથી પણ મોટી સંખ્યાએ ભક્તિના અતિ સમૂહવાળા દેવરૂપ ભમરના વૃંદ વડે સેવિત છે પાદપ% જેના એવા. વિવિધ ઋદ્ધિવાળા હજારો શિષ્યો વડે પરિવેલા એવા. પોતાના પ્રભાવ વડે શાંત કરેલ છે એક સો યોજન (ચારે દિશાએ પચ્ચીશ પચ્ચીશ મળીને) ની અંદર રહેલ વૈર, મારી, વિવર (સ્વચક્રાદિ ભય) અને દુર્મિક્ષાદિ ઉપદ્રવ જેણે એવા અને અનુત્તર (શ્રેષ્ઠ) પુણ્યના સંભારવાળા એવા મહાવીર ભગવાનને પણ મનુષ્યમાત્ર, ઘણા કાલનાં પરિચિત અને શિષ્ય સદશ એવા ગોશાલકદ્વારા ઉપસર્ગ કરાય છે, તે આશ્ચર્યભૂત કહેવાય, માટે - 1. ટીકાવાળી બન્ને પ્રતમાં પ્રારમ્ભમાણ’ શબ્દ છે તે બરાબર સમજાયું નથી, પરંતુ ભગવતીમાં આ સ્થલે ‘પરિભવમાણે' પાઠ છે તેના
અનુસારે અત્રે અર્થ લખેલ છે.
388